ETV Bharat / state

વાત લગ્નનની ને ઈરાદો છેત્તરપિંડીનો, ગજબનું ભેજું મારીને 43 લોકોને ખંખેર્યા

author img

By

Published : Nov 12, 2022, 1:58 PM IST

સુરતના બંટી એન્ડ બબલીએ લગ્નના આયોજનના નામે 43 લોકોને ચૂનો ચોપડ્યો
surats-bunty-and-babli-lynched-43-people-in-the-name-of-wedding-planning

સુરત શહેર ખાતે લગ્નના ઇવેન્ટ (Wedding events) કરી આપવાના નામે 43 લોકો સાથે ઠગાઈ થઇ હોય તેવી ઘટના સામે આવી છે. દેસાઈ દંપતીએ (Desai Event and Decoration) કુલ 2 કરોડથી વધુ લોકોના રૂપિયા ઠગી લીધા છે. જો કે મામલો પોલીસ સ્ટેશને પહોંચતા સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

સુરત: સુરત ખાતે ભવ્ય લગ્નનું આયોજન (Wedding events) કરી આપવાની લાલચ આપીને ઠગાઈ થઇ હોય તેવી ઘટના સામે આવી છે. સુરત શહેરના (surat city) દેસાઈ દંપતી દ્વારા દેસાઈ ઇવેન્ટ એન્ડ ડેકોરેશનના (Desai Event and Decoration) નામથી લગ્નનું ભવ્ય આયોજન કરી આયોજકોનો વિશ્વાસ કેળવી એડવાન્સમાં રૂપિયા લઇ લેવામાં આવતા હતા. બાદમાં ઇવેન્ટ ન કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. પોલીસે આપેલી માહિતી અનુસાર દેસાઈ દંપતીએ 43 લોકો પાસેથી કુલ 2 કરોડ 12 લાખ 98 હજાર રૂપિયાની ઠગાઈ કરી છે.

surats-bunty-and-babli-lynched-43-people-in-the-name-of-wedding-planning

2 કરોડથી વધુની ઠગાઈ: સુરતના મહિધરપુરા વિસ્તારમાં રહેતા ધર્મેશભાઈ રમેશચંદ્ર સાદડીવાલાએ પોતાના દીકરાના લગ્ન પ્રસંગ માટે તા.10-01-2020 ના રોજ દેસાઈ ઇવેન્ટ તથા વેડિંગ મંત્રના પ્રોંપાઈટર તથા દેસાઈ ઇવેન્ટ એન્ડ ડેકોરેશનના પ્રોપાઈટર એવા પ્રતિક ઉર્ફે પૃથ્વી હર્ષદભાઈ દેસાઈ તથા તેમની પત્ની ખ્યાતીબેનને મળી પૂત્રના લગ્નના ઇવેન્ટનું કામ સોપ્યું હતું. જેમાં આરોપી દેસાઈ દંપતીએ ઇવેન્ટના નામે એડવાન્સમાં રૂપિયા લઇ લીધા હતા. બાદમાં પ્રસંગ નહિ કરી આરોપીઓએ ઠગાઈ આચરી હતી. જેથી આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે તપાસ કરતા આરોપીઓએ આવી રીતે અન્ય બીજા 43 લોકો સાથે ઠગાઈ કરી હતી. ઠગાઈનો આંકડો 2 કરોડ 12 લાખ 98 હજાર સુધી પહોચ્યો હતો. આ સમગ્ર મામલે ઇકો સેલ દ્વારા દંપત્તિની ધરપકડ કરવામાં આવી છે.

મોડેસ ઓપરેન્ડીનો પર્દાફાશ: ACP દિગ્વિજય સિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આરોપીઓની મોડેસ ઓપરેન્ડી એવી હતી કે દેસાઈ ઇવેન્ટ તથા વેડિંગ મંત્રના પ્રોપાઈટર તથા દેસાઈ ઇવેન્ટ એન્ડ ડેકોરેશનના પ્રોપાઈટર બંને દેસાઈ દંપતી છે. વર્ષ 2018થી તેઓ લગ્નના ઇવેન્ટોનું આયોજનનું કામ કરતા આવ્યા છે. આરોપીઓ એડવાન્સમાં રૂપિયા લઇ લેતા હતા અને બાદમાં ઇવેન્ટ કરવાની ના પાડતા હતા. રૂપિયા પાછા આપવા ના પડે તે માટે ચેકો આપતા હતા જો કે તે ચેકો પણ બેંકમાંથી રિટર્ન કરાવી છેતરપીંડી આચરતા હતા. આરોપી પ્રતિક દેસાઈ સામે 16 ચેક રિટર્નના કેસ પણ નોંધાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.