ETV Bharat / crime

સગીર બાળકી પર સામૂહિક દુષ્કર્મ, છ આરોપીઓની ધરપકડ

author img

By

Published : Dec 28, 2022, 8:00 PM IST

પુણેમાં છરીની અણીએ સગીર પર સામૂહિક દુષ્કર્મના કેસમાં પોલીસે છ લોકોની ધરપકડ કરી(Gang rape of a minor girl in Pune) છે. જે બાદ સગીર યુવતીના પરિજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ ચતુર્શૃંગી પોલીસે કેસ નોંધવાની સાથે છ આરોપીઓની ધરપકડ કરી હતી. હાલ પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે.

Etv BharatGang rape of a minor girl in Pune  Six persons detained
Etv BharatGang rape of a minor girl in Pune Six persons detained

મહારાષ્ટ્ર: પુણેમાં 15 વર્ષની બાળકી સાથે છરી બતાવી ગેંગરેપનો મામલો સામે આવ્યો (Gang rape of a minor girl in Pune) છે. આ કેસમાં પોલીસે છ લોકોની અટકાયત કરી છે. ઘટના અંગે પીડિતાની માતાએ નોંધાવેલી તહરીર અનુસાર, પોલીસે આરોપીઓ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. આ ઘટના જુલાઈથી 23 ડિસેમ્બર 2022ની વચ્ચે બની હતી.
આ પણ વાંચો: સગીરાને ગેંગરેપ બાદ રેડ લાઈટ વિસ્તારમાં છોડી, જીજા સહિત અનેક પર આરોપ

પોલીસના જણાવ્યા અનુસાર: પીડિતા સગીર હોવાનું જાણીને, એક આરોપીએ તેને છરીના પોઈન્ટ પર ધમકી આપી અને તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધો બાંધ્યો હતો. આ પછી અન્ય આરોપીઓએ તેનો ફોટો લીધો અને તેને વાયરલ કરવાની ધમકી આપીને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. ઘણા મહિનાઓ સુધી પીડિતાએ આરોપીઓના ત્રાસ સહન કર્યા અને અંતે તેણે આખી વાત તેના પરિવારના સભ્યોને જણાવી. જે બાદ સગીર યુવતીના પરિજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ ચતુર્શૃંગી પોલીસે કેસ નોંધવાની સાથે છ આરોપીઓની ધરપકડ કરી હતી. હાલ પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે.

આ પણ વાંચો: BJP MLAના દબાણથી ખાખીમાં પણ પ્રેશર, ગૅંગરેપના બદલે છેડતીનો કેસ ફાઈલ

મહિલાના ગુપ્તાંગમાં સિગારેટ ચાપીને ગેંગરેપ: મુંબઈમાં એક પછી એક ઘૃણાસ્પદ ગુનાઓ થઈ રહ્યા છે અને તે અટકવાનું નામ નથી લઈ રહ્યું. (GANG RAPE CASE WITH WOMAN IN MUMBAI )42 વર્ષીય મહિલા પર તેના ઘરમાં ઘુસીને ત્રણ લોકોએ ગેંગરેપ કર્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મેડિકલ તપાસમાં જાણવા મળ્યું હતું કે, પીડિતાને તીક્ષ્ણ હથિયાર વડે મારવામાં આવ્યો હતો.

મહિલાની છાતીમાં તીક્ષ્ણ હથિયાર વડે ઘા: આ ઘટના બુધવારે વહેલી સવારે કુર્લામાં બની હતી, પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. આરોપી અને પીડિતા એક જ જગ્યાએ રહે છે. આરોપીઓએ પીડિતા પર એક પછી એક રેપ કર્યો. આરોપીઓએ તેની સાથે એક પછી એક દુષ્કર્મ તો કર્યો જ પરંતુ તેની સાથે અકુદરતી કૃત્યો પણ કર્યા. તેઓએ તેણીના પ્રાઇવેટ પાર્ટ પર સિગારેટ ચાપી હતી.(CIGARETTE BURNS ON WOMANS PRIVATE PARTS) તેવી જ રીતે તેણીને છાતી અને બંને હાથ પર ધારદાર હથિયાર વડે ઘા મારવામાં આવ્યા હતા. પોલીસે વધુમાં જણાવ્યું કે એક આરોપીએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો અને જો તે પોલીસ સ્ટેશન જશે તો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.