ETV Bharat / crime

શ્રદ્ધા મર્ડર મિસ્ટ્રીઃ શરીરના 35 કટકા કર્યા બાદ પણ ચહેરો મિસિંગ

author img

By

Published : Nov 16, 2022, 11:30 AM IST

દિલ્હીના બહુચર્ચિત શ્રદ્ધા મર્ડર કેસમાં પોલીસ હજું પણ મુંઝવણમાં છે. કારણ કે, આરોપીએ શ્રદ્ધાના શરીરના 12 ટુકડા કર્યા બાદ એને સગેવગે કરી દીધા હતા. પણ ચોંકાવનારી અને પોલીસની ઊંઘ હરામ કરનારી હકીકત એ છે કે શ્રદ્ધાનો ચહેરો હજું પણ મિસિંગ છે. પોલીસ શ્રદ્ધાના હત્યારા પ્રેમી આફતાબ અમીન પૂનાવાલાના મિત્રોને શોધી રહી છે. તેના સોશિયલ મીડિયા એકાઉન્ટને પણ સ્કેનર હેઠળ લેવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા ઉપર પણ સર્ચ ચાલી રહ્યું છે.

શ્રદ્ધા મર્ડર મિસ્ટ્રીઃ શરીરના 35 કટકા કર્યા બાદ પણ ચહેરો મિસિંગ
શ્રદ્ધા મર્ડર મિસ્ટ્રીઃ શરીરના 35 કટકા કર્યા બાદ પણ ચહેરો મિસિંગ

નવી દિલ્હીઃ દિલ્હીમાં ગર્લફ્રેન્ડ શ્રદ્ધાની હત્યા કરીને તેના શરીરના ટુકડા કરનાર આફતાબ અમીન પૂનાવાલા વિશે ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસ ધરપકડ કરાયેલ આફતાબની પૂછપરછ કરી રહી છે. તેઓ વારંવાર નિવેદન બદલવાનો પ્રયાસ (head not yet found) પણ કરી રહ્યો છે. છેલ્લી અપડેટ મુજબ પોલીસને હજુ સુધી શ્રદ્ધાનું માથું મળ્યું નથી. તેની શોધ ચાલુ છે. પોલીસ આફતાબ સાથે મહેરૌલીના જંગલમાં જઈ રહી છે અને તેને શોધવાનો પ્રયાસ કરી રહી છે. આટલી ઘાતકી અને ક્રુર રીતે હત્યાનો કેસ સામે આવ્યા બાદ દિલ્હી પોલીસ પણ ચોંકી ગઈ હતી.

35 ટુકડા કર્યાઃ આફતાબે પોલીસને જણાવ્યું છે કે, તેની સાથે લિવ-ઈનમાં રહેતી ગર્લફ્રેન્ડ શ્રદ્ધાની હત્યા કર્યા બાદ તેણે તેના શરીરના 35 ટુકડા કરી નાખ્યા હતા. લોહી સાફ કરવા માટે ગૂગલમાં સર્ચ કર્યું હતું. જેથી કરીને એક પણ ડાઘ દેખાય નહીં. ગુગલ પર એ પણ સર્ચ કર્યું હતું કે, કોઈ પણ શરીરને અંદરથી કેવી રીતે સ્ટ્રક્ચર કરી શકાય છે. તપાસ અધિકારીઓનું કહેવું છે કે આફતાબ વધુ ચોંકાવનારા ખુલાસા કરશે. પોલીસ દિલ્હીના મહેરૌલી વિસ્તારમાં અલગ-અલગ ટીમ મોકલી છે. કારણ કે આફતાબના કહેવા પ્રમાણે, તેઓએ શ્રદ્ધાના શરીરના 35 ટુકડા કરી નાખ્યા હતા. પરંતુ કેટલાક ટુકડા હજુ સુધી મળ્યા નથી.

ઘરમાં અગરબત્તીઃ અત્યાર સુધીની તપાસમાં એ વાત પણ સામે આવી છે કે, આરોપીએ ઝોમેટોમાંથી ખાવાનું મંગાવ્યું હતું. મૃતદેહની દુર્ગંધ બહાર ન જાય તે માટે અગરબત્તીઓનો સેટ રાખ્યો હતો. હત્યા બાદ આરોપી રાત્રે 12 થી 1 વાગ્યાની વચ્ચે તેના રૂમમાંથી એક ટુકડો મહેરૌલીના જંગલમાં લઈ જતો હતો. ત્યાં ફેંકી દેતો હતો. એટલું જ નહીં, આરોપી જે રૂમમાં રહેતો હતો તેનું ભાડું 10,000 રૂપિયા પ્રતિ માસ હતું. આરોપી આફતાબ શ્રદ્ધાની હત્યાના 20-25 દિવસ પછી ડેટિંગ એપ દ્વારા અન્ય એક યુવતીને પણ મળ્યો હતો.

કબાટમાં કટકા છુપાવ્યાઃ આફતાબે શ્રદ્ધાના ઘણા બોડી પાર્ટ્સ છુપાવીને કબાટમાં રાખ્યા હતા. સલ્ફ્યુરિક હાઇડ્રોક્લોરિક એસિડનો ઉપયોગ આ માટે કરવામાં આવ્યો હતો. જેની મદદથી તેણે ફર્શ ધોયો હતો, જેથી ફોરેન્સિક તપાસ દરમિયાન ડીએનએ સેમ્પલ મળી ન જાય. ઝઘડા દરમિયાન આફતાબે શ્રદ્ધાની છાતી પર બેસીને તેનું ગળું દબાવી દીધું હતું. આ હત્યા કર્યા બાદ તેણે શ્રદ્ધાની લાશને બાથરૂમમાં રાખી દીધી હતી. આફતાબ શરૂઆતથી પોલીસ સાથે અંગ્રેજીમાં જ વાત કરતો હતો. 'હા મેં તેણીની હત્યા કરી છે' એમ કહીને તેણે તેની હત્યા કર્યા બાદ ફ્લોર ધોવા માટે એસિડ વિશે ગૂગલ પર સર્ચ પણ કર્યું હતું.

શરીરને કાપવા ગુગલસર્ચઃ શરીરને કાપવાની પદ્ધતિઓ વિશે શોધ કરી. શ્રદ્ધાના અને તેના લોહીથી ખરડાયેલા કપડાં MCDની ગાર્બેજ કલેક્શન વાનમાં મૂકવામાં આવ્યા હતા. આફતાબ હિમાચલમાં બદ્રી નામના વ્યક્તિને મળ્યો હતો, બદ્રી પોતે છત્તરપુર વિસ્તારમાં રહે છે. તેમની સલાહ પર જ બંને છત્તરપુરમાં રહેવા લાગ્યા. તે દરરોજ શ્રધ્ધાના ડેડ બોડીનો ટુકડો જંગલમાં ફેંકી દેતો હતો. શ્રધ્ધા મુંબઇની રહેવાસી હતી. બંને ત્યાં કોલ સેન્ટરમાં કામ કરતા હતા. બંને ત્યાં મળ્યા અને પછી મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ.

દિલ્હી ભાગ્યા હતાઃ બંનેના પરિવારજનોને આ સંબંધ પસંદ ન હતો તેથી તેઓ દિલ્હી ભાગી ગયા હતા. અહીં ભાડા પર ઘર લીધું અને આફતાબે એક મોટી હોટલમાં શેફ તરીકે કામ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન લિવ-ઈનમાં રહેતાં શ્રદ્ધાએ લગ્ન માટે દબાણ કર્યું હતું. એક દિવસ ગુસ્સામાં આફતાબે શ્રદ્ધાનું ગળું દબાવીને હત્યા કરી નાખી. આ પછી, નિકાલ માટે મૃતદેહના ટુકડા કરવામાં આવ્યા હતા. તે રોજ રાત્રે બહાર જતો અને મેહરૌલીના જંગલોમાં એક ટુકડો ફેંકતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.