ETV Bharat / entertainment

Akshay Kumar birthday: અક્ષય કુમારના જન્મદિવસ પર જાણો તેમની સંઘર્ષમય સ્ટોરી, 'સૌગંધ'ની લઈને 'OMG 2' સુધી

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 9, 2023, 3:06 PM IST

અક્ષય કુમારના જન્મદિવસ પર જાણો તેમની સંઘર્ષમય સ્ટોરી, 'સૌગંધ'ની લઈને 'OMG 2' સુધી
અક્ષય કુમારના જન્મદિવસ પર જાણો તેમની સંઘર્ષમય સ્ટોરી, 'સૌગંધ'ની લઈને 'OMG 2' સુધી

વર્ષ 1967માં પંજાબમાં જન્મેલા બોલિવુડ અભિનેતા અક્ષય કુમાર આજે પોતાનો 56મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. અક્ષય કુમાર એક એવા અભિનેતા છે, જેઓ વર્ષ દરમિયાન સૌથી વધુ ફિલ્મો બનાવે છે. આજે વેઈટરથી લઈને મોડલિંગ અને અભિનેતા સુધીની તેમની સફર પર એક નજર કરીએ.

હૈદરાબાદ: બોલિવુડ ફિલ્મ ઉદ્યોગમાં જોવા મળતા હીરો અચાનક કે ચમત્કાર સ્વરુપે અભિનેતા બની જતા નથી. તેમણે અભિનેતા બનવા માટે અનેક પડકારોનો સામનો કર્યો હોય છે. સુખ-દુ:ખ, તાઢ-તડકો, યશ-અપયશ જેવી તમામ પરિસ્થિતિઓમાંથી પસાર થયા હોય છે. તો આજે એવા જ સંઘર્ષમાંથી પસાર થયેલા બોલિવુડ અભિનેતા અક્ષય કુમારની કારકિર્દી પર એક નજર કરીએ.

અભિનેતાને માર્શલ આર્ટનો શોખ હતો: અક્ષય કુમાર માર્શલ આર્ટ શીખવા માંગતા હતા. પરંતુ તેમની આર્થિક પરિસ્થિતિને કારણે માર્શલ આર્ટ શીખી શકે તેમ નહોતું. તેમના પિતાએ માર્શલ આર્ટ શીખવવા માટે બેંગકોક મોકલ્યા હતા. તેમના પિતાએ લોન લઈને અક્ષય કુમારની બેંગકોકની ટિકિટ ખરીદી હતી. અક્ષય કુમારે બેંગકોકમાં લગભગ 5 વર્ષ વિતાવ્યા હતા. ત્યારબાદ તેમણે મુંબઈની એક રેસ્ટોરન્ટમાં વેઈટરની નોકરી મળી હતી. આ નોકરીની સાથે તેમણે બોક્સિંગની પ્રેક્ટિસ કરી હતી. ત્યાર બાદ તેમણે કોલકત્તાની એક ટ્રાવેલ એજન્સિમાં જોડાયા હતા. અહીં કામ કર્યા બાદ તેઓ ઢાકા ગયા હતા, જ્યાં તેમણે મુંબઈના જ્વેલરી વેચવાનું શરુ કર્યું હતું.

અક્ષય કુમારને ડાકુઓએ લુંટી લીધા: અક્ષય કુમારે ફ્રન્ટિયર મેલ ટ્રેનમાં જ્વેલરી પણ વેચી હતી. જ્વેલરીના ધંધામાં તેઓ મહિને લગભગ 5 થી 6 હજાર રુપિયાની કમાણી કરી લેતા હતા. અક્ષય કુમાર એક વાર આશરે 5 હજાર રુપિયાના પોશાક અને જ્વેલરી લઈને ટ્રેનમાં ચડ્યા ત્યારે, ચંબલ ક્ષેત્રથી ટ્રેન પસાર થતા તેમના પર ડાકુઓએ હુમલો કર્યો હતો. આ એક ભયાનક દુર્ઘટના હતી, જેમાં અક્ષય કુમાર ડરી ગયા હતા. ડાકુઓ પાસે બંદુકો હતી અને લોકોને લૂંટી રહ્યાં હતા. આ દરમિયાન તેમણે સુઈ રહ્યા હોય તેવું વર્તન કર્યું હતું. ડાકુઓ તેમનો સામાન લુંટી ગયા હતા. અક્ષય કુમારે મોડલિંગ કરીને પૈસા કમાવવાનું શરું કર્યું હતું. તેમને દિવસના શૂટમાં કેટલીક તસવીરો ક્લિક કરવા માટે તેમને આશરે 21,000 રુપિયા આપવામાં આવતા હતા.

અક્ષય કુમારની ફિલ્મની શરુઆત: અક્ષય કુમારે જ્યારે ફિલ્મની શરુઆત ન કરી હતી ત્યારે, તેઓ એક ફોટોગ્રાફરના લાઈટમેન તરીકે કામ કર્યું હતું. એટલું જ નહીં, પરંતુ સ્ટાર્સના ફોટોશૂટ દરમિયાન અક્ષય કુમાર લાઈટ હાથમાં પકડીને અભા રહ્યા હતા. એક દિવસ આવી જ રીતે ગોવિંદાએ અક્ષય કુમારને જોયા અને કહ્યું હતું કે, ''તમે દેખાવમાં સુંદર છો તો, હીરો કેમ નથી બની જતા.'' ગોવિંદાના નિર્દેશનના કારણે અક્ષય કુમારનું એક્ટિંગ કરવા પર ધ્યાન દોરાયું હતું. અક્ષય કુમારનો આ ઉત્સાહ જોઈ એક ફોટોગ્રાફરે ફ્રીમાં તેમનો એક પોર્ટફોલિયો બનાવ્યો હતો. અભિનેતાની રસપ્રદ વાત એ છે કે, ફોટોશૂટ માટે દીવાલ પર ચઢી ગયા ત્યારે ગાર્ડે તેમનો પીછો કર્યો હતો અને અક્ષય કુમારનું અપમાન કર્યું હતું. અક્ષય કુમાર ફોટોશૂટ માટે જે દિવાલ પર ચઢ્યા હતા તે દિવાલ આજે તેમના ઘરની છે

સૌગંધથી ફિલ્મની શરુઆત કરી હતી: મોડલિંગ માટે અક્ષય કુમાર મુંબઈથી બેંગલોર જવા માટે રવાના થયા હતા. પરંતુ તેઓ ફ્લાઈટ ચૂકી જતા નિરાશ થઈ ઘરે પરત ફર્યા હતા. ત્યાર બાદ તેઓ સાંજના સમયે નટરાજ સ્ટુડિયો તરફ ફરતા હતા, ત્યારે એક મેકઅપ આર્ટિસ્ટ નરેન્દ્ર દાદાએ તેમનો એક પોર્ટફોલિયો લઈ લીધો હતો. નરેન્દ્ર દાદાએ નિર્માતા પ્રમોદ ચક્રવર્તીને આ પોર્ટફોલિયો બતાવ્યો હતો. ત્યારે પ્રમોદ ચક્રવર્તીએ કેબિનમાં બોલાવ્યા હતા. આ દરમિયાન તસવીર જોઈ નિર્માતાએ અક્ષય કુમારને ફિલ્મમાં હીરો બનવાની ઓફર કરી હતી. અક્ષય કુમારે પ્રથમ ફિલ્મ 'સૌગંધ'થી ફિલ્મની શરુઆત કરી હતી. આ ફિલ્મ માટે તેમને લગભગ 5001 રુપિયાનો ચેક મળ્યો હતો.

અક્ષય કુમારની ફિલ્મ: સૌગંધ ફિલ્મમાં કામ કર્યા બાદ એક પછી એક અનેક ફિલ્મો બનાવી હતી. બાદમાં 'ખિલાડી', 'મોહરા', 'જાનવર', 'યે દિલ્લગી', 'ધડકન', 'અંદાજ', 'નમસ્તે લંડન', 'હેરા ફેરી', 'મુજસે સાદી કરોગી', 'ફિર હેરા ફેરી', 'ભુલ ભુલૈયા', 'સિંઘ ઈઝ કિંગ', 'અજનબી', 'ગરમ મસાલા', 'રાઉડી રાઠોડ', 'હોલીડે', 'બેબી', 'એરલિફ્ટ', 'રુસ્તમ', 'ટોયલેટ', 'કેસરી', 'મિશન મંગલ', 'હાઉસ્ફુલ 2', 'સુર્યવંશી', 'OMG' અને 'OMG 2' સૂધીની સફર કરી હતી. હવે આગામી ફિલ્મ 'મિશન રાણીગંજ'માં જોવા મળશે. અક્ષય કુમારની ખાસ વાત એ છે કે, વર્ષ 1991 થી એક પણ વર્ષ એવું નથી ગયું જ્યારે તેમની કોઈ ફિલ્મ રિલીઝ ન થઈ હોય.

ભારતીય નાગરિક્તા: અક્ષય કુમારને કેનેડિયન કહી યુઝર્સો બોલાવતા હતા, પરંતુ તેમને તારીખ 15મી ઓગસ્ટના રોજ ભારતીય નાગરીકતા મળતા તેઓ ભારતીય છે. અક્ષય કુમાર એક એવા અભિનેતા છે, જેઓ વર્ષમાં લગભગ 3 ફિલ્મો બનાવે છે. એટલું જ નહીં, પરંતુ વર્ષ 2010થી હમણાં સુધી તેમણે લગભગ 44 જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે. આ સરખામણીએ બોલિવુડના સુપરસ્ટાર સલમાન ખાન, શાહરુખ ખાન અને આમિરખાને લગભગ 41 ફિલ્મ કરી છે. આમ અક્ષય કુમારની ફિલ્મ અન્ય અભિનેતાઓની તુલનાએ વધુ ફિલ્મ બનાવી છે. અક્ષય કુમાર એક એવા અભિનેતા છે, જેમણે માત્ર 32 વર્ષના સમયગાળા દરમિયાન લગભગ 132 ફિલ્મોમાં અભિનય કર્યો છે.

ત્રણ ખાનનો બોલિવુડમા દબદબો: અક્ષય કુમારે એવા સમયે બોલિવુડ ફિલ્મ ઉદ્યોગમાં એન્ટ્રી કરી હતી જ્યારે, ત્રણ ખાનનો દબદબો હતો. સલમાન ખાન, શાહરુખ ખાન અને આમિરખાને 90ના દાયકામાં દર્શકોના દીલો પર રાજ કરતા હતા. તેઓએ થિયેટરોમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું, ત્યારે અક્ષય કુમારે પોતાની શાનદાર અને કુશળ અભિનયથી ચાહકોના દીલ જીતવામાં સફળ થયા હતા. તેઓ એક વિદેશી હોવા છતાં, ભારતીય સિનેમાજગતમાં સારી નામના મેળવી છે. એટલું જ નહીં, પરંતુ તેમની ફિલ્મો પણ હીટ રહી છે.

વિશ્વના સૌથી વધુ કમાણી કરનારા અભિનેતા: અક્ષય કુમાર નેટવર્થમાં પણ આગળ છે. અક્ષય કુમારની કુલ સંપત્તી 2060 કરોડ રુપિયાથી પણ વધુની હોવાનો અંદાજ છે. અક્ષય કુમાર વર્ષ 2022માં વિશ્વના સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાઓની ફોર્બ્સની લીસ્ટમાં બાજી નંબરનું સ્થાન ધરાવે છે. લગભગ છેલ્લા 15 વર્ષના સમયગાળા દરમિયાન તેમણે ખૂબ જ કમાણી કરી છે, જેટલી અન્ય કોઈ અભિનેતાએ કરી નથી.

અક્ષય કુમારની આગામી ફિલ્મ: અક્ષય કુમાર પોતાની આગામી ફિલ્મ લઈને આવી રહ્યા છે. 'OMG 2' બાદ હવે તેઓ બોક્સ ઓફિસ પર 'મિશન રાણીગંજ: ધ ગ્રેટ ભારત રેસ્ક્યૂ' સાથે કમબેક કરી રહ્યા છે. અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠી અભિનીત ફિલ્મ 'OMG 2' કંઈ ખાસ કમાલ કરી શકી નથી. ત્યારે તેઓ હવે ભયાનક અકસ્માત પર આધારિત ફિલ્મ 'મિશન રાણીગંજથ' સાથે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરવા માટે તૈયારી કરી રહ્યા છે. તેમણે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મનો ફર્સ્ટ લુક અને ટીઝર શેર કરીને ચાહકોમાં ઉત્તેજના વધારી દીધી છે. આ ફિલ્મ વાસ્તવિક ઘટના પર આધારિત છે, જે સ્વર્ગીય જસવન્ત સિંહ ગિલની વીરતા પર બનાવવામાં આવેલી ફિલ્મે છે.

  1. Mission Raniganj Teaser: અક્ષય કુમારની આગામી 'મિશન રાણીગંજ' ફિલ્મનું ટીઝર આઉટ, જુઓ અહીં
  2. Actor Akshay Kumar: અક્ષય કુમારે જન્મદિવસે મહાકાલના દર્શન કર્યા, ક્રિકેટર શિખર ધવને પણ આશીર્વાદ લીધા
  3. Jawan Box Office Collection: 'જવાન' બોક્સ ઓફિસ પર છવાઈ, ફક્ત 3 દિવસમાં 200 કરોડની કમાણી કરશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.