ETV Bharat / entertainment

Arjun Kapoor: 38માં જન્મદિવસે અર્જુન કપૂરે પોતાના બ્રાન્ડેડ કપડાં સેલ પર મૂક્યા, જાણો ક્યાં

author img

By

Published : Jun 26, 2023, 3:59 PM IST

બોલિવુડ એક્ટર અર્જુન કપૂર તારીખ 26 જૂને પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ સંદર્ભે અભિનેતાએ ગઈકાલે રાત્રે તેની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા સાથે પાર્ટી કરી હતી. હવે અર્જુન કપૂર વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે પોતાના જન્મદિવસને ખાસ બનાવવા માટે ખૂબ જ ઉમદા કામ કરવા જઈ રહ્યો છે.

38માં જન્મદિવસે અર્જુન કપૂરે પોતાના બ્રાન્ડેડ કપડાં સેલ પર મૂક્યા, જાણો ક્યાં
38માં જન્મદિવસે અર્જુન કપૂરે પોતાના બ્રાન્ડેડ કપડાં સેલ પર મૂક્યા, જાણો ક્યાં

મુંબઈઃ બોલિવુડ એક્ટર અર્જુન કપૂર તારીખ 26 જૂને 38મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. અર્જુન કપૂરને તેમના જન્મદિવસ પર ફેન્સ શુભકામના પાઠવી રહ્યાં છે. જ્યારે ગઈકાલે રાત્રે અર્જુને તેની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા અને મિત્રો સાથે જોરદાર પાર્ટી કરી હતી. આ પાર્ટીમાં મલાઈકા અરોરાએ તેના બોયફ્રેન્ડના જન્મદિવસ પર તેના 25 વર્ષ જૂના આઇકોનિક ગીત 'છૈયા છૈયા' પર મસ્તી કરતા ડાન્સ કર્યો હતો.

અર્જુન કપૂરનો જન્મદિવસ: હવે બોયફ્રેન્ડ અર્જુન કપૂરના જન્મદિવસ પર મલાઈકાનો આ ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. દરમિયાન સમાચાર આવ્યા છે કે, અર્જુન કપૂર તેના જન્મદિવસ પર માનવતાનો પરિચય આપવા જઈ રહ્યા છે. અભિનેતા તેના જન્મદિવસે વિદ્યાર્થીઓ માટે એક ઉમદા કાર્ય કરવા જઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અર્જુન કપૂર તેના ફેવરિટ બ્રાન્ડેડ કપડા વેચવા જઈ રહ્યા છે.

બ્રાન્ડેડ કપડાંની સેલ: રિપોર્ટ્સ અનુસાર આ ઓનલાઈન સેલ ઓસ્કાર ફાઉન્ડેશન પર થવા જઈ રહ્યું છે. તે મુંબઈ સ્થિત એનજીઓ છે, જે બાળકોને શાળાએ મોકલવા અને ત્યાં અભ્યાસમાં જોડાવા માટે ફૂટબોલ રમતનો ઉપયોગ કરે છે. આ સંસ્થાએ 14 હજાર ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને સશક્ત બનાવ્યા છે. બ્રાન્ડેડ કપડાંના વેચાણ અંગે અર્જુન કપૂરે નિવેદન આપ્યું છે.

અર્જુન કપૂરનું નિવેદન: પોતાના બ્રાન્ડેડ કપડાંના વેચાણ પર અર્જુન કપૂરે કહ્યું, ''આ કપડાં મારી ખુશીઓ, ખાસ દિવસો અને મારી સિદ્ધિઓની યાદો ધરાવે છે, જે આ બાળકો સાથે શેર કરવામાં મને ખુશી થાય છે. મને આશા છે કે, તેઓને તે ગમશે. કારણ કે, કોઈની મદદ કરવી એ સૌથી મોટું કામ છે. સેલિબ્રિટી સર્ક્યુલેરિટી, આ રીતે મદદ કરવાની સંસ્કૃતિ સાથે દિવસ પસાર કરવો શ્રેષ્ઠ છે.''

અર્જુન કપૂરનો વર્કફ્રન્ટ: અર્જૂુન કપૂર જલ્દી જ અભિનેત્રી ભૂમિ પેડનેકર સાથે ફિલ્મ 'ધ લેડી કિલર'માં જોવા મળશે. અર્જુન તમિલ ફિલ્મ 'કોમલી'ની હિન્દી રિમેક પર પણ કામ કરી રહ્યો છે. એટલું જ નહીં અર્જુન ફિલ્મ 'પઠાણ'ના નિર્દેશક સિદ્ધાર્થ આનંદ સાથે એક એક્શન ફિલ્મને લઈને પણ ચર્ચામાં છે. અર્જુન કપૂર છેલ્લી વખત આસમન ભારદ્વાજની ફિલ્મ 'કુત્તે'માં જોવા મળ્યો હતો, જે ચાલુ વર્ષની તારીખ 13 જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી.

  1. Deepika Padukone: દીપિકા પાદુકોણ 'પ્રોજેક્ટ K'ના શૂટિંગ માટે પહોંચી હૈદરાબાદ, એરપોર્ટ પર જોવા મળી
  2. Box Office Collection: 'જરા હટકે જરા બચકે' બોક્સ ઓફિસ પર 80 કરોડની નજીક પહોંચી
  3. Thalapathy : સાઉથના સુપરસ્ટાર વિજય વિરુદ્ધ પોલીસ ફરિયાદ, જાણો સમગ્ર ઘટના
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.