ETV Bharat / entertainment

Anupam Kher Crying Video: અનુપમ અને સતિષની મિત્રતાનો વીડિયો વાયરલ, અભિનેતાના નિધન પર રડી પડ્યા ખેર

author img

By

Published : Mar 10, 2023, 11:42 AM IST

તારીખ 9 માર્ચના રોજ અભિનેતા સતિષ કૌશિકનુ અવસાન થયું હતું. તેમના અવસાન પર ફિલ્મ જગતના કલાકારોએ શોક વ્યક્ત ક્યો હતો. અભિનેતાના નિધન અંગેના સમાચાર અનુપમ ખેરે આપ્યા હતાં. એલટલું જ નહિં અનુપમ તેમના 45 વર્ષના મિત્ર સતીશ કૌશિકના નિધન પર રડી પડ્યા હતા. આ બંનેની મિત્રતા ખૂબ જ મજબૂત હતી જે એક જ ક્ષણમાં તૂટી ગઈ.

Anupam Kher Crying Video: અનુપમ અને સતિષની મિત્રતાનો વીડિયો વાયરલ, અભિનેતાના નિધન પર રડી પડ્યા ખેર
Anupam Kher Crying Video: અનુપમ અને સતિષની મિત્રતાનો વીડિયો વાયરલ, અભિનેતાના નિધન પર રડી પડ્યા ખેર

મુંબઈ: અનુપમ અને સતીશ કૌશિકની 45 વર્ષ જૂની અજોડ મિત્રતા એક જ ક્ષણમાં તૂટી ગઈ. આનું દર્દ માત્ર અને માત્ર અનુપમ ખેર જ સમજી શકે છે. અનુપમ ખેર એ સ્ટાર છે જેણે સતીશના જવા પર સૌથી વધુ આંસુ વહાવ્યા હતા. અનુપમની રડતી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં તે તેના સૌથી સારા મિત્રના મૃતદેહ પાસે બેઠા છે. અનુપમની આવી હાલત જોઈને કોઈને પણ રડવાનું મન થાય.

આ પણ વાંચો: Suriya oscars 2023: સુર્યા તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો પહેલો એક્ટર ઓસ્કારની વોટિંગ કમિટીમાં થયો સામેલ, ચાહકો થયા ખુશ

અનુપમ અને સતિષની મિત્રતા: હિન્દી સિનેમાના પ્રખ્યાત નિર્દેશક, નિર્માતા, અભિનેતા અને અદભૂત કોમેડિયન સતીશ કૌશિક હવે આપણી વચ્ચે નથી. પીઢ અભિનેતાનું હોળીના બીજા દિવસે હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. જ્યારે અભિનેતાએ મૃત્યુ પહેલા 66 વર્ષની ઉંમરે મિત્રો સાથે હોળી રમી હતી. સતીશ કૌશિકની વિદાયને કારણે સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે, પરંતુ જો સૌથી વધુ દુખ થયું હોય તો તે અભિનેતા અનુપમ ખેરનું છે. અનુપમે સતીશ કૌશિકના રૂપમાં પોતાનો સૌથી જુનો અને ખાસ મિત્ર ગુમાવ્યો છે. અનુપમ અને સતીષે તેમની કારકિર્દીના પ્રારંભિક સંઘર્ષમાં એક સાથે ચપ્પલ ઘસ્યા હતા.

મિત્રતાનો વીડિયો વાયરલ: એકવાર સતીશ કૌશિક અને અનુપમ ખેરે એક પાર્ટીમાં ખાવાનું ખાવાની ખૂબ મજા કરી છે. અનુપમ ખેર ગોરા હતા તેથી તેમણે માથા પર સોનેરી વાળની ​​વિગ લગાવી અને સતીશ સાથે જમવા પાર્ટીમાં પ્રવેશ કર્યો. ત્યાં બંનેએ ચૂપચાપ ભોજન લીધું અને ચાલ્યા ગયા હતા. બંને સોશિયલ મીડિયા પર પણ પોતાના વીડિયો દ્વારા ફેન્સનું દિલ જીતી રહ્યાં છે. આ દિવસોમાં તે સુંદર વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં અનુપમ ખેર તેના મિત્ર સતીશના માથામાં માલિશ કરતા જોવા મળે છે. હવે અનુપમ ખેરની નજર સામે, તેઓ 45 વર્ષમાં સતીશ સાથે વિતાવેલી દરેક ક્ષણને યાદ કરી રહ્યા છે, જે તેમની મિત્રતાનો પાયો હતો.

આ પણ વાંચો: PM Modi tweet: PM મોદીએ સતીશ કૌશિકના નિધન પર વ્યક્ત કર્યો શોક, તેઓ મહાન કલાકાર હતા

ફિલ્મ ફેસ્ટિવલમાં એકસાથે કર્યું કામ: વર્ષ 1984માં અનુપમ અને સતીશ કૌશિકે પહેલીવાર ફિલ્મ ફેસ્ટિવલમાં સાથે કામ કર્યું હતું. વર્ષ 1987માં સતીશ અને અનુપમ ફિલ્મ કાશમાં ફરી સાથે દેખાયા હતા. વર્ષ 1989માં 'રામલખન' ફિલ્મમાં સતીશ અને અનુપમની જોડીએ ધૂમ મચાવી હતી. આ પછી આ જોડી ઘણી ફિલ્મમાં સાથે જોવા મળી હતી. બંનેએ થિયેટર કર્યું અને તેમની અભિનય કુશળતાને સન્માનિત કરી. બંનેની મિત્રતા અને સ્ટોરી અદ્ભુત છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.