ETV Bharat / entertainment

Amitabh Bachchan twitter: અમિતાભ બચ્ચને બ્લુ ટિક પાછી મેળવવા રમુજી ટ્વિટ કર્યું, યુઝર્સ આપી રહ્યાં છે પ્રિતિક્રિયા

author img

By

Published : Apr 21, 2023, 5:30 PM IST

અમિતાભ બચ્ચને બ્લુ ટિક પાછી મેળવવા રમુજી ટ્વિટ કર્યું, યુઝર્સ આપી રહ્યાં છે પ્રિતિક્રિયા
અમિતાભ બચ્ચને બ્લુ ટિક પાછી મેળવવા રમુજી ટ્વિટ કર્યું, યુઝર્સ આપી રહ્યાં છે પ્રિતિક્રિયા

બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચને તેમની બ્લુ ટિક પાછી માંગવા માટે એક રમુજી ટ્વિટ કર્યું છે. આ પોસ્ટ પર 11 હજારથી વધુ લાઈક્સ મળી ચુકી છે. તેમના દ્વારા કરવામાં ટ્વિટ પર યુઝર્સ કોમેન્ટ કરી રહ્યાં છે. આ ઉપરાંત ધીર રાખવાની સલાહ આપતા જોવા મળે છે. ચાલો બિગ બીના આ ટ્વિટ પર એક નજર કરીએ.

મુંબઈ: બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન તેમના ટ્વિટર એકાઉન્ટ પરથી 'બ્લુ ટિક' હટાવ્યા પછી પ્રતિક્રિયા આપનાર પ્રથમ સેલિબ્રિટીઓમાંના એક છે. બિલ ગેટ્સ, હિલેરી ક્લિન્ટન, શાહરૂખ ખાન, વિરાટ કોહલી અને પ્રિયંકા ચોપરા જોનાસ જેવા મોટા નામ 4 લાખ યુઝર્સોમાં હતા. જેમણે તારીખ 20 એપ્રિલે તેમની ટ્વિટર બ્લુ ટિક ગુમાવી હતી. હવે બિગ બી તેમના ટ્વિટર હેન્ડલ પર તેમની બ્લુ ટિક પાછી મળવવા માટે પ્રયાસ કરી રહ્યાં છે. કારણ કે, તેમણે તેના માટે ચૂકવણી કરી દીધી છે.

આ પણ વાંચો: KKBKKJ: 'કિસી કા ભાઈ કિસી કી જાન' ફિલ્મ રિલીઝ, દુનિયાભરની ઘણી સ્ક્રીન્સ પર જોવા મળશે

બિગ બીની પોસ્ટ: અમિતાભ બચ્ચને પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર મજેદાર રીતે એક ટ્વિટ કર્યું છે, જેમાં તેમણે ઈલોન મસ્કને તેમના ટ્વિટર હેન્ડલ પર બ્લુ ટિક પાછું મૂકવા માટે કહ્યું છે. બિગ બીએ ટ્વીટમાં લખ્યું, 'T 4623 - A Twitter ભૈયા. તમે સાંભળી રહ્યા છો ? હવે અમે પૈસા પણ ભરી દીધા છે. તો અમારા નામની આગળ નીલ કમલ (બ્લુ ટિક) લગાવો, ભાઈ, જેથી લોકો જાણી શકે કે તે અમે છીએ - અમિતાભ બચ્ચન. અમે હાથ પકડી રહ્યા છીએ. અબ કા ગોડવા જોડે પડી કા ?' બિગ બીની આ પોસ્ટ પર ઘણી કોમેન્ટ્સ આવી છે.

આ પણ વાંચો: KKBKKJ leaked online: સલમાન ખાનની નવી ફિલ્મ લીક, ફરી ઊઠ્યો પાયરેસીનો મુદ્દો

યુઝર્સની કોમેન્ટ: બિગ બીના કોમેન્ટ બોક્સમાં એક યુઝરે લખ્યું છે કે, 'ધીરજનું ફળ બ્લુ ટિક છે.' તે જ સમયે અન્ય યુઝરે કોમેન્ટ કરી છે કે, 'ધીરજ રાખો.' એક કલાક પહેલા ટ્વીટ કરવામાં આવેલી આ પોસ્ટ પર 11 હજારથી વધુ લાઈક્સ મળી ચુકી છે. જ્યારે હજારો લોકોએ તેના પર કોમેન્ટ કરી છે. આ દરમિયાન 1500થી વધુ લોકોએ તેને રીટ્વીટ કર્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.