ETV Bharat / city

Dhandhuka Murder Case : સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક પોસ્ટ કરનાર સામે પોલીસની લાલ આંખ

author img

By

Published : Feb 5, 2022, 9:41 AM IST

Dhandhuka Murder Case : સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક પોસ્ટ કરનાર સામે પોલીસની લાલ આંખ
Dhandhuka Murder Case : સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક પોસ્ટ કરનાર સામે પોલીસની લાલ આંખ

કિશન ભરવાડની હત્યા (Kishan Bharwad murder Case) બાદ સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક પોસ્ટનો મારો થઈ રહ્યો છે. જેને જોતા ગુજરાત પોલીસ દ્વારા અલગ અલગ શહેરોમાં 7 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે.

ગાંધીનગર: ધંધુકામાં કિશન ભરવાડની હત્યા (Kishan Bharwad murder Case) બાદ રાજ્ય પોલીસ દ્વારા ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કાબૂમાં રાખવા માટે ખાસ જાહેરાત કરવામાં આવી હતી. ઉશ્કેરણીજનક જો કોઈ પણ વ્યક્તિ સોશિયલ મીડિયામાં વિડિયો, મેસેજ કે કોઈ ટિપ્પણી કરશે તો તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. જેમાં અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યની પોલીસે અલગ અલગ જિલ્લાઓમાં 7 ગુના દાખલ કરવામાં આવ્યા છે.

ક્યાં ક્યાં પોલીસ સ્ટેશનમાં નોંધાયા ગુના

1. કંડલા મરીન પોલીસ સ્ટેશન (પૂર્વ કચ્છ) -1 ગુનો

2. નખત્રાણા તથા ગઢશીશા પોલીસ સ્ટેશન (પશ્ચિમ કચ્છ) -2 ગુનાઓ

3. શહેરકોટડા પોલીસ સ્ટેશન (અમદાવાદ શહેર) -1 ગુનો

4. વંથલી પોલીસ સ્ટેશન (જૂનાગઢ) -1 ગુનો

5. શાપર વેરાવળ પોલીસ સ્ટેશન ( રાજકોટ ગ્રામ્ય) -1 ગુનો

6. છોટા ઉદેપુર પોલીસ સ્ટેશન (છોટા ઉદેપુર) -1 ગુનો

આ પણ વાંચો: પોલીસ ભરતીમાં રાજકોટનો યુવક નાપાસ થતા આપઘાત કર્યો

ગુજરાત પોલીસની સોશિયલ મીડિયા પર બાઝ નજર

કિશન ભરવાડ હત્યાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા હતા અને માલધારી સમાજ દ્વારા તમામ જિલ્લાઓમાં રેલી યોજીને તમામ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું, ત્યારે પરિસ્થિતિ વધુ વણસે નહીં તેને ધ્યાનમાં લઈને ગુજરાત રાજ્ય પોલીસ દ્વારા સોશિયલ મીડિયા (Gujarat Police look at social media ) પર બાજ નજર રાખવામાં આવી રહી છે. એ સાથે જ જે કોઈ પણ વ્યક્તિ અથવા તો નાગરિક સોશિયલ મીડિયામાં ફરતા ભાષણ, ટિપ્પણી, ઉશ્કેરણીજનક મેસેજ કે વીડિયો અપલોડ કરશે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની પણ રાજ્યના DGP આશિષ ભાટિયાએ આદેશ આપ્યો છે, ત્યારે સમગ્ર રાજ્યની તમામ જિલ્લા પોલીસ દ્વારા સોશિયલ મીડિયા ઉપર ખાસ ધ્યાન આપીને આવા 7 ગુના નોંધવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ગુજરાત પોલીસ બેડામાં બદલીઓનો દોર, 77 PSIની એકસાથે બદલી

ગેરકાયદેસર હથિયાર શોધવાનું પોલીસને સૂચના

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુંદર રહે તેને ધ્યાનમાં લઇને રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં અને પોલીસ કમિશનરે વિસ્તારમાં ગેરકાયદેસર રીતે અગ્નિ શસ્ત્ર, દારૂગોળા, ઉત્પાદન સંગ્રહ, હેરાફેરી, વેચાણ અને ઉપયોગ સંબંધિત પ્રવૃત્તિઓ ઉપર નિયંત્રણ લાવવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં ગુજરાત STSA સ્ટેટ લેવલ નોડલ ઓફિસર તરીકે નિમવામાં આવ્યા છે. આ ઉપરાંત તમામ શહેર-જિલ્લામાંથી હથિયાર પરવાનગી સાથે સ્થળાંતર થયેલા શખ્સો અને ખાનગી સિકયુરિટી એજન્સીમાં હથિયાર પરવાનગી ધરાવતા સિક્યુરિટી ગાર્ડની યાદી તૈયાર કરવા અને તેઓના વર્તમાન પરિસ્થિતિ અને પ્રવૃત્તિ અંગેની તપાસ હાથ ધરવાની અને શંકાસ્પદ કાર્યવાહી હોય તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.