ETV Bharat / crime

Child marriage in Assam: આસામમાં બાળલગ્ન સામેની ઝુંબેશમાં 2044 લોકોની ધરપકડ

author img

By

Published : Feb 3, 2023, 4:12 PM IST

Updated : Feb 3, 2023, 5:09 PM IST

આસામમાં બાળલગ્ન સામે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં 2044 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મુખ્યપ્રધાને બાળ લગ્ન સામે કડક પગલાં ભરવા સૂચના આપી છે. 14 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ સાથે લગ્ન કરનારાઓ પર POCSO એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવશે.

14 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ સાથે લગ્ન કરનારાઓ પર POCSO એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવશે.
14 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ સાથે લગ્ન કરનારાઓ પર POCSO એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવશે.

ગુવાહાટી: આસામ પોલીસે બાળલગ્ન સામેની ઝુંબેશના ભાગરૂપે અત્યાર સુધીમાં 2044 લોકોની ધરપકડ કરી છે. મુખ્યપ્રધાન હિમંતા વિશ્વ શર્માએ આ અંગે માહિતી આપી હતી. આ ઝુંબેશ આગામી ત્રણથી ચાર દિવસ સુધી ચાલુ રહેશે.

  • Assam | 52 priests and Qazis involved in child marriages have been arrested so far. The maximum number of people have been arrested from Dhubri, Barpeta, Kokrajhar, Vishwanath districts: DGP GP Singh pic.twitter.com/DDLmJXXoFA

    — ANI (@ANI) February 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

52 પાદરીઓ અને કાઝીઓની ધરપકડ: આસામના ડીજીપી જીપી સિંહે જણાવ્યું હતું કે આસામમાં બાળ લગ્નમાં સામેલ 52 પાદરીઓ અને કાઝીઓની ધરપકડ કરવામાં આવી છે. ધુબરી, બરપેટા, કોકરાઝાર, વિશ્વનાથ જિલ્લામાંથી સૌથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

બાળલગ્નના 2044 દોષિતોની ધરપકડ: રાજ્ય કેબિનેટે 23 જાન્યુઆરીએ નિર્ણય લીધો હતો કે બાળલગ્નના દોષિતોની ધરપકડ કરવામાં આવશે અને વ્યાપક જાગૃતિ અભિયાન પણ શરૂ કરવામાં આવશે. આ જાહેરાત પછી એક પખવાડિયા કરતાં પણ ઓછા સમયમાં પોલીસે બાળ લગ્નના 4,004 કેસ નોંધ્યા છે. અત્યાર સુધીમાં 2044 લોકોની ધરપકડ કરી છે.

આ પણ વાંચો: Child marriage case in Assam: આસામમાં બાળ લગ્ન દર વધ્યો, 10 દિવસમાં 4004 કેસ નોંધાયા

POCSO એક્ટ હેઠળ કેસ: 14 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ સાથે લગ્ન કરનારાઓ પર POCSO એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવશે. 14-18 વર્ષની ઉંમરની છોકરીઓ સાથે લગ્ન કરનારાઓ પર પ્રિવેન્શન ઓફ ચાઈલ્ડ મેરેજ એક્ટ 2006 હેઠળ કેસ નોંધવામાં આવશે. આવા લોકોની ધરપકડ કરવામાં આવશે અને લગ્નને અમાન્ય જાહેર કરવામાં આવશે. જો છોકરાની ઉંમર પણ 14 વર્ષથી ઓછી હશે તો તેને સુધાર ગૃહમાં મોકલવામાં આવશે. કારણ કે સગીરોને કોર્ટમાં રજૂ કરી શકાશે નહીં. શર્માએ અગાઉ કહ્યું હતું કે આવા લગ્નમાં સામેલ પૂજારી, કાઝી અને પરિવારના સભ્યો સામે પણ કેસ નોંધવામાં આવશે.

આ પણ વાંચો: Madrassas radicalised youths: મદરેસામાંથી થાય છે કટ્ટરપંથી યુવાઓનું ટેલેન્ટ સ્પોટિંગ: પોલીસ અધિકારી

આસામમાં માતા અને બાળ મૃત્યુદર સૌથી વધુ: આસામ પોલીસે રાજ્યભરમાં બાળ લગ્નના અત્યાર સુધીમાં 4004 કેસ નોંધ્યા છે અને આગામી દિવસોમાં આવા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મુખ્યપ્રધાને લોકોને 'આ દુષ્ટતાથી છૂટકારો મેળવવા' માટે સહકાર અને સમર્થન માટે અપીલ કરી હતી. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના રિપોર્ટ અનુસાર, આસામમાં માતા અને બાળ મૃત્યુદર સૌથી વધુ છે અને બાળ લગ્ન તેનું મુખ્ય કારણ છે. રાજ્યમાં નોંધાયેલા લગ્નોમાંથી 31 ટકા કેસો પ્રતિબંધિત વય જૂથના છે.

Last Updated :Feb 3, 2023, 5:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.