ETV Bharat / crime

સાવલી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે લાખોનો મુદ્દામાલ કર્યો જપ્ત

author img

By

Published : Oct 31, 2022, 7:26 PM IST

વડોદરા જિલ્લાના સાવલી પોલીસ સ્ટેશનના સિનિયર PSIએ ચોક્કસ બાતમીદાર (Savli Police Personnel) પાસેથી ચોક્કસ બાતમીના આધારે સાવલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી વિસ્તારમાંથી ગાડીની તલાસી લેતા ગાડીમાંથી 60 પેટીમાંથી 2316 બોટલો (Notorious Bootlegger of Ahmedabad) મળી આવી હતી. વસ્ત્રાલ અમદાવાદની સંડોવણી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવી છે.

સાવલી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે લાખોનો મુદ્દામાલ કર્યો જપ્ત
સાવલી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે લાખોનો મુદ્દામાલ કર્યો જપ્ત

વડોદરા જિલ્લાના સાવલી પોલીસ સ્ટેશનના (Vadodara Savli Police Station) સિનિયર PSI (Savli Senior PSI) એ.આર. મહીડાને આધારભૂત ચોક્કસ બાતમીદાર પાસેથી ચોક્કસ બાતમી મળી હતી કે, એક સફેદ કલરની અમદાવાદ પાર્સિંગની ઈનોવા ગાડીમાં મોટી માત્રામાં ભરતી બનાવટનો વિદેશી દારૂ ભરી આ ગાડી સાવલી પોલીસ સ્ટેશન (Savli Police Station) હદ વિસ્તારમાંથી પસાર થઈ અમદાવાદ તરફ જનાર છે. જે હકીકતના આધારે સાવલી પોઇચા ચોકડી (Savli Poicha cross road) પાસે નાકાબંધી કરી સિનિયર PSI એ.આર.મહીડા, પુરુષોત્તમભાઈ મોતીભાઈ, નટવરભાઈ લક્ષ્મણભાઈ ગોપાલસિંહ વિજયસિંહ ગણપતભાઈ કાલુભાઈ પ્રવિણસિંહ કનકસિંહ સહિતના પોલીસના જવાનો નાકાબંધી કરી વોચમાં હતા.

નવા વર્ષની શરૂઆતે જ ત્રણ લાખ ઉપરાંતના ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સહિત રૂ. ૭,૬૫,૦૨૦ નો મુદ્દામાલ સાવલી પોલીસ દ્રારા જપ્ત

પોલીસે ફિલ્મી ઢબે ગાડી ઉભી રખાવી આ સમય દરમિયાન બાતમી વાળી ઈનોવા ગાડી આવી પહોંચતા જવાનોએ ફિલ્મી ઢબે ખાનગી વાહનની આડાસ કરી કોર્ડન કરતા આ ગાડીના વાહન ચાલકે પોતાની ગાડી ઉભી રાખી હતી. પરંતુ આ ગાડી ઉભી રહેતા જ તેમાંથી એક શખ્સ ભાગી ગયેલો હતો. જ્યારે ગાડીનો ડ્રાઇવર પકડાઈ ગયેલો હતો. જેનું પંચોની રૂબરૂમાં નામ ઠામ પૂછતાં તે હર્ષ કિરણકુમાર દેસાઈ રહેવાસી ખોખરા અમદાવાદ શહેરનો હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે ગાડીની તલાસી રહેતા તેમાંથી મોટી માત્રામાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો (Indian made foreign liquor seized) હતો.

ગાડીમાંથી 60 પેટીમાંથી 2316 બોટલો મળી આવી સદર ગાડીની તલાસી લેતા પોલીસના જવાનોને વિવિધ બ્રાન્ડના ભારતીય બનાવટના વિદેશી દારૂની સીલ બંધ બોટલો ભરેલી 60 નંગ પેટીઓ મળી આવી હતી. જેમાંથી 2316 બોટલનો જથ્થો ઝડપાયો હતો.

કુલ સાત લાખ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ કબજે ગાડીમાંથી મળી આવેલી બોટલો જેની કિંમત રૂપિયા 3,01,020, ઈનોવા ગાડી જેની કિંમત રૂપિયા 4,50,000 ત્રણ નંગ મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા 14,000 આમ કુલ મળી રૂપિયા 7,65,020નો મુદ્દામાલ પોલીસના જવાનોએ કબજે કર્યો હતો.

જથ્થો ભરી આપનાર આરોપી રાજસ્થાનનો ઊંડાણપૂર્વક વધુ તપાસ કરતા આ ગુનાહિત કાવતરામાં નિખિલ કનૈયાસીંગ બીષ્ટ રહે, રાજીવ પાર્ક ઓઢવ અમદાવાદ, અશોક ગોસ્વામી, રહે. ઓઢવ અમદાવાદ, રવિ ઉર્ફે ભેટી કટીક ,રહેવાસી વસ્ત્રાલ અમદાવાદ, હાર્દિક મોદી રહે. વસ્ત્રાલ અમદાવાદની સંડોવણી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવી છે. તેમજ વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર જેનું નામ હાલ જાણવા મળેલ નથી, પરંતુ તે રાજસ્થાનનો રહેવાસી હોવાનું જાણવા મળેલું છે.

ઝડપાયેલા આરોપી બે વખત પાસાની સજા ભોગવી ચુક્યો છે પોલીસના જવાનોએ ઝડપાયેલા આરોપી હર્ષ કિરણકુમાર દેસાઈની કડકાઇ પૂર્વક વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારે જાણવા મળેલ હકીકત મુજબ રાજના વિવિધ પાંચ પોલીસ સ્ટેશનોમાં પ્રોહીબીશનના ગુનાઓ (Offense of Prohibition) નોંધાયેલ છે. જ્યારે આ શખ્સ આ અગાઉ બે વખત પાસાની સજા પણ ભોગવી આવેલા છે.

નામચીન બુટલેગરનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા આમ સાવલી પોલીસના જવાનોને (Savli Police Personnel ) અમદાવાદના નામચીન બુટલેગરનો (Notorious bootlegger of Ahmedabad) મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસે ઝડપાયેલા એક આરોપી અને આ સાથે ગુનામાં સંડોવાયેલા અન્ય પાંચ આરોપીઓ વિરુદ્ધ સાવલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરેલ છે. જ્યારે બાકી રહેલા શખ્સોને ઝડપી પાડવાની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. આમ પોલીસ દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવતા આવી ગેરકાયદેસરની પ્રવૃત્તિઓનો વહીવટી કરતા શખ્સોમાં મોટો ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.