ETV Bharat / entertainment

OMG 2 Teaser: ધમાકેદાર વીડિયો સાથે 'OMG 2'ની ટીઝર ડેટની જાહેરાત, લાંબી જટામાં જોવા મળ્યા અભિનેતા

author img

By

Published : Jul 9, 2023, 5:41 PM IST

અક્ષય કુમારે પોતાની આગામી કોમેડી અને ડ્રામા ફિલ્મ 'OMG 2'ના ટીઝર રિલીઝ કરવા માટે એકદમ તૈયાર છે. અક્ષય કુમારે ફિલ્મના ટીઝરની રિલીઝ ડેટની જાહેરાત સાથે તેમનો દિલધડક વીડિયો શેર કર્યો છે. 'OMG 2' આ જ અઠવાડિયે રિલીઝ કરવામાં આવશે.

ધમાકેદાર વીડિયો સાથે 'OMG 2'ની ટીઝર ડેટની જાહેરાત, લાંબી જટામાં જોવા મળ્યા અભિનેતા
ધમાકેદાર વીડિયો સાથે 'OMG 2'ની ટીઝર ડેટની જાહેરાત, લાંબી જટામાં જોવા મળ્યા અભિનેતા

મુંબઈ: બોલિવુડના ખિલાડી તરીકે ખ્યાતિ મેળવનાર અક્ષય કુમારની આગામી ફિલ્મ 'OMG 2'ના ટિઝરની રિલીજ ડેટ જાહેર કરી છે. સની દેઓલ અને અમિષા પટેલ અભિનીત ફિલ્મ 'ગદર 2' સાથે એક જ તારીખે સિનેમાઘરોમાં જોવા મળશે. અક્ષય કુમાર અને પરેસ રાવલ અભિનીત વર્ષ 2012માં રિલીઝ થયેલી ફિલ્મ 'OMG'ની સિક્વલ OMG 2 તારીખ 11 ઓગસ્ટે રિલીઝ થશે.

ટીઝર રિલીઝ ડેટ: અક્ષય કુમારે તારીખ 9 જુલાઈના રોજ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક દિલના ધબકારા વધારી દે એવો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં અભિનેતાના માથા પર રાખ, લીલા રંગનો પેન્ટ, ગળામાં મોતિઓની માળા અને ઘુંટણ સુધી લાંબી જટામાં જોવા મળે છે. એટલું જ નહિં પરંતુ 'હર હર મહાદેવ'ના નારા સાથે લોકોની ભીડની વચ્ચેથી પસાર થતાં જોવા મળે છે. આ વીડિયો શેર કરીને તેમણે લખ્યું છે કે, 'OMG 2' નું ટીઝર તારીખ 11 જુલાઈએ રિલીઝ થશે. 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં'.

કલાકારો-ચાહકોની પ્રતિક્રિયા: અક્ષય કુમાર દ્વારા વીડિયો સોશિયલ મીડિયા પર શેર થતાં જ ફિલ્મ ઉદ્યોગના કાલકારો અને ચાહકોએ કોમેન્ટ બોક્સમાં પ્રતિક્રિયા આપવાનું શરુ કરી દીધું છે. પોસ્ટ પર શરારા ગર્લ અસ્મિતા શેટ્ટી, હુમા કુરેશી, સિંગર હંસરાજ રઘુવંશીએ પણ પ્રતિક્રિયા આપી છે. સિંગરે પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, 'જય શંકર'. જ્યારે ઘણા ચાહકોએ કોમેન્ટ બોક્સમાં 'હર હર મહાદેવ' લખ્યું છે.

અભિનેતાનો આગામી પ્રોજેક્ટ: ફિલ્મ નિર્માતાઓએ હાલમાં જ વકીલની ભૂમિકા નિભાવી રહેલી યામી ગૌતમનું પોસ્ટર રિલીઝ કર્યું હતું. અમિત રાય દ્વારા નિર્દેશિત ફિલ્મમાં 'OMGમાં અક્ષય કુમારે ભગવાન કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં અક્ષય કુમાર અને યામી ગૌતમ સાથે પંકજ ત્રિપાઠી પણ છે. અક્ષય કુમારના વર્કફ્રન્ટની વાત કરીએ તો, 'સોરારઈ પોટરુ'ની હિન્દી રીમેક પણ છે, જે તારીખ 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં રાધિકા મદાન અને પરેશ રાવલ પણ જોવા મળશે.

  1. Box Office Collection: 'સત્યપ્રેમ કી કથા' ફિલ્મનું 10 દિવસનું કલેક્શન, કામણીમાં 50 ટકાનો વધારો
  2. Shah Rukh Khan: 'જવાન' ફિલ્મમાં કિંગ ખાનનો ભયાનક અવતાર, તસવીર જોઈ આશ્ચર્યચકિત થઈ જશો
  3. Bigg Boss Ott 2: Ott 2ને 2 અઠવાડિયા માટે આગળ વધારવામાં આવ્યો, પુષ્ટી સલમાન ખાને કરી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.