ETV Bharat / entertainment

Adipurush: મનોજ મુન્તાશીરીનો ઈન્ટરવ્યુ આવ્યો સામે, પોતાની શૈલીમાં જવાબ આપીને માંગી માફી

author img

By

Published : Jun 17, 2023, 5:15 PM IST

Updated : Jun 17, 2023, 5:32 PM IST

મનોજ મુન્તાશીરીનો ઈન્ટરવ્યુ, પોતાની શૈલીમાં જવાબ આપીને માંગી માફી
મનોજ મુન્તાશીરીનો ઈન્ટરવ્યુ, પોતાની શૈલીમાં જવાબ આપીને માંગી માફી

હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'આદિપુરુષ'ને તેના ખરાબ ડાયલોગ્સ અને VFXને કારણે ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન ફિલ્મના ડાયલોગ રાઈટર મનોજ મુન્તાશીરનો એક ઈન્ટરવ્યુ સામે આવ્યો છે, જેમાં તેણે ફિલ્મને લઈને થઈ રહેલી તમામ ટીકાઓનો જવાબ આપતાં ફિલ્મને મનોરંજન તરીકે લેવાનું કહ્યું છે.

મુંબઈઃ ઓમ રાઉતની ફિલ્મ 'આદિપુરુષ' રિલીઝ થઈ ત્યારથી જ વિવાદોમાં ફસાઈ ગઈ છે. ફિલ્મના નબળા VFX અને ડાયલોગ્સને કારણે તેને ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તે જ સમયે, તેમાં ભજવવામાં આવેલા મુખ્ય પાત્રોને પણ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. અને તાજેતરમાં જ ફિલ્મના સંવાદો લખનાર લેખક મનોજ મુન્તાશીરે 'આદિપુરુષ'માં બોલાયેલા સંવાદો અંગે પોતાની સ્પષ્ટતા આપી છે. સાથે જ લોકોને આજના વાતાવરણમાં તેમના લેખન મુજબ રામ કથા રજૂ કરવાની પહેલ વિશે પણ જણાવવામાં આવ્યું હતું.

વિરોધ-ટીકાઓનો જવાબ: આદિપુરુષના મુખ્ય પાત્રો દ્વારા બોલવામાં આવેલા સંવાદો સૌથી વધુ ટ્રોલ થઈ રહ્યા છે. જે જાણીતા લેખક મનોજ મુન્તાશીરે લખી છે. હનુમાનના પાત્ર દ્વારા બોલાયેલો એક સંવાદ, 'કપડા તેરે બાપ કા, તેલ તેરે બાપ કા, લંકા તેરે બાપ કી. તો જલેગી ભી તેરે બાપ કી'. દર્શકોએ આનો વિરોધ પણ કર્યો છે. હાલમાં જ મનોજ મુન્તાશીરનો એક ઈન્ટરવ્યુ સામે આવ્યો છે, જેમાં તેણે ફિલ્મને લઈને થઈ રહેલા તમામ વિરોધ અને ટીકાઓનો જવાબ આપ્યો છે.

લેખકે માંગી માફી: મનોજ મુન્તાશીરે જવાબમાં જણાવ્યું હતું કે, ''હા, અમે રામાયણમાંથી જ પ્રેરણા લીધી છે. આ સાથે અમે આખી રામાયણ નથી બનાવી પરંતુ તેના મુખ્ય ભાગ પર જ ફિલ્મ બનાવી છે. અમે ફક્ત આવનારી પેઢીને રામાયણથી વાકેફ કરવા માગતા હતા, તે પણ સરળ ભાષામાં અને તે જ વિચાર સાથે અમે તેને બનાવ્યું હતું.'' આગળ મનોજ મુન્તાશીરે પોતાની વાત રાખી અને કહ્યું કે, ''સરળ રીતે કહીએ તો અમે આ ફિલ્મ વૃદ્ધો માટે નહીં, પરંતુ બાળકો માટે બનાવી છે, જેથી તેઓ આપણી પ્રાચીન સંસ્કૃતિથી વાકેફ થઈ શકે અને જો આનાથી વડીલોની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો હું તેની માફી માંગુ છું.''

  1. Sunny Deol Mehndi: સની દેઓલના ઢાઈ કિલોના હાથ પર મહેંદી લગાવનાર સુરતની નિમિષા પારેખ, લોકોએ કરી પ્રસંશા
  2. Saif Ali Khan: સૈફ અલી ખાન તેમના પુત્રો સાથે 'આદિપુરુષ' સ્ક્રિનિંગમાં હાજરી આપી, વીડિયો વાયરલ
  3. Ameesha Patel: ગદરની સકીના પડદામાં કોર્ટ પહોંચી, અઢી કરોડની છેતરપિંડીનો આરોપ
Last Updated :Jun 17, 2023, 5:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.