ETV Bharat / entertainment

Bipasha Karan Daughter: બિપાશાએ દીકરી દેવીની પ્રથમ ઝલક દેખાડી, એક ફેનપેજે કહ્યું 'કરણની કાર્બન કોપી'

author img

By

Published : Apr 6, 2023, 12:57 PM IST

અભિનેત્રી બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરે તેમની દીકરી દેવીનો ચહેરો ચાહકો સમક્ષ જાહેર કર્યો છે. આ કપલે બુધવારે મોડી રાત્રે સોશિયલ મીડિયા પર તેમની લિટલ મિસ સનશાઇનની ઝલક શેર કરી છે. બિપાશાએ શેર કરેલી તસવીર જોઈ ચાહકો ખુબજ પ્રેમ કરી રહ્યાં છે. જુઓ અહિં બિપાશા અને કરણની દીકરીની સુંદર તસવીર.

Bipasha Karan Daughter: બિપાશાએ દીકરી દેવીની પ્રથમ ઝલક દેખાડી, એક ફેનપેજે કહ્યું 'કરણની કાર્બન કોપી'
Bipasha Karan Daughter: બિપાશાએ દીકરી દેવીની પ્રથમ ઝલક દેખાડી, એક ફેનપેજે કહ્યું 'કરણની કાર્બન કોપી'

મુંબઈઃ બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર બોલિવૂડના લોકપ્રિય સ્ટાર કપલ્સમાંથી એક છે. કપલે ગયા વર્ષે નવેમ્બરમાં તેમના ચાહકોને બાળકીના માતા-પિતા બનવાના ખુશખબર આપ્યા હતા. બિપાશા અને કરણે તેમની પ્રિય રાજકુમારીનું નામ 'દેવી' રાખ્યું છે. કપલ ઘણીવાર ચાહકોને તેમના ઇન્સ્ટાગ્રામ પર તેમની લિટલ મિસ સનશાઇનની ઝલક બતાવતા હોય છે. બુધવારે મોડી રાત્રે દંપતીએ પ્રથમ વખત 'દેવી'નો ચહેરો જાહેર કરીને તેમના ચાહકોની લાંબી રાહનો અંત લાવ્યો હતો.

આ પણ વાંચો: Hanuman Jayanti 2023: હનુમાન જયંતિ પર ભક્તોને મોટી ભેટ, રિલીઝ થયું 'આદિપુરુષ'નું નવું પોસ્ટર

બિપાશા બાસુની દીકરીની તસવીર: કરણને ટેગ કરતાં બિપાશાએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર બે સુંદર ચિત્રો સાથે તેની નાની પુત્રી દેવીનો ચહેરો જાહેર કર્યો છે. હાર્ટ ઇમોજી સાથે કેપ્શનમાં લખ્યું છે, 'હેલો વર્લ્ડ, હું દેવી છું.' આ સુંદર તસવીરોમાં દેવી બાસુ સિંહ ગ્રોવર બેબી પિંક ડ્રેસમાં સુપર ક્યૂટ લાગી રહી છે. આ ડ્રેસ પર 'ડેડીઝ પ્રિન્સેસ' લખેલું છે. મેચિંગ હેરબેન્ડે તેનો લુક પૂરો કર્યો છે. પહેલી તસવીરમાં બિપાશાની દિકરી દેવીની સ્માઈલ જોવા મળે છે. જ્યારે બીજી તસવીરમાં તે કેમેરા તરફ ધ્યાનથી જોતી જોવા મળી હતી.

આ પણ વાંચો: Srk And Gauri Fight: Nmacc ઈવેન્ટમાં શાહરૂખ પત્ની ગૌરી સાથે જોવા મળ્યા અલગ અવતારમાં, ચાહકો થયા ગુસ્સે

ચાહકોની પ્રિતિક્રિયા: બોલિવૂડ સેલેબ્સ અને ચાહકોએ દેવીની તસ્વીર પર ભરપૂર પ્રેમ કર્યો છે. સુઝૈન ખાને લખ્યું, 'તે ખૂબ જ સુંદર છે. ભગવાન તમને ઘણો પ્રેમ આપે.' કાજલ અગ્રવાલે ટિપ્પણી કરી, 'સૌથી સુંદર નાનકડી મંચકીન. નાની દેવીને પ્રેમ અને આશીર્વાદ.' અભિનેત્રી આરતી સિંહે લખ્યું છે, 'મારા જન્મદિવસ પર પ્રથમ તસવીર'. TV પર્સનાલિટી રાજીવ આડતીયાએ કોમેન્ટ બોક્સમાં લખ્યું, 'આહ, તે ખૂબ જ સુંદર છે. દેવ આશિર્વાદ.' કરણના ફેનપેજે આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી અને લખ્યું, 'કરણની કાર્બન કોપી'.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.