ETV Bharat / entertainment

OMG 2 First Song: 'ઊંચી ઊંચી વાડી' સાંભળ્યુ તમે, OMG2-ફિલ્મ 11 ઓગસ્ટે રિલીઝ

author img

By

Published : Jul 18, 2023, 12:02 PM IST

Updated : Jul 18, 2023, 12:10 PM IST

ફિલ્મ નિર્માતાઓએ 'OMG 2'નું પ્રથમ ગીત રિલીઝ કર્યું છે. તારીખ 11 જુલાઈના રોજ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું, ત્યારથી જ દર્શકો ફિલ્મ જોવા માટે રાહ જોઈ રહ્યાં છે. 'ઊંચી ઊંચી વાડી' ગીત રિલીઝ કરીને ફરી એક વાર દર્શકોમાં ઉત્તેજના જગાડી છે. જુઓ અહિં વીડિયો સોન્ગ.

'OMG 2'નું પ્રથમ ગીત 'ઊંચી ઊંચી વાડી' આઉટ, ફિલ્મ 11 ઓગસ્ટે રિલીઝ થશે
'OMG 2'નું પ્રથમ ગીત 'ઊંચી ઊંચી વાડી' આઉટ, ફિલ્મ 11 ઓગસ્ટે રિલીઝ થશે

હૈદરાબાદ: બોલિવુડના સ્ટાર અક્ષય કુમાર અભિનીત ફિલ્મ 'OMG 2'નું આજે તારીખ 18 જુલાઈના રોજ પ્રથમ ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. આ એક કોમેડી-ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, પંકજ ત્રિપાઠી, યામી ગૌતમ, ગોવિન્દ નામદેવ અને અરુણ ગોવિલ સામેલ છે. ફિલ્મ તારીખ 11 ઓગસ્ટે સેનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ જ તારીખે બોક્સ ઓફિસ તુફાન મચાવવા માટે સની દેઓલની ફિલ્મ 'ગદર 2' પણ તૈયાર છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

પ્રથમ સોન્ગ રિલીઝ: ફિલ્મનું ટીઝર તારીખ 11 જુલાઈના રોજ રિલીઝ કરવમાં આવ્યુ હતું. ત્યારથી દર્શકોની ફિલ્મ જોવાની ઉત્સુક્તા ખુબજ વધી ગઈ હતી. ફિલ્મનું પ્રથમ સોન્ગ 'ઊંચી ઊંચી વાદી' નામનું પહેલું સોન્ગ આજે મંગળવારે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીત હંન્સરાજ રઘુવંશીએ ગાયું છે, હવે દર્શકો ફિલ્મ રિલીઝ થવાની રાહ જોઈ રહ્યાં છે.

ફિલ્મના કાલાકારોની ભૂમિકા: અમિત રાય દ્વારા નિર્દેશિત ફિલ્મમાં અક્ષય કુમાર શિવ તરીકેની ભૂમિકામાં અને પંકજ ત્રિપાઠી કાંતિ શરણ મુગદલની ભૂમિકામાં જોવા મળશે. આ દરમિયાન યામિ ગોતમ એ કામિની મહેશ્વરી તરીકેના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ કેપ ઓફ ગુજ ફિલ્મ્સ, viacom 18 સ્ટુડિયો અને વાકાઓ ફિલ્મ્સ દ્વારા નિર્મિત છે.

ગદર 2 સાથે ટક્કર: અક્ષય કુમારની ફિલ્મ 'OMG 2', રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ' અને સની દેઓલની ફિલ્મ 'ગદર 2' એક સાથે 11 ઓગસ્ટે રિલીઝ થવાની હતી. પરંતુ 'એનિમલ' ફિલ્મના નિર્માતાઓએ તારીખ મોકુફ રાખી હતી. હવે બોક્સ ઓફિસ પર 'OMG 2' અને 'ગદર 2' ટકરાશે. આ ફિલ્મ અરુણા ભાટિયા, વપુલ ડી. શાહ, અશ્વિન વર્ડે અને રાજેશ બહલ દ્વારા નિર્મિત છે. આ ફિલ્મ અમિત રાય દ્વારા લખવામાં આવી છે.

  1. Project K: ટાઈમ્સ સ્ક્વેર બિલબોર્ડ પર 'પ્રોજેક્ટ કે', ફિલ્મ ભારતનું સૌથી મોટું સિનેમેટિક યુનિવર્સ બનશે
  2. Nayanthara Jawan Poster: 'જવાન' ફિલ્મમાંથી નયનતારાનો ફર્સ્ટ લુક આવ્યો સામે, પોસ્ટર રિલીઝ
  3. Salman Khan: સલમાન ખાને કાસ્ટિંગને લઈને ઓફિશિયલ નોટિસ જારી કરી, કાનુની કાર્યવાહીની ચેતવણી આપી
Last Updated :Jul 18, 2023, 12:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.