ગોલ્ડમાં રોકાણના નામે કરોડોનું કૌભાંડ, સાયબર ક્રાઈમે કરી તપાસ શરૂ

author img

By

Published : Nov 17, 2022, 6:11 PM IST

ગોલ્ડમાં રોકાણના નામે કરોડોનું કૌભાંડ, સાયબર ક્રાઈમે કરી તપાસ શરૂ

ગુજરાતભરમાં લોકો સારૂ વળતર માટે નાનું મોટું રિસ્ક લેતા હોય છે પણ લોકો જ્યારે રિસ્કની પાછળ જ્યારે શિકાર બને છે. એવામાં ગોલ્ડ અને લિથેનિયમમાં ટ્રેડિંગ (Trading in Gold and Lithium) કરી સારું વળતર આપવાની લાલચ આપીને ઠગાઇ આચરવામાં આવી છે. યુ.કેની કંપની બતાવીને લોકો પાસે રોકાણ કરાવવામાં આવતું હતું. LORIKEET નામની (LORIKEET application) એપ્લિકેશનના માધ્યમથી મોટું વળતર તેમજ રોકાણ પર વ્યાજ આપવાની લાલચ આપી હતી.

અમદાવાદ ગોલ્ડ અને લિથેનિયમમાં ટ્રેડિંગ (Trading in Gold and Lithium) કરી સારું વળતર આપવાની લાલચ (The temptation to pay well) આપીને અમદાવાદ સહિત રાજ્યભરના અનેક લોકો સાથે લાખો રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી છે. જેમાં લોકો પાસે રોકાણ કરાવીને અંતે તમામ શખ્સો ફરાર થઇ જતા સમગ્ર મામલો અમદાવાદ સાયબર ક્રાઈમ (Ahmedabad Cyber Crime) અને પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યો છે.

અમદાવાદ સહિત રાજ્યભરના અનેક લોકો સાથે લાખો રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી છે.

ગોલ્ડમાં રોકાણ કરવાથી સારું અને મોટું વળતર LORIKEET નામની એપ્લિકેશનના (LORIKEET application) માધ્યમથી આ ઠગાઇ આચરવામાં આવી છે. આ એપ્લિકેશનમાં ગોલ્ડમાં રોકાણ કરવાથી સારું અને મોટું વળતર તેમજ રોકાણ પર વ્યાજ આપવાની લાલચ આપી હતી. ટ્રેડિંગ માટે એક વ્હોટ્સએપ ગ્રુપ પણ બનાવવામાં આવ્યું હતું. 14 નવેમ્બર 2022ના રોજ સાંજે આ મોબાઈલ એપ્લિકેશનના તમામ વહીવટદારો વ્હોટ્સએપ ગ્રુપમાંથી અચાનક લેફ્ટ થઈ ગયા હતા. જેના કારણે રોકાણકારોને જાણ થઈ કે તેઓની સાથે ઠગાઈ થઈ છે. જેથી 40-50 રોકાણકારો શાહીબાગમાં સાયબર ક્રાઈમે (Cybercrime in Shahibaug) ફરિયાદ માટે પહોંચ્યા હતા.

ગોલ્ડ અને લિથેનિયમમાં ટ્રેડિંગ
ગોલ્ડ અને લિથેનિયમમાં ટ્રેડિંગ

પૈસાની ઉઠાંતરી થઈ જતા સાયબર ક્રાઈમમાં ફરિયાદ યુ.કેની કંપની બતાવીને લોકો પાસે રોકાણ કરાવવામાં આવતું હતું. જેમાં ગુજરાતના અંદાજે 500 લોકો ભોગ બન્યા હોવાની આશંકા સેવાઇ રહી છે. એપ્લિકેશનમાં 5-10 હજારથી લાખો રૂપિયાના રોકાણ પર 32 ટકા સુધીનું વ્યાજ અને વળતર આપવાની લાલચ આપવામાં આવતી હતી. છેલ્લા 4થી 5 મહિનાથી આ એપ્લિકેશન મારફતે લોકોએ રોકાણ કર્યું હોવાનું ખુલ્યું છે. અમદાવાદમાં રહેતા અને ખાનગી નોકરી કરતા રોનક શાહે LORIKEET એપ્લિકેશનમાં 13,500 રૂપિયાનું રોકાણ કર્યું હતું. જેમાં સારું વળતર મળવાને બદલે તેઓના પૈસાની ઉઠાંતરી થઈ જતા તેઓએ પણ સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી છે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનરને અરજી જે બાદ ભોગ બનનારાઓએ સાયબર હેલ્પલાઇન 1930 (Cyber Helpline Number) પર ફોન કરીને ફરિયાદ કરી હતી. જોકે આ ગુનામાં સામેલ વ્યક્તિઓના ચોક્કસ નામ અને સરનામાં ફરિયાદી પાસે ન હોવાથી તેઓના રોકાણ કરેલા રૂપિયા ડૂબી જવાના ડરથી અમદાવાદ શહેર પોલીસ કમિશનરને (Ahmedabad Police Commissioner) અરજી પણ કરવામાં આવી છે. આ અંગે સાયબર ક્રાઇમના DCP (DCP of Cyber Crime) અજિત રાજિયને ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ મામલે 350થી વધુ લોકો ભોગ બન્યા હોવાની આશંકા છે. મલ્ટીલેવલ માર્કેટિંગ જેવું ફ્રોડ હોવાથી સાયબર ક્રાઇમ તમામ પાસાઓ પર તપાસ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.