ETV Bharat / city

વડોદરામાં SSG હોસ્પિટલના પ્રસૂતિ ગૃહમાં દંપતીનો હોબાળો, બાળકનો જન્મ થયાનું કહી બાળકી સોંપતા દંપતીનો વિરોધ

author img

By

Published : Oct 30, 2021, 10:25 PM IST

વડોદરામાં સયાજી હોસ્પિટલમાં રુકમણી ચૈનાની પ્રસુતિ ગૃહમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. તે સમયે ડોક્ટરે મહિલાના પતિને બાળક થયું હોવાનું જણાવ્યું હતું, પરંતુ પછી બાળકીનો જન્મ થયો હોવાનું કહેતા મહિલા અને તેના પતિએ હોબાળો મચાવ્યો હતો. જોકે, આ અંગે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ સાથે જ દંપતીએ DNA કરાવવાની પણ માગ કરી છે.

વડોદરામાં SSG હોસ્પિટલના પ્રસૂતિ ગૃહમાં દંપતીનો હોબાળો, બાળકનો જન્મ થયાનું કહી બાળકી સોંપતા દંપતીનો વિરોધ
વડોદરામાં SSG હોસ્પિટલના પ્રસૂતિ ગૃહમાં દંપતીનો હોબાળો, બાળકનો જન્મ થયાનું કહી બાળકી સોંપતા દંપતીનો વિરોધ

  • વડોદરાની સયાજી હોસ્પિટલમાં અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો
  • બાળકનો જન્મ થયો અને બાળકી આવી હોવાનું જણાવતા વિવાદ
  • રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

વડોદરાઃ શહેરની સયાજી હોસ્પિટલમાં રુકમણી ચૈનાની પ્રસૂતિગૃહમાં બાળક બદલાઈ ગયું હોવાના આક્ષેપ સાથે પિતાએ હોબાળો મચાવ્યો હતો. પ્રસુતિ ગૃહમાં મહિલાના પતિને પહેલા એવી જાણ કરવામાં આવી હતી કે, મહિલાએ બાળકને જન્મ આપ્યો છે, પરંતુ પછી પુત્રીને જન્મ આપ્યો હોવાનું કહેતા દંપતીએ હોબાળો મચાવ્યો હતો. આ સાથે જ દંપતીએ આ અંગે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. આ સાથે જ તેમણે DNA કરાવવાની પણ માગ કરી છે.

આ પણ વાંચો- આગ્રમાં પારસ હોસ્પિટલની બેદરકારી, ઓક્સિજન મોકડ્રીલ યોજતા 22 દર્દીઓના મોત

બાળકીને જન્મ આપવાની વાત કહેતા દંપતીએ હોબાળો મચાવ્યો

આ અંગે મળતી માહિતી અનુસાર, સયાજી હોસ્પિટલના રુકમણી ચૈનાની પ્રસૂતિ ગૃહમાં મહિલાએ બાળકીને નહીં, પરંતુ બાળકને જન્મ આપ્યો હોવાની વાત મહિલાના પતિએ કહી હતી, પરંતુ બાળકીને જન્મ આપ્યો હોવાની વાત જાણતા દંપતીએ હોબાળો મચાવ્યો હતો. આ સાથે જ દંપતી તેમને બાળક જ થયો હોવાનું જણાવી રહ્યા છે.

આ પણ વાંચો- જૂનાગઢના ભંડુરી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં જોવા મળી ગંભીર બેદરકારી, વીડિયો થયો વાયરલ

નર્સે બાળકી થયાનું જણાવતા મહિલાના પતિ ગુસ્સે ભરાયા

દંપતીએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ હોસ્પિટલ પહોંચી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, સુભાનપુરા વિસ્તારમાં રહેતા 38 વર્ષીય શકુંતલાબેન મહેન્દ્રભાઈ મલ્લા નામની મહિલાને સયાજી હોસ્પિટલના રુકમણી ચૈનાની પ્રસૂતિ ગૃહમાં દાખલ કરાયા હતા. અહીં તેમની પ્રસૂતિ કરવામાં આવી હતી. પ્રસૂતિ દરમિયાન તેમને કોઈએ કહ્યું હતું કે, બાળક છે. જ્યારે પ્રસુતિ બાદ નર્સે બાળકી હોવાનું જણાવતા મહિલાના પતિ મહેન્દ્રભાઈ રોષે ભરાયા હતા અને પોતાની સાથે છેતરપિંડી કરાઈ હોવાના આક્ષેપ સાથે રાવપુરા પોલીસ મથકે ફરિયાદ કરી ડીએનએ ટેસ્ટની માગ કરી છે.

વડોદરામાં SSG હોસ્પિટલના પ્રસૂતિ ગૃહમાં દંપતીનો હોબાળો

રૂકમની ચૈનાની પ્રસૂતિ ગૃહના પોલીસ હેડ ઘટનાથી અજાણ, માતાપિતાએ DNA ટેસ્ટ કરાવવા માગ કરી

જન્મ આપનારા માતા શકુન્તલાબેને જણાવ્યું હતું કે, મારી બાજુમાં બેઠેલી એક મહિલાએ મને જણાવ્યું હતું કે, તમે બાળકને જન્મ આપ્યો છે, જેથી હું અને મારા પતિ ખુશ થઈ ગયા હતા. ત્યારબાદ જાણવા મળ્યું હતું કે, બાળક નહીં બાળકીનો જન્મ થયો છે. તો અમે બંનેએ આનો વિરોધ કર્યો હતો. તો મહિલાના પતિ મહેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, હું હોસ્પિટલમાં બેઠો હતો. ત્યારે બહાર છોકરો થયો તેવી વાતો ચાલતી હતી. થોડા સમય પછી જાણવા મળ્યું હતું કે, છોકરી થઈ છે. એટલે અમારી સાથે છેતરપિંડી થઈ છે. તેથી અમે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પ્રસૂતિ ગૃહના પ્રો. હેડનું રટણ, ચર્ચા કરીને તપાસ કરાશે

તો રૂકમણી ચૈનાની પ્રસૂતિ ગૃહના પ્રો. હેડ ડો. આશિષ ગોખલે આ અંગે ચર્ચા પરામર્શ કરી જરૂર જણાશે તો તપાસ કરાશે તેવું જણાવ્યું હતું. આપને જણાવી દઈએ કે, શકુંતલાબેનને અગાઉથી 4 પુત્રી છે અને આ પાંચમી વખતે તેમને બાળક થયાનું જાણવા મળતા તેઓ ખુશ થયા હતા, પરંતુ છેલ્લે તેમને બાળકી હોવાનું જ જાણવા મળતા તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાયું હતું. એટલે તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.