ETV Bharat / city

Student corona positive in MS Uni: યુનિવર્સીટીમાં કોરોનાના કેસોમાં સતત વધારો, આજે 10 વિદ્યાર્થીનીઓ કોરોના પોઝિટિવ

author img

By

Published : Jan 20, 2022, 2:10 PM IST

વડોદરાની M.S.Uni માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ હવે કોરોના સક્રમિત(Students corona positive) થઇ રહ્યા છે. આજ રોજ યુનિવર્સીટીની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું(Testing operation in Girls Hostel) હતું. અત્યાર સુધીમાં 73 જેટલા કોવિડ ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે જેમાંથી 10 વિદ્યાર્થીનીઓ કોરોના પોઝિટિવ(10 students corona positive) આવતા તેમને ક્વોરન્ટાઈન કરવામાં આવી છે.

Student corona positive in MS Uni
Student corona positive in MS Uni

વડોદરા : રાજ્યમાં હવે કોરોનાનો કહેર સ્કુલ, કોલેજમાં પણ જોવા મળી રહ્યો છે. MS Uni માં આવેલ ગર્લ્સ હોસ્ટેલમાં કોવિડ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું(Planning of Covid Test at Girls Hostel) હતું, તે અંતર્ગત તમામ વિદ્યાર્થીનીઓનું ટેસ્ટિંગ કરવામા આવ્યું(Testing of female students) હતું, જેમાંથી 10 જેટલી વિદ્યાર્થીનીઓ કોરોના પોઝિટિવ(10 students corona positive) આવી હતી. તેમને અત્યારે હોસ્ટેલના એક વોર્ડમાં ક્વોરન્ટાઇન કરવામા આવી છે.

Student corona positive in MS Uni

MS Uni માં કોરોનાના કેસોમાં નોંધાયો વધારો

શહેરમાં કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. MS Uni માં કોરોનાનો વિસ્ફોટ જોવા મળી રહ્યો છે. ગર્લ્સ હોસ્ટેલમાં કોવિડ ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે તે દરમિયાન એક વિદ્યાર્થી ઢળી પડી હતી, જેને કારણે અન્ય વિદ્યાર્થીનીઓમાં પણ ફફડાટ ફેલાઇ ગયો હતો. જેટલી વિદ્યાર્થીનીઓ હાલ સંક્રમિત થઇ છે તેમને ક્વોરન્ટાઇન કરીને તેમની પુરતી સંભાળ અને કાળજી રાખવામાં આવી રહી છે.

Student corona positive in MS Uni
Student corona positive in MS Uni

યુનિવસીર્ટીની ગર્લ્સ હોસ્ટલમાં ટેસ્ટિંગની કામગીરી શરુ કરાઇ

યુનિવર્સિટીના જર્નાલિઝમ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પ્રીતિ દલાલે કોરોના ટેસ્ટિંગ બાબતે જણાવ્યું હતું કે, અમને ગઇકાલેરો નોટિફિકેશન આપવામાં આવી હતી કે ગર્લ્સ હોસ્ટેલમાં કોરોના ટેસ્ટ કરવામાં આવશે. આજે હોસ્ટેલની તમામ છોકરીઓએ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો છે. તેમજ હોસ્ટેલમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ રહે છે, જેમાંથી કોણ પોઝિટિવ છે કે નેગેટિવ છે તેની ખબર હોવી જોઈએ, જેથી આગળ કયા પ્રકારના પગલા લેવા તે અંગે નિર્ણય કરી શકાય.

Student corona positive in MS Uni
Student corona positive in MS Uni

સંક્રમિત થયેલને આઈશોલેશન કરવામાં આવશે

યુનિવર્સિટીના હોલ ઓફ રેસિડન્સ વોર્ડન ડો. વિજય પરમારના જણાવ્યું અનુસાર ગર્લ્સ હોસ્ટેલના કેમ્પસમાં ચાર હોસ્ટેલો આવેલી છે. જેમાં સરકારી ગાઈડલાઈન હેઠળ વિદ્યાર્થીનીઓને રાખવામાં આવી રહી છે. હોસ્ટેલમાં કોરોનાના કેસ આવતા મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ યુનિવર્સિટીના હેલ્થ સેન્ટરના સહયોગથી રેપિડ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જે કોઈ વિદ્યાર્થીનીઓનો હાલમાં કોરોના પોઝિટિવ આવ્યો હોય તે તમામ વિદ્યાર્થીનીઓને આઈશોલેશન રુમમાં શિફ્ટ કરવામાં આવી છે.

યુનિવર્સિટીમાં કુલ સંક્રમિતોનો આંક 61 ઉપર પહોંચ્યો

યુનિવર્સિટીમાં 2 ટેમ્પરરી આસિસ્ટન્ટ પ્રોફેસર, MSCની 1 વિદ્યાર્થીની, 2 પ્રોફેસર તેમજ 3 ઓફિસ સ્ટાફ, હોમ સાયન્સ ફેકલ્ટીમાં 1 પ્રાધ્યાપક, સંસ્કૃત મહાવિદ્યાલયમાં 4 વિદ્યાર્થી, ટેકનોલોજી ફેકલ્ટીમાં એપ્લાઇડ કેમેસ્ટ્રી વિભાગના હેડ અને 4 વિદ્યાર્થી તેમજ એક ડેપ્યુટી વોર્ડન પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે, તેમાં આજે વધુ ગર્લ્સ હોસ્ટેલની 10 વિદ્યાર્થીનીઓ કોરોના પોઝિટિવ આવતાં યુનિવર્સિટીમાં કુલ સંક્રમિતોનો આંક 61 ઉપર પહોંચ્યો છે.

આ પણા વાંચો : Corona Case in Gujarat : બાળકો સંક્રમિત થયા પછી પણ DEO કચેરી પાસે સ્કૂલોમાં કેટલા શિક્ષકોઓએ વેક્સિનના બે ડોઝ લીધા છે તેની વિગતો નથી

આ પણા વાંચો : student corona positive :વડોદરામાં વધુ એક વિદ્યાર્થી કોરોના પોઝિટિવ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.