ETV Bharat / entertainment

Actor Nitesh Pandey Death: અભિનેતા નીતીશ પાંડેનું હાર્ટ એટેકથી નિધન, 51 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

author img

By

Published : May 24, 2023, 12:19 PM IST

લોકપ્રિય ટેલિવિઝન શો અનુપમામાં ધીરજ કુમારની ભૂમિકા ભજવનાર નિતેશ પાંડેનું 51 વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું હતું. વૈભવી ઉપાધ્યાય અને આદિત્ય સિંહ રાજપૂત પછી ટેલિવિઝન ઉદ્યોગમાં ત્રીજું અકાળ અવસાન થયું છે. આ પછી ટેલિવિઝન ઉદ્યોગમાં શોકનું મોજું છવાઈ ગયું.

અભિનેતા નીતીશ પાંડેનું હાર્ટ એટેકથી નિધન, 51 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
અભિનેતા નીતીશ પાંડેનું હાર્ટ એટેકથી નિધન, 51 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

મુંબઈ: આજે વહેલી સવારે નિતેશના નિધનના સમાચાર સામે આવ્યા હતા. લોકપ્રિય TV અભિનેતા નીતીશ પાંડેનું 51 વર્ષની વયે નિધન થયું છે. અભિનેતા પ્રખ્યાત TV સીરિયલ 'અનુપમા'માં 'ધીરજ કપૂર'ના રોલમાં જોવા મળ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, અભિનેતાનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટથી થયું હતું. આ પહેલા લોકપ્રિય TV સિરિયલ સારાભાઈ વર્સેસ સારાભાઈ ફેમ એક્ટ્રેસ વૈભવી ઉપાધ્યાયના રોડ અકસ્માતમાં મૃત્યુના સમાચારે લોકોને આઘાત પહોંચાડ્યો હતો. હવે TVના આ બે તેજસ્વી કલાકારોના નિધનના સમાચારથી TV જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

નિતેશ પાંડેનું નિધન: લેખક સિદ્ધાર્થ નાગરે સોશિયલ મીડિયા પર અભિનેતાના મૃત્યુની માહિતી આપી છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સિદ્ધાર્થ નાગરે કહ્યું કે, તે એક ઈવેન્ટમાંથી પરત ફરી રહ્યા હતા અને ત્યારે જ તેમને નીતિશ પાંડેના મૃત્યુના સમાચાર મળ્યા હતા. નીતીશ શૂટિંગ માટે ઇગતપુરીમાં હતા અને ત્યાં સવારે લગભગ 1.30 વાગ્યે અભિનેતાને હાર્ટ એટેક આવ્યો હતો.

હાર્ટ એટેકથી નિધન: અહેવાલો અનુસાર નિતેશને મોડી રાત્રે હૃદયરોગના કારણે તેમણે નાશિક નજીક ઇગતપુરીની એક હોટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. એક પોલીસ ટીમ હોટલના કર્મચારીઓ અને અભિનેતાની નજીકના લોકોની પૂછપરછ કરી રહી છે. જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. દિવંગત અભિનેતાનો પરિવાર તેમના પાર્થિવ દેહ મેળવવા ઇગતપુરી જવા રવાના થયો છે.

અભિનેતાના TV શો: તાજેતરમાં જ લોકપ્રિય ટેલિવિઝન ડ્રામા અનુપમા જોવા મળેલા નીતેશે થિયેટરમાં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. અનુપમામાં તેણે અનુજ કાપડિયા દ્વારા ભજવવામાં આવેલ ગૌરવ ખન્નાના નજીકના મિત્ર ધીરજ કુમારની ભૂમિકા ભજવી હતી. ભૂતકાળમાં તે 'અસ્તિત્વ એક પ્રેમ કહાની', 'મંઝીલ અપની અપની', 'જુસ્ટજૂ', 'દુર્ગેશ નંદિની' અને અન્ય જેવા શોમાં પણ જોવા મળ્યા હતા.

અભિનેતાની ફિલ્મ: અભિનેતા 'ઓમ શાંતિ ઓમ', 'ખોસલા કા ઘોસલા' અને 'બધાઈ દો' જેવી ફિલ્મોમાં પણ જોવા મળ્યા હતા. જ્યારે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ 'ખોસલા કા ઘોસલા'માં તેમના કામને વ્યાપક પ્રશંસા મળી હતી. નિતેશ અને અભિનેત્રી-પત્ની અર્પિતા પાંડે બંનેની મુલાકાત એક ટીવી શો Justajoo માં થઈ હતી. જે બાદ તેઓએ વર્ષ 2003માં લગ્ન કર્યા હતા. નિતેશના લગ્ન પહેલા અભિનેત્રી અશ્વિની કાલસેકર સાથે થયા હતા.

  1. Cannes 2023: કાન્સમાં રેડ કાર્પેટ પર મહિલા લોહીમાં લથબથ જોવા મળી, મચી ગયો હાહાકાર
  2. Film Actor Akshay Kumar: બાબા કેદારનાથ ધામ પહોંચ્યા અક્ષય કુમાર, ચાહકો સાથે સેલ્ફી લીધી
  3. Cannes 2023: ગુજરાતના કચ્છની અભિનેત્રીએ દેખાડી ઝલક, કોમલ ઠક્કરે સતત બીજા વર્ષે કાન્સમાં ભાગ લીધો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.