ETV Bharat / city

વડોદરાઃ મકરપુરામાં SRP ગૃપના કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો

author img

By

Published : May 29, 2020, 5:24 PM IST

વડોદરાના મકરપુરામાં SRP ગૃપના કોન્સ્ટેબલે રહસ્યમય સંજોગોમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આપઘાતના બનાવને પગલે SRP ગૃપ કવાટર્સમાં ચકચાર મચી ગઈ હતી.

SRP constable suicide in Makarpura
મકરપુરામાં SRP કોન્સ્ટેબલનો આપઘાત

વડોદરાઃ શહેરના મકરપુરામાં SRP ગૃપના કોન્સ્ટેબલે રહસ્યમય સંજોગોમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આપઘાતના બનાવને પગલે SRP ગૃપ કવાટર્સમાં ચકચાર મચી ગઈ હતી.

મકરપુરામાં SRP ગૃપના કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાઈ આપઘાત

આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ મકરપુરા રોડ પર આવેલ SRP ગૃપ કવાટર્સમાં જયેન્દ્રસિંહ મહીડા કોસ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. તેઓએ રાત્રી દરમિયાન ભેદી સંજોગોમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ SRP ગૃપના અધિકારીઓને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બનાવની જાણ મકરપુરા પોલીસને કરવામાં આવી હતી.

મકરપુરા PI સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોચ્યો હતો અને SRP જવાન જયેન્દ્રસિંહ જાડેજાના આપઘાતની કાયદેસરની કાર્યવાહી કરી તેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. બનાવની જાણ પરિવારજનોને કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આપઘાતનું કારણ જાણવાની ગતિવિધિ હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.