ETV Bharat / entertainment

Bigg Boss OTT 2 : સલમાન ખાનના શોમાં 'કાચા બદનામ' ફેમ અંજલિ અરોરાની એન્ટ્રી, જાણો સ્પર્ધોકના નામ

author img

By

Published : May 30, 2023, 5:29 PM IST

Updated : May 30, 2023, 5:55 PM IST

અંજલિ અરોરા હવે સલમાન ખાનના શો બિગ બોસ OTT 2 માં એન્ટ્રી કરવા આવી રહી છે.TV અભિનેત્રી ગૌહર ખાનની વહુ અને કોરિયોગ્રાફર પણ અંજલી સાથે શોમાં એન્ટ્રી કરશે. અંજલિ અરોરાની શોમાં એન્ટ્રી થતા શોમાં થશે ધમાલ. હવે જાણો અહિં આ શોને કોણ કરી રહ્યાં છે હોસ્ટ.

સલમાન ખાનના શોમાં 'કાચા બદનામ' ફેમ અંજલિ અરોરાની એન્ટ્રી
સલમાન ખાનના શોમાં 'કાચા બદનામ' ફેમ અંજલિ અરોરાની એન્ટ્રી

મુંબઈઃ બોલિવૂડનો 'દબંગ' સલમાન ખાન બિગ બોસ OTT સીઝન 2માંથી વાપસી કરી રહ્યા છે. દર્શકો બિગ બોસ OTT 2 ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ શો આગામી જૂનથી Jio સિનેમા પર સ્ટ્રીમ થવા જઈ રહ્યો છે. હવે બિગ બોસ OTT 2 વિશે મોટા સમાચાર આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સોશિયલ મીડિયા પ્રભાવક અને 'કાચા બદનામ' ફેમ અંજલિ અરોરાએ શોમાં એન્ટ્રી કરી છે.

અંજલી અરોરાની એન્ટ્રી: આ સાથે ક્રિએટિવ પ્રોડ્યુસર મહેશ પૂજારી પણ આ શોમાં જોવા મળવાના છે. એટલું જ નહીં કોરિયોગ્રાફર અને ગૌહર ખાનના સાળા આવેઝ દરબાર પણ સલમાન ખાનના શોમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, આવેઝ બિગ બોસ OTT 2 માટે પોતાનો એક પ્રોમો પણ શૂટ કર્યો છે. હવે આ ત્રણેય સોશિયલ મીડિયા સ્ટાર્સ સલમાન ખાનના શોમાં તેમની બૌદ્ધિક પ્રતિભા દર્શાવતા જોવા મળશે.

બિગ બોસના સ્પર્ધોકો: મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો અંજલિ અરોરા, આવેઝ દરબાર અને મહેશ પૂજારીએ તારીખ 28 મેના રોજ આ શો માટે પ્રોમો શૂટ કર્યો છે. હવે શો મેકર્સ બહુ જલ્દી તેમના નામ જાહેર કરવા જઈ રહ્યા છે. બિગ બોસ OTT 2 માંથી અત્યાર સુધી પૂનમ પાંડે, રાજીવ સેન, જિયા શંકર, અર્ચના ગૌતમ, સંભાવના સેઠ અને મુનાવર ફારૂકીના નામ સ્પર્ધકો તરીકે ઉમેરવામાં આવ્યા છે.

સીઝન 2ના હોસ્ટ: TV અભિનેત્રી પૂજા ગૌર, આસિમ રિયાઝના ભાઈ ઉમર રિયાઝ અને ફૈઝલ ખાન ઉર્ફે મિસ્ટર ફૈઝુના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. અગાઉ બિગ બોસ OTT સીઝન 1 પ્રખ્યાત ફિલ્મ નિર્માતા કરણ જોહર દ્વારા હોસ્ટ કરવામાં આવી હતી. આ વખતે પણ કરણ જોહર આ શોને હોસ્ટ કરી રહ્યા હોવાની અટકળો ચાલી રહી હતી, પરંતુ સીઝન 2 નો પ્રોમો આવ્યા બાદ એ સ્પષ્ટ થઈ ગયું કે, સલમાન ખાન શોની સીઝન 2 હોસ્ટ કરી રહ્યા છે.

  1. Tovino Thomas Film 2018: ટોવિનો થોમસની ફિલ્મ '2018' મોહનલાલની 'પુલિમુરુગન'ને પાછળ છોડી, બનાવ્યો નવો રેકોર્ડ
  2. Vicky Kaushal: વિકી કૌશલ ગુજરાતના પ્રવાસે, અભિનેતાએ ફાફડા જલેબીની તસવીર શેર કરી
  3. Rakul Singh: રકુલ પ્રીત સિંહ બ્લેક ગાઉનમાં ટોન્ડ લેગ્સને ફ્લોન્ટ કર્યા, તસવીર તમારું દિલ ચોરી લેશે
Last Updated :May 30, 2023, 5:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.