ETV Bharat / crime

શાળાએ જતી સગીરાનો પીછો કરી ફ્રેન્ડશીપ માટે દબાણ કરતો વિધર્મી ઝડપાયો

author img

By

Published : Dec 11, 2022, 10:41 PM IST

લવ જેહાદ: શાળાએ જતી સગીરાનો પીછો કરી ફ્રેન્ડશીપ માટે દબાણ કરતો વિધર્મી ઝડપાયો
લવ જેહાદ: શાળાએ જતી સગીરાનો પીછો કરી ફ્રેન્ડશીપ માટે દબાણ કરતો વિધર્મી ઝડપાયો

મોરબીમાં એક વિધર્મી યુવક શાળાએ જતી સગીરાનો પીછો કરી ફ્રેન્ડશીપ કરવા દબાણ કરતો હોય જે બનાવ મામલે સગીરાની માતાની ફરિયાદને આધારે પોલીસે રોમીયોને ઝડપી લઈને રોમીયોગીરીનું ભૂત ઉતાર્યું(minor going to school and force him to be friends) હતું. ફરિયાદને આધારે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે આરોપી અલ્તાફ દિલાવર જેડાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી: રાજ્ય અને દેશમાં લવ જેહાદ (Love Jihad) મુદે ચાલતી તીખી ચર્ચા વચ્ચે મોરબીમાં એક વિધર્મી યુવક શાળાએ જતી સગીરાનો પીછો કરી ફ્રેન્ડશીપ કરવા દબાણ કરતો હોય જે બનાવ મામલે સગીરાની માતાની ફરિયાદને આધારે પોલીસે રોમીયોને ઝડપી લઈને રોમીયોગીરીનું ભૂત ઉતાર્યું(minor going to school and force him to be friends) હતું. આવા કિસ્સાઓ રોકવા દીકરીના પરિવારજનો હિમત દાખવે અને પોલીસ ફરિયાદ કરે તો પોલીસ તુરંત કાર્યવાહી કરી આવા ઇસમોને કાયદાનું ભાન કરાવી શકે છે.

પોલીસે રોમીયોને ઝડપી લઈને રોમીયોગીરીનું ભૂત ઉતાર્યું: જે બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષની સગીરા નવા બસ સ્ટેન્ડ પાસેની શાળામાં ધોરણ ૧૦ માં અભ્યાસ કરતી હોય જેથી તે રોજ શાળાએ જતી હોય ત્યારે શાળાએ કે બજારમાં જતી વેળાએ આરોપી અલ્તાફ દિલાવર જેડા રહે સર્કીટ હાઉસ મોરબી વાળો ઇસમ સગીરાનો પીછો કરતો હતો અને રસ્તામાં કહેતો હતો કે તારી સાથે ફ્રેન્ડશીપ કરવી છે. તારો મોબાઈલ નંબર આપ પરંતુ સગીરાએ ફ્રેન્ડશીપ કરવી નથી અને તેની પાછળ ના આવવા કહ્યું હતું છતાં પણ અલ્તાફ તેની પાછળ આવી ખોટી રીતે હેરાનગતિ કરતો હતો.

ફ્રેન્ડશીપ કરવા દબાણ: તા. ૧૦ ના રોજ સગીરા ઘરની બહાર ગયેલ ત્યારે રસ્તામાં અલ્તાફ આવીને કહ્યું કે તું મારી સાથે કેમ ફ્રેન્ડશીપ કરતી નથી તને શું વાંધો છે તેવું કહેતા સગીરા કાઈ બોલ્યા વિના ઘરે આવી ગઈ હતી. અને સમગ્ર બનાવ મામલે પરિવારના સભ્યોને વાત કરતા સગીરાની માતાએ બી ડીવીઝન પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ પીછો કરી દીકરીને હેરાનગતિ કરવાની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદને આધારે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે આરોપી અલ્તાફ દિલાવર જેડાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.