Himalayan Mountain : રમવા-કુદવાની ઉંમરે વડોદરાની બે દિકરીઓએ હિમાલય પર્વત કર્યો સર

author img

By

Published : Jun 25, 2022, 12:57 PM IST

Updated : Jun 25, 2022, 1:44 PM IST

Himalayan Mountain : રમવા-કુદવાની ઉંમરે વડોદરાની બે દિકરીઓએ હિમાલય પર્વત કર્યો સર

વડોદરાની માત્ર આઠ વર્ષની ઉંમરે બે બાળકીએ હિમાલય પર્વત (Himalayan Mountain) સર કરી શહેરનું ગૌરવ વધાર્યું છે. આ બાળકીઓએ અન્ય બીજા બે પર્વતો પર પણ સફળતાપૂર્વક આરોહણ કર્યો છે. ત્યારે હિમાચલની પર્વતમાળાઓ પર પર્વતારોહણ કરવા માટે અનેક પડકારો ઝીલી (Vadodara Girls Himalayas Mountain) કેવી રીતે સિદ્ધિ હાસંલ કરી જાણો સુંદર કહાની.

વડોદરા : વડોદરામાં બે બાળકીઓએ અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી છે. માત્ર આઠ વર્ષની બે બાળકીઓ (Himalayan Mountain) રાયના પટેલ અને સનાયા ગાંધી, બંનેએ હિમાચલમાં 15 હજાર ફૂટની ઉંચાઈએ આવેલા બુરાન ઘાટી (Buran Ghati) પાસ પર ટ્રેકિંગ કરીને કઠીન સિદ્ધિ હાંસલ કરી છે. બંને કદાચ શિખર પર પહોંચનારી તેમની વય જૂથમાં પ્રથમ હોઈ શકે. પરંતુ આ ઉંમરે અનેક પટકારોનો સામનો કરી હિમાલય સર કરતા શહેરનું ગૌરવ વધાર્યું છે.

રમવા-કુદવાની ઉંમરે વડોદરાની બે દિકરીઓએ હિમાલય પર્વત કર્યો સર

ત્રણ વખત પર્વતારોહણ કરી ચુકી - નવરચના ઈન્ટરનેશનલ સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી બંને છોકરીઓ ખુબ ઉત્સાહી પર્વતારોહકો છે. અત્યાર સુધી ત્રણ વખત કઠીન પર્વતમાળાઓ પર પર્વતારોહણ કરી ચુકી છે. કોઈપણ ટ્રેનીંગ લીધા વિના તેઓએ 2020માં ઉત્તરાખંડના કેદારકાંઠા અને 2021માં કાશ્મીરના તરસર માનસર અને અત્યારે બુરાન ઘાટી પાસે સફળતાપૂર્વક આરોહણ કર્યું છે. તેઓ બંને ઉત્તરાખંડના કેદાર કાંઠા પર ચડ્યા ત્યારે, સાકરી ગામથી ટ્રેકની શરૂઆત કરી અને બે દિવસમાં જ આશરે 24 કિલોમીટરનું અંતર પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ બીજી વખત તરસર માલસર પહોંચવા માટે છ દિવસમાં 55 કિલોમીટર પૂર્ણ કરી પેહેલગામની અરુ ખીણમાંથી ટ્રેકિંગની શરૂઆત કરી હતી.

બંને દિકરીઓ
બંને દિકરીઓ

આ પણ વાંચો : World Environment Day 2022: ગરમ પ્રદેશ ગુજરાત અને ઠંડા પ્રદેશ હિમાચલના રહેણાંક મકાનોની વિશેષતા

અનેક પડકારોનો કર્યો સામનો - મળતી માહિતી મુજબ શિમલાથી આગળ જંગલીક ગામથી ટ્રેકિંગની શરૂઆત કરી હતી. આ સ્થળે 9 હજાર મીટરની (Himalayas Mountain Height) ઊંચાઈએ આવેલું છે. ત્યાંથી છ દિવસ સુધી ટ્રેકિંગ કરીને 18 જૂન સુધી લગભગ 26 કિલોમીટરનું અંતર કાપીને તેઓ બુરાન ઘાટી પાસ પર પહોંચ્યા હતા. તેઓએ હિમાચલની લોકલ ટ્રેકિંગ કંપનીની સલાહ અને પરવાનગી લઈને પર્વતારોહણમાં સફળતા મેળવી છે. માત્ર આઠ વર્ષની બાળકીઓને સપોર્ટ માટે કુલ 13 સભ્યો તેમની સાથે હતા. તેમ છતાં ઘણા પડકારોનો પણ સામનો કરવો પડ્યો હતો. સનાયાને માથાનો દુ:ખાવો શરૂ થયો જે એક્યુટ માઉન્ટેન સિકનેસ કહેવાય. તેને લીધે તે ભાંગી પડી. પણ અમે તેને (Achieved in Vadodara) પ્રોત્સાહિત કરી અને તેને હિંમત આપી. અમે બેઝ કેમ્પ પર ખુબ ઓછા સ્થાનિક સંસાધનો સાથે બાળકોને જીવતા શીખવ્યું હતું.

આ પણ વાંચો : અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી, સુરતની આ પેરા ખેલાડીએ કહેવતને કરી સાબિત

કેવી રીતે મુકામ સુધી પહોંચ્યા - બાળકોની માતા મૌસમ પટેલ જણાવ્યું હતું હતું “અમે 12 જુને ટ્રેકીંગ શરૂ કરી હતી. છ કલાક ચઢાણ પછી અમે દયારથચમાં રોકયા હતા. 13મીએ અમે લગભગ 4 કલાક સુધી ટ્રેકિંગ કરીને લેથમ રોકાયા હતા. 14મીએ અમે 2 મીટર મંઝીલ કાપ્યા પછી લેથમ કેમ્પમાં રોકાવા માટે પાછા ફર્યા હતા. 15મીએ ઉપરદાંડા સુધી, 16મીએ સવારે 8 વાગ્યે અમારા મુકામ સુધી પહોચ્યાં હતાં. જે શિખર બુરાન ઘાટી તરીકે ઓળખાય છે. વૉકિંગ, રેપલિંગ અને સ્નો સ્લાઇડિંગ દ્વારા અમે મુખ્ય બેઝ કેમ્પ પર પહોંચ્યા આટલી નાની ઉંમરમાં બાળકો સામાન્ય રીતે રમવામાં ગેમ ઝોનમાં કે કાર્ટુન જોવામાં મશગુલ હોય છે, એ ઉમરમાં આ (Himalayan Climber an Early Age) બંને બાળકોએ આવી કપરી સિદ્ધિ હાંસલ કરી છે.

Last Updated :Jun 25, 2022, 1:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.