ETV Bharat / city

વડોદરાનો કુખ્યાત બુટલેગર પોલીસને ચકમો આપી ફરાર, કોવિડ કેર સેન્ટરમાંથી નાસી છુટ્યો

author img

By

Published : May 24, 2021, 5:47 PM IST

વડોદરાનો કુખ્યાત બુટલેગરને ટ્રાન્સફર વોરંટથી સુરત સેન્ટ્રલ જેલમાંથી કબજો મેળવી ધરપકડ કરી હતી અને તેને વડું પોલીસની કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન, તેને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને પાદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કોવિડ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે, બુટલેગરે ચાદર ફાડી તેની દોરી બનાવી કોવિડ સેન્ટરની બારીમાંથી ફરાર થઇ ગયો હતો.

વડોદરાનો કુખ્યાત બુટલેગર પોલીસને ચકમો આપી ફરાર
વડોદરાનો કુખ્યાત બુટલેગર પોલીસને ચકમો આપી ફરાર

  • કુખ્યાત બુટલેગર અશોક ક્રિશ્નારામ બિશ્નોઇની સેન્ટ્રલ જેલમાંથી કબજો મેળવી ધરપકડ
  • બુટલેગરનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવતા પાદરા પ્રાથમિક કેન્દ્રમાં દાખલ કરાયો હતો
  • બુટલેગરને તક મળતા બેડની ચાદરની દોરી બનાવી કોવિડ સેન્ટરની બારીમાંથી થયો ફરાર

વડોદરા: પાદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કોવિડ કેર સેન્ટરમાં સારવાર લઇ રહેલા કુખ્યાત બુટલેગર સોમવારે વહેલી સવારે ફરાર થઇ જતા જિલ્લા પોલીસ તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. બુટલેગરે ચાદર ફાડી તેની દોરી બનાવી કોવિડ સેન્ટરની બારીમાંથી ફરાર થઇ ગયો હતો. પોલીસનો બંદોબસ્ત છતાં કુખ્યાત બુટલેગર ફરાર થવામાં સફળ થતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા હતા.

વડોદરાનો કુખ્યાત બુટલેગર પોલીસને ચકમો આપી ફરાર

આ પણ વાંચો: વડોદરામાં કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના અસ્થિ હરિદ્વારમાં કરાયા વિસર્જન

બૂટલેગર હોસ્પિટલમાંથી ચાદરની દોરી બનાવી બારીમાંથી ફરાર

વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે દારૂની હેરાફેરીના ગુનામાં કુખ્યાત બૂટલેગર અશોક ક્રિશ્નારામ બિશ્નોઇની ટ્રાન્સફર વોરંટથી સુરત સેન્ટ્રલ જેલમાંથી કબજો મેળવી ધરપકડ કરી હતી અને તેને વડું પોલીસની કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. આ બૂટલેગરનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવતાં પાદરા પ્રાથમિક કેન્દ્રમાં 17 મેથી સારવાર લઇ રહ્યો હતો. દરમિયાન તેને તક મળતાં જાપતામાંથી પોલીસને ચકમો આપી ચાદરની દોરી બનાવી કોવિડ સેન્ટરની બારીમાંથી ફરાર થઇ ગયો હતો. બૂટલેગર કોવિડ સેન્ટરમાંથી ફરાર થઇ ગયો હોવાની જાણ જિલ્લા પોલીસને થતાં તેને ઝડપી પાડવા પોલીસતંત્રએ દોડધામ કરી મૂકી હતી, જોકે બૂટલેગરના કોઇ સગડ મળ્યા ન હતા.

12 મેના રોજ ટ્રાન્સફર વોરંટથી સુરત જેલમાંથી પોલીસે કબજો મેળવ્યો હતો

વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે દારૂના કેસમાં સેન્ટ્રલ જેલમાં કાચા કામના આરોપી તરીકે રાખવામાં આવેલા રાજસ્થાનના વતની હાલ વડોદરાના કલાલી-બીલ રોડ ઉપર 4, પુષ્પક હોમ્સમાં રહેતા કુખ્યાત બૂટલેગર ઓમપ્રકાશ હુકમારામ બિશ્નોઇ અને કલાલી-બીલ રોડ ઉપર જ પુષ્પક હોમ્સમાં રહેતા તેના સાથીદાર અશોક ક્રિશ્નારામ બિશ્નોઇની 12 મેના રોજ ટ્રાન્સફર વોરંટથી સુરત સેન્ટ્રલ જેલમાંથી કબજો મેળવ્યો હતો. તેમનો કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. તેમનો રિપોર્ટ નેગેટિવ આવતાં 13 મેના રોજ બંનેને પાદરા કોર્ટમાં રજૂ કરી 17 મેના બપોર સુધીના રિમાન્ડ મેળવ્યા હતા.

આ પણ વાંચો: વડોદરામાં ચાંપાનેર દરવાજા પાસે જ્વેલર્સની દુકાનમાં ચાકુની અણીએ લૂંટ

કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવતા ત્યાંથી આરોપી થયો ફરાર

બૂટલેગરોના રિમાન્ડ પૂર્ણ થતાં તેને પુનઃ કોર્ટમાં રજૂ કરતાં પહેલાં તેમના કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં અશોક બિશ્નોઇનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવતાં પાદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રસ્થિત કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો હતો. દરમિયાન તેને મોકો મળતાં કોવિડ સેન્ટરમાં પોતાના બેડની ચાદર ફાડી દોરી બનાવીને કોવિડ સેન્ટરના પહેલા માળની બારીમાંથી નીચે ઊતરી ફરાર થઇ ગયો હતો. આરોપી ફરાર થઇ ગયો હોવાની જાણ પાદરા પોલીસને થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસ કરી હતી, પરંતુ બૂટલેગર અશોક બિશ્નોઇ મળી આવ્યો ન હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.