ETV Bharat / entertainment

Rashmika Mandanna Birthday: રશ્મિકાનો 27મો જન્મદિવસ, તેના કેટલાક ખાસ ડાન્સ સ્ટેપ પર એક નજર

author img

By

Published : Apr 5, 2023, 11:03 AM IST

ટોલીવુડથી લઈને બોલિવૂડ સુધી પોતાની એક્ટિંગ અને સુંદરતાના કારણે લોકોને દિવાના બનાવનાર રશ્મિકા મંદન્નાનો આજે જન્મદિવસ છે. રશ્મિકા એક્ટ્રેસ ઉપરાંત એક શાનદાર ડાન્સર પણ છે. તેણે ઘણી ફિલ્મોમાં જોરદાર ડાન્સ કર્યો છે. તેમના ફેમસ ડાન્સ સોન્ગ પર એક નજર કરીએ.

Rashmika Mandanna Birthday: રશ્મિકાનો 27મો જન્મદિવસ, તેના કેટલાક ખાસ ડાન્સ સ્ટેપ પર એક નજર
Rashmika Mandanna Birthday: રશ્મિકાનો 27મો જન્મદિવસ, તેના કેટલાક ખાસ ડાન્સ સ્ટેપ પર એક નજર

હૈદરાબાદ: સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અભિનેત્રી તરીકે પોતાની યોગ્યતા સાબિત કરનારી 'સામી ગર્લ' રશ્મિકા મંદન્નાએ વર્ષ 2022માં ફિલ્મ 'ગુડ બાય'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તે બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે એક્ટિંગ કરતી જોવા મળી હતી. અભિનય ઉપરાંત રશ્મિકા એક શાનદાર ડાન્સર પણ છે. રશ્મિકા તેના ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તો ચાલો એક નજર કરીએ રશ્મિકાના 27માં જન્મદિવસ પર તેના કેટલાક ખાસ ડાન્સ સ્ટેપ પર.

આ પણ વાંચો: સલમાન ખાનનું મોસ્ટ અવેટેડ ગીત 'યંતમ્મા' માં જોવા મળ્યો ભાઈજાનનો અનોખો સ્વેગ

રશ્મિકા મંદન્ના ટોપ ડાન્સ: 'સામી ગર્લ' રશ્મિકા મંદન્ના તારીખ 5 એપ્રિલા રોજ તેના 27માં જન્મદિવસની ઉજવણી કરી રહી છે. રશ્મિકા તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર નવા ડાન્સ વીડિયો શેર કરતી રહે છે. તેણીએ ગીતમાં અદભૂત ડાન્સ પણ કર્યો છે. પછી તે ફિલ્મ 'પુષ્પા'નું ગીત 'સામી સામી' હોય કે પછી 'ટોપ ટકર' ગીત.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'સામી સામી' ગીત: 'સામી સામી' એ વર્ષ 2021માં રિલીઝ થયેલ 'પુષ્પા- ધ રાઇઝ'નું સૌથી લોકપ્રિય ગીત છે. રશ્મિકાએ આ ગીતની બીટ પર અદ્ભુત સ્ટેપ્સ કર્યા હતા. આ ગીત પર ઘણી રીલ બનાવવામાં આવી છે. આ ગીતમાં રશ્મિકા સાથે અલ્લુ અર્જુન પણ જોવા મળ્યો હતો.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'ટોપ ટકર': રશ્મિકાની વર્ષ 2021માં બીજી રિલીઝ હતી અને તે હતી 'ટોપ ટકર'. આ ગીત બાદશાહ, ઉચના અમિત, યુવા શંકર રાજા અને જોનીતા ગાંધીએ ગાયું હતું. આ આલ્બમમાં રશ્મિકા સંગ બાદશાહ, ઉચના અમિત, યુવા શંકર રાજા સાઉથ સ્ટાઈલમાં જોવા મળ્યા હતા. જ્યારે રશ્મિકાએ ખૂબ જ સારો ડાન્સ કર્યો હતો.

આ પણ વાંચો: Thalapathy Vijay: ઈન્સ્ટાગ્રામ પર વિજયની આગ, ફોલોઅર્સની રેસમાં સાઉથના ઘણા સ્ટાર્સને પાછળ છોડી દીધા

રંજીતામે: વર્ષ 2023માં ટોલીવુડ સુપરસ્ટાર વિજય અને રશ્મિકા મંદન્નાની વારિસુ ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું એક ગીત 'રંજીતામે' ખૂબ જ લોકપ્રિય થયું છે. રશ્મિકાએ આ ગીતમાં વિજય સાથે ખૂબ જ દમદાર ડાન્સ પણ કર્યો છે. આ ગીતમાં રશ્મિકાનો લુક હોટ હતો.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ધ હિક સોન્ગ: ફિલ્મ 'ગુડબાય'નું 'ધ હિક સોંગ' એક પાર્ટી સોંગ છે. આ ગીતમાં રશ્મિકા એક વખત ક્લબમાં ડાન્સ કરતી જોવા મળે છે. જ્યાં તે ડિસ્કો બીટ્સ પર જોરદાર ડાન્સ કરતી જોવા મળે છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'માઇન્ડ બ્લોક': 'માઈન્ડ બ્લોક' એ વર્ષ 2020માં રિલીઝ થયેલી તેલુગુ ફિલ્મ 'સરીલેરુ નીકેવરુ'નું એક ગીત છે. જેમાં રશ્મિકા મંદન્ના અને મહેશ બાબુએ ડાન્સ કર્યો છે. આ ગીત બ્લેઝ અને રાનીના રેડ્ડીએ ગાયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.