ETV Bharat / entertainment

Bigg Boss OTT 2 finale: બિગ બોસ OTT 2 ફિનાલેમાં અભિષેક મલ્હાન અને એલ્વિસ યાદવ વચ્ચે મજબૂત ટક્કર

author img

By

Published : Aug 8, 2023, 5:23 PM IST

અભિષેક મલ્હાન બિગ બોસ OTT 2ના ઘરમાં તેમની સ્પર્ધાત્મક એનર્જી માટે જાણીતા છે. બિગ બોસ OTT ફિનાલે પહેલા અભિષેક શો જીતવાની તક શોધી રહ્યા છે અને તેમનો સાથી સ્પર્ધક એલ્વિસ યાદવ ટોચના સ્થાનનો દાવો કરવા માટે લાયક નથી તેવી ચર્ચા કરતા જોવા મળે છે.

બિગ બોસ OTT 2 ફિનાલેમાં અભિષેક મલ્હાન પોતાને વિજેતા તરીકે જુએ છે
બિગ બોસ OTT 2 ફિનાલેમાં અભિષેક મલ્હાન પોતાને વિજેતા તરીકે જુએ છે

હૈદરાબાદ: સલમાન ખાને હોસ્ટ કરેલા રિયાલિટી શો બિગ બોસ OTT સિઝન 2 અંતિમ સપ્તાહમાં છે. ત્યારે BB OTT 2 હાઉસમાં તણાવ સ્પષ્ટ છે. કારણ કે, સ્પર્ધકો ટ્રોફીનો દાવો કરવાની તેમની તકો વધારવામાં કોઈ કસર છોડતા નથી. આગામી એપિસોડમાં અભિષેક મલ્હાન બિગ બોસ OTT 2ના વિજેતા તરીકે પોતાની જાતની આગાહી કરતા જોવા મળશે. જ્યારે એલ્વિસ યાદવ બિગ બોસ OTT 2 ટ્રોફીના અન્ય પ્રબળ દાવેદાર તરીકે ઓળખાતા શોના વિજેતા બનવા માટે શું અભાવ છે તેની ચર્ચા કરે છે.

બિગ બોસ OTT 2 ફિનાલે: નિર્માતાઓ દ્વારા શેર કરવામાં આવેલી લેટેસ્ટ ઝલકમાં અભિષેક અને સાથી સ્પર્ધક મનીષા રાની એલ્વિસ વિશે ચર્ચા કરતા જોવા મળશે. ઘટનાઓના આશ્ચર્યજનક વળાંકમાં અભિષેક જે એલ્વિસ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. તેઓ કહેતા જોવા મળશે કે, એલ્વિસ કેવી રીતે રસપ્રદ વ્યક્તિ છે, પરંતુ ઘરમાં તેમનું યોગદાન શૂન્ય છે. આગામી એપિસોડમાં અભિષેકને ઘરમાં બિગ બોસ OTTના વિજેતા તરીકે રજૂ કરવામાં આવે છે.

અંતિમ સપ્તાહમાં પૂજા ભટ્ટ: અભિષેક અને એલ્વિસ સિવાય બિગ બોસના અંતિમ સપ્તાહમાં સ્થાન મેળવનારાઓમાં પૂજા ભટ્ટ, મનીષા રાની, બેબીકા ધુર્વે અને જિયા શંકર છે. ગયા અઠવાડિયે ડબલ એલિમિનેશન પછી નિર્માતાઓએ સોશિયલ મીડિયા સ્ટાર ઉર્ફી જાવેદને સામેલ કર્યા હતા. બિગ બોસ OTT 1 દરમિયાન સંક્ષિપ્ત કાર્યકાળ ધરાવતા ઉર્ફીએ આ શોમાં અતિથિ તરીકે પ્રવેશ કર્યો છે.

બહાર થયેલા સ્પર્ધકો: અગાઉ વિકેન્ડ કા વારમાંથી જદ હદીદ અને અવિનાશ સચદેવને બહાર કાઢી મુકવામાં આવ્યા હતા. એક સાથે બે સ્પર્ધોકોને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો. જેમાં ઘરમાંથી બહાર થનાર વિદેશી સ્પર્ધક જદ હદીદ અને TVના ફેમસ સ્પર્ધક અભિનેતા અવિનાસ સચદેવ સામેલ છે. 50 દિવસમાં આ બે સ્પર્ધકોનો અંત આવ્યો હતો. આ દરમિયાન ઘરમાં સ્પર્ધકોની આંખોમાં આંશુ જોવા મળ્યા હતા.

  1. Box Office Update: 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'ની સફળતા, વિશ્વભરમાં 200 કરોડથી વધુની કમાણી
  2. Hu Ane Tu Trailer: સિદ્ધાર્થ રાંદેરિયા અભિનીત ગુજરાતી ફિલ્મ 'હું અને તું'નું ટ્રેલર રિલીઝ, જુઓ વીડિયો
  3. Pushpa 2: આજે ફહાદ ફાસિલનો જન્મદિવસ, 'પુષ્પા 2: ધ રુલ'માંથી ફર્સ્ટ લુક આઉટ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.