ETV Bharat / crime

મહિલા સાથેનો વાંધાજનક વીડિયો વાયરલ થતાં વરિષ્ઠ ન્યાયિક અધિકારી સસ્પેન્ડ

author img

By

Published : Nov 30, 2022, 9:57 PM IST

મહિલા કર્મચારી સાથે વાંધાજનક વીડિયો વાયરલ થવાના મામલે દિલ્હી હાઈકોર્ટ દ્વારા રાઉઝ એવન્યુ કોર્ટના વરિષ્ઠ ન્યાયિક અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા(judicial officer of Rouse Avenue Court suspended) છે.

Etv Bharatમહિલા સાથેનો વાંધાજનક વીડિયો વાયરલ થતાં વરિષ્ઠ ન્યાયિક અધિકારી સસ્પેન્ડ
Etv Bharatમહિલા સાથેનો વાંધાજનક વીડિયો વાયરલ થતાં વરિષ્ઠ ન્યાયિક અધિકારી સસ્પેન્ડ

નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે રાઉઝ એવન્યુ કોર્ટના (Delhi High Court) એક વરિષ્ઠ ન્યાયિક અધિકારીનો તેની જ મહિલા કર્મચારી સાથેનો વાંધાજનક વીડિયો વાયરલ થયા બાદ તેને સસ્પેન્ડ કરી દીધો (judicial officer of Rouse Avenue Court suspended) છે. આ વીડિયો ન્યાયિક અધિકારીની કેબિનનો છે, જ્યાં તે પોતાની જ મહિલા કર્મચારી સાથે વાંધાજનક હાલતમાં જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ, આ વીડિયો માર્ચ મહિનાનો છે, જ્યારે તે ઓફિસ સમય દરમિયાન પોતાની કેબિનમાં બેઠો હતો. જો કે, આ વીડિયો સોમવારે ચર્ચામાં આવ્યો હતો, ત્યારબાદ દિલ્હી હાઈકોર્ટે તેની નોંધ લીધી હતી.

આરોપી લાંબા સમયથી ન્યાયિક પોસ્ટ પર છેઃ રાઉઝ એવન્યુ કોર્ટમાં પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે પોસ્ટ કરાયેલા ન્યાયિક અધિકારીનો વીડિયો સોમવારે વાયરલ થયો હતો. અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો પ્લે થયા બાદ રાઉઝ એવન્યુ કોર્ટે આ મામલે દિલ્હી હાઈકોર્ટમાં સૂચના આપી હતી. મંગળવારે, દિલ્હી હાઈકોર્ટે સૂચના પર સુઓમોટો કાર્યવાહી શરૂ કરી. કોર્ટે બુધવારે વરિષ્ઠ ન્યાયિક અધિકારીને સસ્પેન્ડ કરી દીધા છે. સાથે જ તેની સામે તપાસ કરવાની સૂચના પણ આપવામાં આવી છે. વાયરલ વીડિયો કેસમાં સસ્પેન્ડ કરાયેલા ન્યાયિક અધિકારીનો લાંબો ન્યાયિક રેકોર્ડ છે. તેમણે દિલ્હીની અલગ-અલગ જિલ્લા અદાલતોમાં સેશન્સ જજ તરીકે કામ કર્યું છે. અગાઉ તેઓ રોહિણી કોર્ટમાં એડિશનલ સેશન્સ જજ તરીકે નિયુક્ત હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.