ETV Bharat / entertainment

અક્ષય કુમારે તેમની પ્રથમ મરાઠી ફિલ્મ વેડાત મરાઠે વીર દૌડલે સાતનું શૂટિંગ કર્યું શરૂ

author img

By

Published : Dec 6, 2022, 1:27 PM IST

અક્ષય કુમારે મરાઠી ફિલ્મ (Akshay Kumar Marathi Movie) વેડાત મરાઠે વીર દૌડલે સાત (Vedat Marathe Veer Daudale Saat) નું શૂટિંગ શરૂ કરી દીધું છે. જેમાં અક્ષય કુમાર છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે.

Etv Bharatઅક્ષય કુમારે તેમની પ્રથમ મરાઠી ફિલ્મ વેડાત મરાઠે વીર દૌડલે સાતનું શૂટિંગ કર્યું શરૂ
Etv Bharatઅક્ષય કુમારે તેમની પ્રથમ મરાઠી ફિલ્મ વેડાત મરાઠે વીર દૌડલે સાતનું શૂટિંગ કર્યું શરૂ

હૈદરાબાદ: બોલિવૂડના 'ખિલાડી' અક્ષય કુમારે મંગળવારે (તારીક 6 ડિસેમ્બર)થી તેની મરાઠી ડેબ્યૂ ફિલ્મ (Akshay Kumar Marathi Movie) 'વેડાત મરાઠે વીર દૌડલે સાત' (Vedat Marathe Veer Daudale Saat)નું શૂટિંગ શરૂ કરી દીધું છે. તાજેતરમાં મહેશ માંજરેકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, MNS પ્રમુખ રાજ ઠાકરે અને અક્ષય કુમારની હાજરીમાં આ મેગા ફિલ્મની જાહેરાત કરી હતી. ફિલ્મના લોન્ચિંગ સમયે અક્ષય કુમારે કહ્યું હતું કે, રાજ ઠાકરેએ તેમને છત્રપતિ શિવાજી મહારાજનું પાત્ર ભજવવાનો આગ્રહ કર્યો હતો. અક્ષય કુમાર આ ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજની મહત્વની ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે. અક્ષય કુમારે પોતે સોશિયલ મીડિયા પર શૂટિંગ શરૂ કરવાની માહિતી આપી છે. અક્ષયે આ પોસ્ટમાં એક તસવીર પણ શેર કરી છે.

અક્ષય કુમારે આશીર્વાદ માંગ્યા: અક્ષય કુમારે થોડા સમય પહેલા પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, તે આ મરાઠી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યો છે. અક્ષયે આ પોસ્ટમાં લખ્યું છે કે, 'આજે હું મરાઠી ફિલ્મ 'વેડાત મરાઠે વીર દૌડલે સાત'નું શૂટિંગ શરૂ કરી રહ્યો છું, જેમાં હું છત્રપતિ શિવાજી મહારાજજીની ભૂમિકા ભજવવાનું મળ્યુ એ માટે ભાગ્યશાળી છું, તેમના જીવનમાંથી પ્રેરણા લઈને અને માતા જીજાઉ પાસેથી પ્રેરણા લઈ રહ્યો છું. 'આશીર્વાદ સાથે મારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશ, આશીર્વાદ આપતા રહોજો'.

ટીઝર પણ રિલીઝ: આ પહેલા મરાઠી ફિલ્મ 'વેડાત મરાઠે વીર દૌડલે સાત'નું એનિમેટેડ ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મથી અક્ષય કુમાર મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પહેલું પગલું ભરવા જઈ રહ્યો છે. આ દરમિયાન અક્ષય કુમારનો ફિલ્મનો ફર્સ્ટ લુક પણ લોન્ચ કરવામાં આવ્યો હતો.

ફિલ્મમાં રોલની ભૂમિકા: ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમાર સિવાય 'બિગ બોસ મરાઠી' ફેમ જય દુધાને, ઉત્કર્ષ શિંદે અને વિશાલ પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે. મહેશ માંજરેકરના પુત્ર સત્ય માંજરેકરને પણ આ ફિલ્મમાં મોટો રોલ મળ્યો છે. સત્ય ફિલ્મમાં દત્તાજી એક પાનાની ભૂમિકા ભજવતા જોવા મળશે. ફિલ્મની સ્ટોરી 7 મરાઠા હીરોની છે, જેમાંથી એક મરાઠા છત્રપતિ શિવાજી મહારાજ છે. જેનું પાત્ર અક્ષય કુમાર પોતે ભજવી રહ્યા છે.

ફિલ્મ હિન્દીમાં રિલીઝ થશે: 'વેડાત મરાઠે વીર દૌડલે સાત' વિશે ચર્ચા છે કે, આ ફિલ્મ હિન્દી ભાષામાં પણ રિલીઝ થવાની છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ આવતા વર્ષે દિવાળી પર રિલીઝ થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.