ETV Bharat / city

આખરે કુલડીમાં ગોળ ભાંગ્યો: કેતન ઈનામદાર અને દિનુમામા વચ્ચેના વિવાદનો અંત, ભાજપની મધ્યસ્થી ફળી

author img

By

Published : Sep 7, 2021, 10:27 PM IST

આખરે કુલડીમાં ગોળ ભાંગ્યો
આખરે કુલડીમાં ગોળ ભાંગ્યો

બરોડા ડેરીમાં પશુ પાલકોના હિતના મામલે ધારાસભ્ય કેતન ઈનામદાર અને ડેરીના ચેરમેન દિનુ મામા વચ્ચે ગજગ્રાહ સર્જાયો હતો. બન્ને વચ્ચેનો વિવાદ મુખ્ય પ્રધાન સુધી પણ પહોંચ્યો હતો. જોકે, મુખ્યપ્રધાનના આદેશ બાદ ભાજપની મધ્યસ્થીથી આખરે કુલડીમાં ગોળ ભંગાયો છે. જોકે, કેતન ઈનામદારે પશુ પાલકોના હિતને લઈને ઉઠાવેલા પ્રશ્નોનું હવે શું થશે, તે જોવું રહ્યું.

  • કેતન ઈનામદાર અને દિનુમામા વચ્ચેનો વિવાદ
  • વિવાદમાં આખરે કુલડીમાં ગોળ ભાંગ્યો
  • ભાજપના હોદ્દેદારોની સમજાવટ કામ લાગી

વડોદરા: બે લાખ દુધ ઉત્પાદકોની મહેનતથી ચાલતી બરોડા ડેરીમાં છેલ્લા ચાર દિવસથી રાજકીય ડ્રાર્મા સર્જાયો હતો સાવલી ના ધારાસભ્ય કેતન ઈનામદારે ભાજપ સાસિત બરોડા ડેરીમાં પશુપાલકોનું સોષણ થતુ હોવાના આક્ષેપ સાથે 13 મુદ્દાનો પત્ર સહકાર મંત્રીને લખ્યો હતો.જેને લઈને ડેરી ના ચેરમેન દિનુ પટેલ સામે સીધા આક્ષેપો થયા હતા.જોકે આખા મામલે જીલ્લા ભાજપ પ્રમુખ ,પ્રભારી અંને સાસદે મધ્યસ્થી કરી બંન્ને નેતાઓ ને સમજાવ્યા હતા અને સમાધાન થયુ છે. જોકે ડેરીના વિરુધ્ધમાં રજુ થયેલા 14 મુદ્દા પૈકી પશુપાલકોને ભાવ ફેરના નાણાં આવતી એજીએમમાં આપવાની ખાત્રી આપી હોવાનો કેતન ઈનામદાર દાવો કર્યો છે સાથે જ પશુપાલકો ને લગતો કોઈ પણ મુદ્દો હશે તો દિનુ મામા સાથે બેસી ને ઉકેલશુ એવી વાત કરી છે.

આખરે કુલડીમાં ગોળ ભાંગ્યો

મુખ્યપ્રધાન સુધી પહોંચ્યો હતો મુદ્દો

2 લાખ દૂધ ઉત્પાદકોની મહેનતથી ચાલતી બરોડા ડેરીમાં છેલ્લા 4 દિવસથી રાજકીય ડ્રામા સર્જાયો હતો. સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે ભાજપશાસિત બરોડા ડેરીમાં પશુપાલકોનું સતત શોષણ થતું હોવાના આક્ષેપો સાથે 13 મુદ્દાનો પત્ર સહકાર પ્રધાનને લખ્યો હતો. ભાજપના ધારાસભ્ય દ્વારા કરાયેલા આ આક્ષેપોની સીધી અસર ભાજપશાસિત બરોડા ડેરીના ચેરમેન દિનુ પટેલ ઉર્ફે દિનુ મામા પર પડી હતી. જોકે, આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યા બાદ મામલો મુખ્યપ્રધાન રૂપાણી સુધી પહોંચ્યો હતો. જ્યારબાદ ભાજપના હોદ્દેદારોની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો.

મૂળ કારણ વિધાનસભાની ચૂંટણી

કેતન ઈનામદારે ડેરીમાં થતા ભ્રષ્ટ્રાચારને ઉજાગર કરીને દિનુ મામાની દુ:ખતી નસ પર હાથ મૂક્યો હતો. જોકે બે દિવસ પહેલા ડેરીનુ સંચાલક મંડળ સાચું હોવાનો હુંકાર કરતા દિનુ મામા પણ આજે મંગળવારે ઠંડા પડેલા દેખાતા હતા અને કેતનભાઈએ જે રજૂઆત કરી છે. તેની તપાસ કરાવવાની ખાત્રી પણ આપી હતી. જોકે, દિનુમામાએ કેતનભાઈએ રજૂ કરેલા 14 મુદ્દા બાબતે ખુલીને બોલ્યા ન હતા, પરંતુ મવોડીઓની સમાધાન ફોર્મ્યુલાને માન્ય રાખી છે. સમગ્ર વિવાદનું મૂળ ડેરીના સાવલી-ડેસરના ડિરેક્ટર કુલદિપ રાઉલજીએ સાવલી વિસ્તારમાં શરૂ કરેલી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ માનવામાં આવે છે. જોકે, આજે થયેલું સમાધાન પશુ પાલકોનું હિત કરશે કે વિધાનસભાની ચૂંટણીના રાજકીય ચોગઠા ગોઠવી આપશે તે આગામી સમય બતાવશે, તેમ ચર્ચાઈ રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.