ETV Bharat / crime

Kishan Bharwad murder case : કિશન ભરવાડ હત્યા કેસના ત્રણેય આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા

author img

By

Published : Feb 10, 2022, 7:42 PM IST

Kishan Bharwad murder case
Kishan Bharwad murder case

કિશન ભરવાડ હત્યા કેસના(Kishan Bharwad murder case) ત્રણ આરોપીના આજે રિમાન્ડ પૂરા(Accused's remand completed) થતાં ATS દ્રારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ત્રણેય આરોપીને જયુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા(three accused were sent to judicial custody) છે.

અમદાવાદ : કિશન ભરવાડ હત્યા કેસના(Kishan Bharwad murder case) ત્રણ આરોપીઓ મોહમદ રમીઝ, મોહમદ હુસેન અને મતીન ઉસમાનના રિમાન્ડ પૂર્ણ(Accused's remand completed) થતાં આજે ત્રણેયને મીરઝાપુર ગ્રામ્ય કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. આ ત્રણેય આરોપીઓને ભાવનગર, રાજકોટ ,અને પોરબંદર માંથી ઝડપી પાડવામાં આવ્યા હતા.

Kishan Bharwad murder case

સાત દિવસમાં રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં કરાયા રજૂ

બચાવ પક્ષના વકીલ નિસાર વૈદ્યે જણાવ્યું હતું કે, ATS દ્વારા આજે જે આરોપીઓના આજે સાત દિવસના રિમાન્ડ પુરા થઇ રહ્યા છે તેમને આજે કોર્ટમાં રજૂ કરાયા હતા. આ પહેલા જ્યારે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે 14 દિવસના રિમાન્ડના માગ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટ દ્વારા 7 દિવસમાં જ રિમાન્ડ આપવામાં આવ્યા હતા. રિમાન્ડ મંજૂર કરાવવા માટેના મુદ્દાઓમાં આરોપીઓને અલગ અલગ જગ્યાએ લઈ જઈને તપાસ કરવી જોઇએ, બીજા જે આરોપીઓ પકડાયા છે તેમની સાથે તેઓ સંકળાયેલા છે કે નહીં તેની તપાસ પણ તપાસ થવી જોઇએ. આ પ્રકારના મુદ્દાઓ દર્શાવવામાં આવ્યા હતા કોર્ટ સમક્ષ.

આ પણ વાંચો : Kishan Bharwad murder case: TFI સંઘઠન નામના બેંક એકાઉન્ટમાંથી 11 લાખના વ્યવહાર સામે આવ્યા

આરોપીઓને જયુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા

નામદાર કોર્ટ દ્વારા ATS ને વધુ ફર્થર રિમાન્ડની જરૂર છે કે નહિ તે બાબતે પૂછવામાં આવ્યું હતું, પરંતુ ATSના અધિકારીઓ દ્વારા મનાઈ કરવામાં આવતા, કોર્ટે પ્રોડકશન રિપોર્ટ રજૂ થતા ત્રણેય આરોપીઓના રિમાન્ડ વોરંટ ભરી સાબરમતી જેલ ખાતે જયુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Dhandhuka Murder Case : સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક પોસ્ટ કરનાર સામે પોલીસની લાલ આંખ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.