ETV Bharat / entertainment

Cannes Film Festival: એક સાથે 4 ભારતીય ફિલ્મની પસંદગી, ઓસ્કાર વિજેતા રેડ કાર્પેટ પર ચમકશે

author img

By

Published : May 15, 2023, 12:34 PM IST

આ વર્ષે ફ્રાન્સમાં યોજાનારી કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી ડૉ.એલ. મુરુગન કાન્સ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય પ્રતિનિધિનું નેતૃત્વ કરશે. ઉદઘાટન સયમ દરમિયાન પરંપરાગત તમિલ ડ્રેસ 'વેષ્ટી' માં રેડ કાર્પેટ પર ચાલતા ડો. મુરુગનની સાથે ફિલ્મ નિર્માતા ગુનીત મોંગા, ધ એલિફન્ટ વ્હીસ્પર્સ ફેમ, માનુષી છિલ્લર, ભારતીય અભિનેત્રી, મોડેલ અને સ્પર્ધાની વિજેતા જોવા મળશે.

4 ભારતીય ફિલ્મની પસંદગી, ઓસ્કાર વિજેતા ગુનીત અને માનુષી રેડ કાર્પેટ પર ચમકશે
4 ભારતીય ફિલ્મની પસંદગી, ઓસ્કાર વિજેતા ગુનીત અને માનુષી રેડ કાર્પેટ પર ચમકશે

નવી દિલ્હી: કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2023નું આયોજન 16 થી 27 મે દરમિયાન ફ્રાન્સના તટીય વિસ્તાર ફ્રેન્ચ રિવેરા ખાતે કરવામાં આવી રહ્યું છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માટે 4 ભારતીય ફિલ્મ પસંદ કરવામાં આવી છે. કાનુ બહલની 'આગ્રા' તેની બીજી ફિલ્મ હશે, જેનો વર્લ્ડ પ્રીમિયર કાન્સના ડિરેક્ટર્સ ફોર્ટનાઈટમાં થશે. તેની 2014ની પ્રથમ ફિલ્મ તિતલીને 'અન સર્ટેન રિગાર્ડ' શ્રેણીમાં દર્શાવવામાં આવી હતી. આ વર્ષે ભારતીય પ્રતિનિધિનું નેતૃત્વ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી ડૉક્ટર એલ. મુરુગન કરશે.

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2023: અનુરાગ કશ્યપની 'કેનેડી' મિડનાઈટ સ્ક્રિનિંગમાં દર્શાવવામાં આવશે અને નેહેમિચ ફેસ્ટિવલ ડી કાન્સના લા સિનેફ વિભાગમાં દર્શાવવામાં આવશે. આ ઉપરાંત માર્ચે ડુ ફિલ્મ્સમાં ઘણી ભારતીય ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી છે. 'ઈશાનૌ', એક પુનઃનિર્મિત મણિપુરી ફિલ્મ 'ક્લાસિક્સ' વિભાગમાં દર્શાવવામાં આવશે. આ ફિલ્મ સૌપ્રથમ વર્ષ 1991 ફેસ્ટિવલના 'અન સર્ટન રિગાર્ડ' વિભાગમાં દર્શાવવામાં આવી હતી અને તેની ફિલ્મ રીલ્સને ભારતિય રાષ્ટ્રીય ફિલ્મ સંગ્રહાલય દ્વારા દ્વારા સાચવવામાં આવી છે. મણિપુર સ્ટેટ ફિલ્મ ડેવલપમેન્ટ સોસાયટીએ ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન અને પ્રસાદ ફિલ્મ લેબ્સ દ્વારા ફિલ્મને ફરીથી તૈયાર કરી છે.

માનુષી છિલ્લરે વોક કરશે: ભારતીય સિનેમા ખરેખર પરિપક્વ છે. ધ એલિફન્ટ વ્હીસ્પર્સ ફેમના ફિલ્મ નિર્માતા ગુનીત મોંગા અને ભારતીય અભિનેત્રી મૉડલ અને મિસ વર્લ્ડ 2017 વિજેતા માનુષી છિલ્લરે રેડ કાર્પેટ પર વોક કરશે. આ ઉપરાંત ભારતીય સિનેમાની વખાણાયેલી અભિનેત્રી એશા ગુપ્તા અને પ્રખ્યાત મણિપુરી અભિનેતા કંગબમ તોમ્બા પણ 16 મેથી શરૂ થઈ રહેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર વોક કરતા જોવા મળશે. કંગબમ તોમ્બાની રીમાસ્ટર કરેલી ફિલ્મ 'ઈશાનૌ' આ વર્ષે કેન્સ ક્લાસિક્સ વિભાગમાં પ્રદર્શિત થઈ રહી છે.

પેવેલિયનની ડિઝાઇન: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન અમદાવાદે ઇન્ડિયા પેવેલિયનની કલ્પના અને ડિઝાઇન તૈયાર કરી છે. જે વૈશ્વિક સમુદાયને 'ભારત કી રચનાત્મક અર્થવ્યવસ્થા કા પ્રદર્શન' થીમ પર આધારિત છે. પેવેલિયનની ડિઝાઇન સરસ્વતી યંત્રથી પ્રેરિત છે. જે જ્ઞાન, સંગીત, કલા, વાણી અને વિદ્યાની દેવી સરસ્વતીનું અમૂર્ત પ્રતિનિધિત્વ છે. પેવેલિયનના રંગ ભારતના રાષ્ટ્રધ્વજના વાઇબ્રન્ટ રંગ, કેસરી, સફેદ અને લીલા અને વાદળીથી પ્રેરિત છે.

નેટવર્ક માટેનું પ્લેટફોર્મ: માહિતી પ્રસારણ મંત્રાલય કહે છે કે, કેસરી રંગ દેશની તાકાત અને હિંમતનું પ્રતિનિધિત્વ કરે છે. સફેદ રંગ આંતરિક શાંતિ અને સત્યનું પ્રતિનિધિત્વ કરે છે. લીલો રંગ જમીનની ફળદ્રુપતા, વિકાસ અને શુભતા દર્શાવે છે અને વાદળી રંગ ધર્મ અને સત્યના કાયદાનું પ્રતિનિધિત્વ કરે છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં પ્રતિભાનો વિશાળ પૂલ છે અને ઈન્ડિયા પેવેલિયન ભારતીય ફિલ્મ સમુદાયને વિતરણ વ્યવસાય, ગ્રીનલાઈટ સ્ક્રિપ્ટ્સ, સહયોગ અને વિશ્વની અગ્રણી મનોરંજન અને મીડિયા કંપનીઓ સાથે નેટવર્ક બનાવવા માટે પ્લેટફોર્મ પૂરું પાડશે.

આ પણ વાંચો:

  1. Mother's Day 2023: આલિયા ભટ્ટથી લઈને ગૌહર ખાન સુધી, બોલિવૂડની અભિનેત્રીઓ તેમના પ્રથમ મધર્સ ડેની ઉજવણી કરી
  2. Mothers Day 2023: માતાને સમર્પિત બોલિવૂડ ગીતો, જુઓ વીડિયો
  3. Madhuri Dixit Birthday: માધુરીએ પોતાના કરિયરના ઊતાર ચડાવમાંથી આ વસ્તુ શીખી

76મો કાન્સ ફેસ્ટિવલ: કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર 76મા કાન્સ ફેસ્ટિવલના ઉદઘાટન સત્રને વીડિયો સંદેશ દ્વારા સંબોધિત કરશે. સંબોધનમાં ભારતને સામગ્રી નિર્માણના વૈશ્વિક હબ તરીકે રજૂ કરવામાં આવશે. માહિતી અને પ્રસારણ મંત્રાલયના જણાવ્યા અનુસાર શી શાઈન સિનેમામાં મહિલાઓનું યોગદાન ફિલ્મ નિર્માણમાં મહિલાઓની હાજરીને રેખાંકિત કરશે. તે રોજગાર કરતાં વધુ મહત્વપૂર્ણ છે. કારણ કે, તે મોટા સાંસ્કૃતિક મુદ્દામાં ફાળો આપે છે.

સાંસ્કૃતિક આદાનપ્રદાનનું સ્થળ: IFFI, 2020માં યુવા ફિલ્મ પ્રતિભાઓને આગળ વધારવા માટે '75 ક્રિએટિવ માઇન્ડ ઑફ ટુમોરો' ના ફોર્મેટ પર આધારિત સત્રમાં તેમની સફળતાની સ્ટોરીઓ પ્રદર્શિત કરશે. આ સત્ર યુવા ફિલ્મ પ્રતિભાઓને વધુ સહયોગ મેળવવામાં પણ મદદ કરશે. મંત્રાલયનું કહેવું છે કે, કાન હંમેશા ભારત અને ફ્રાન્સ બંને માટે ખાસ રહ્યું છે અને સાંસ્કૃતિક આદાનપ્રદાન માટે એક પ્રતિષ્ઠિત સ્થળ બની રહેશે. ગયા વર્ષે માર્ચે ડુ કાન્સમાં ભારત 'કન્ટ્રી ઑફ ઓનર' હતું. હવે આ વર્ષે ઓસ્કારમાં ભારતીય ફિલ્મની સફળતા 'RRR' એ 'નાટુ-નાટુ' નૃત્ય માટે સમગ્ર વિશ્વને મંત્રમુગ્ધ કરી અને ધ એલિફન્ટ વ્હીસ્પર્સે શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી શોર્ટ કેટેગરીનો ઓસ્કાર જીત્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.