ETV Bharat / crime

દિવાળી પહેલા પોલીસ થઇ એક્ટિવ, જ્વેલર્સ એસોસિએશન સાથે DCPની મિટિંગ

author img

By

Published : Oct 10, 2022, 1:59 PM IST

દિવાળીના પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે દિવાળી પહેલા પોલીસ એક્ટિવ (Police active before Diwali) થઇ છે. જ્વેલર્સને સુરક્ષાની પોલીસ (DCP meeting with jewelers association) દ્વારા ખાતરી આપવામાં આવી છે.

દિવાળી પહેલા પોલીસ થઇ એક્ટિવ, જ્વેલર્સ એસોસિએશન સાથે DCPની મિટિંગ
દિવાળી પહેલા પોલીસ થઇ એક્ટિવ, જ્વેલર્સ એસોસિએશન સાથે DCPની મિટિંગ

અમદાવાદ દિવાળીના પર્વને હવે ગણતરીના (Police active before Diwali) દિવસો બાકી રહ્યા છે. ત્યારે ઘરફોડ ચોરી કારના કાચ તોડીને ચોરી કે પછી નજર ચૂકવીને ચોરી, ચેન સ્નેચિંગ, મોબાઇલ સ્નેચિંગના બનાવો બનતા અટકે તે માટે ઝોન 7 ડી સી પી દ્વારા ખાસ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. જ્વેલર્સ એસોસિએશન (DCP meeting with jewelers association) સાથે ડીસીપીની મિટિંગ (Meeting of DCP) યોજાઈ હતી. જેમાં જ્વેલર્સને સુરક્ષાની પોલીસ દ્વારા ખાતરી આપવામાં આવી છે.

પાંચ ટીમો પોલીસ સ્ટેશનમાં કુલ 5 ટીમ બનાવાઈ પોલીસ દ્વારા જવેલર્સને cctv જેવા સુરક્ષાના સાધનો પણ જ્વેલર્સની દુકાનો અને શો રૂમમાં હોવા જરૂરી રાખવા સૂચના આપવામાં આવી છે. ત્યારે આ મામલે ડીસીપી દ્વારા દરેક પોલીસ સ્ટેશનમાં કુલ પાંચ ટીમો બનાવવામાં આવી છે. આ પાંચેય ટીમ દ્વારા વિસ્તારમાં જ્યાં આંગડિયા પેઢી, જ્વેલર્સ અને ખરીદી માટેના બજારો આવેલા છે. ત્યાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

શંકાસ્પદ વ્યક્તિઓ શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. જ્યારે ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. એટલે કે સાંજના 5થી 10 વાગ્યા સુધી પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત પોલીસ દ્વારા ખાસ લોકોને સૂચના આપવામાં આવી રહી છે કે, જ્યારે તમે વધુ રોકડ રકમ અથવા તો કિંમતી વસ્તુઓ લઈ જઈ રહ્યા હોય ત્યારે અવશ્ય આ બાબતની જાણ પોલીસને કરવી, જેથી લૂંટ કે ચોરીના બનાવો બનતા અટકાવી શકાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.