ETV Bharat / city

સાધલી પ્રાથમિક શાળા જ્યાં ભણવાની કોઇ બાળક ના નથી પાડતું, શિક્ષકે સરકારી શાળાની સિકલ બદલી

author img

By

Published : Sep 5, 2022, 5:21 PM IST

સાધલી પ્રાથમિક શાળા જ્યાં ભણવાની કોઇ બાળક ના નથી પાડતું, શિક્ષકે સરકારી શાળાની સિકલ બદલી
સાધલી પ્રાથમિક શાળા જ્યાં ભણવાની કોઇ બાળક ના નથી પાડતું, શિક્ષકે સરકારી શાળાની સિકલ બદલી

આજે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસની ઉજવણી ( Teachers Day Celebration ) નિમિત્તે ઉદાહરણરુપ શાળાઓ અને શિક્ષકોની કૃતજ્ઞ નોંધ લેવાનું ટાણું છે. બાળકોમાં સંસ્કાર સિંચન અને કૌશલ્ય વિકાસનું મૂળ સ્ત્રોત સ્થાન કહેવાય એવા શિક્ષકોને યાદ કરતાં વડોદરાની સાધલી પ્રાથમિક શાળા ( Sadhli Primary School in Vadodara ) અને તેના શિક્ષક અશોક પ્રજાપતિ ( Sadhli Primary School Teacher Ashok Prajapati ) વિશે જણાવીએ કે જ્યાં કોઇ બાળક અભ્યાસ છોડવા માગતું નથી.

વડોદરા દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ આજીવન શિક્ષક અને દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન ( Former President Dr Sarvapalli Radhakrishnan ) ની યાદમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. શિક્ષકદિને પ્રાથમિકથી લઈ ઉચ્ચતર માધ્યમિક શાળાના શ્રેષ્ઠ શિક્ષકોનું ( Teachers Day Celebration ) સન્માન કરવામાં આવે છે. તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા, કર્મઠ અને નિષ્ઠાવાન એવા સાધલી પ્રાથમિક શાળાના આચાર્ય અશોક પ્રજાપતિની વાત કરીએ તો તેમણે ચાણક્યના સૂત્ર 'શિક્ષક કભી સાધારણ નહીં હોતા'ને સાર્થક કરતા કર્યું છે. અશોક પ્રજાપતિએ ( Sadhli Primary School Teacher Ashok Prajapati ) પોતાની શિક્ષણ સાધના સાથે શાળાના શિક્ષકોના સહયોગથી સાધલી પ્રાથમિક શાળાની આખે આખી કાયાપલટ કરી નાખી છે.

સાધલીમાં ખાનગી શાળાઓ છે પરંતુ બાળકો અહીં ભણવું પસંદ કરે છે

શાળામાં તમામ 22 ઓરડા જર્જરિત સપ્ટેમ્બર 2012માં સાધલી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે જોડાયેલા અશોક પ્રજાપતિની સાથે 12 શિક્ષકો ફરજ બજાવતા હતાં. શાળામાં તમામ 22 ઓરડાઓ પૈકી તમામ જર્જરિત હાલતમાં હતાં. ચોમાસામાં તમામ ઓરડામાં પાણી ટપકતું અને વરસાદ ચાલુ હોય ત્યારે બાળકોની હાજરી પણ ખૂબ જ ઓછી થઈ જતી હતી. શાળાની ભૌતિક પરિસ્થિતિ ખૂબ જ પડકારજનક હતી.

સ્થિતિ બદલવા સૌ પ્રથમ તો નાના મોટા પ્રયાસો અશોક પ્રજાપતિએ વર્ગખંડોમાં પાણી પડતું અટકાવવાના પ્રયાસો કર્યા, પરંતુ શાળાનું મકાન 100 વર્ષથી વધુ જુનું હતું. શાળાના નવા મકાનની જરૂર હતી. શાળાને વિકસાવવા માટે શાળા પાસે વિશાળ મેદાન તો હતું જ. જરૂર માત્ર યોગ્ય આયોજનની હતી. અશોકભાઈ દ્વારા તત્કાલીન ગ્રામ પંચાયત સરપંચ, તલાટી અને શાળા વ્યવસ્થાપન સમિતિના સહયોગથી શાળાના નવા મકાન માટે સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હતી. જેથી રાજ્ય સરકાર દ્વારા સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ શાળા માટે નવું મકાન મંજૂર કરવામાં આવ્યું.

નવા મકાનમાં શૈક્ષણિક કાર્ય માત્ર ત્રણ વર્ષના સમયગાળામાં નવા મકાનમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. જેનું લોકાર્પણ તત્કાલીન મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ ( Former CM Anandiben Patel ) ના હસ્તે કરજણથી કરવામાં આવ્યું હતું. શાળાનું નવું મકાન બનતાં શિક્ષકોમાં કામ કરવાનો ઉત્સાહ જાગ્યો હતો. શાળામાં પણ બાળકોની સંખ્યા 300 થી વધીને 400 થઈ ગઈ હતી. એટલું જ નહીં, ખાનગી શાળાઓમાંથી પણ બાળકોને વાલીઓએ પ્રવેશ અપાવ્યો હતો. શાળા ડ્રોપઆઉટ રેશિયો ( School Dropout Ratio ) જે પાંચ ટકા હતો તે ઘટીને શૂન્ય થઈ ગયો હતો.

શાળાને સ્માર્ટ ક્લાસ રૂમ મળ્યાં સાધલી પ્રાથમિક શાળામાં શરૂઆતમાં બાળકોને પ્રોજેક્ટર દ્વારા શિક્ષણ આપવાનું શરૂ કર્યું. ત્યારબાદ સર્વ શિક્ષા અભિયાન પ્રોજેક્ટ અંતર્ગત શાળાને સ્માર્ટ ક્લાસ રૂમ મળ્યા. જ્યાં ધો. 6 થી 8 ના બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. શાળામાં બાળ લાયબ્રેરી દ્વારા બાળકોને દર અઠવાડિયે પુસ્તક વાંચવા માટે આપવામાં આવે છે. શાળામાં વિજ્ઞાન લેબ થકી બાળકોને નાના મોટા પ્રયોગો કરાવવામાં આવે છે. શાળા દ્વારા દર વર્ષે વિજ્ઞાનમેળા અને ઈનોવેશન ફેરમાં જિલ્લા કક્ષા સુધી ભાગ પણ લે છે. શાળામાં NMMS, PSE અને નવોદય જેવી બાહ્ય પરીક્ષાઓ માટે શિક્ષકો દ્વારા વિશેષ કોચીંગ આપવામાં આવે છે. જેના પરિણામે ગત વર્ષે શાળાની વિદ્યાર્થિની NMMS પરીક્ષામાં મેરિટમાં જિલ્લા કક્ષાએ પ્રથમ આવી હતી.

શિક્ષકો માટે બનાવ્યું કેમ્પસ શાળા કેમ્પસમાં શિક્ષકો માટે બનાવવામાં આવેલા શિક્ષક ક્વાર્ટસમાં કુલ 12 શિક્ષકો રહે છે. શાળામાં દિવ્યાંગ બાળકો પર વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. શાળાની દીવાલો ઉપર શૈક્ષણિક ચિત્રો દોરવામાં આવ્યા છે. જેથી બાળકો હરતાં ફરતાં શિક્ષણ મેળવે છે. વર્ષ 2019 2020માં શાળા અપગ્રેડેશન પ્રોજેક્ટ હેઠળ શાળા મકાનને નવી રોનક મળી. શાળાના મકાનને નવેસરથી કલરકામ, શાળામાં પથ-વે, એમ્પીથિયેટર, બાળકોને જમવા માટેનો મોટો શેડનું બાંધકામ કરવામાં આવ્યું છે.

સીસીટીવીથી સજજ સાધલી ગ્રામ પંચાયતના સહયોગથી શાળાને સીસીટીવીથી સજજ કરવામાં આવી છે. સાધલી ગામમાં અન્ય બે ખાનગી શાળાઓ અને એક નોન ગ્રાન્ટેડ શાળા હોવા છતાં શાળામાં હાલમાં 400 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. લોકડાઉન અને કોરોના જેવી મહામારીમાં પણ શાળા દ્વારા બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવ્યું હતું. શાળામાં બાળકોના વાલીઓનું ધોરણવાર વોટસએપ ગૃપ દ્વારા બાળકોને લગતી શૈક્ષણિક સૂચનાઓ, શૈક્ષણિક માહિતી ઓનલાઇન શૈક્ષણિક કાર્યક્રમની લિંક પૂરી પાડવામાં આવે છે.

શાળા સ્વચ્છતા એવોર્ડ સાધલી પ્રાથમિક શાળાને વર્ષ 2018 2019માં જિલ્લા કક્ષાનો શાળા સ્વચ્છતા એવોર્ડ મળ્યો છે. આચાર્ય અશોકભાઈ પ્રજાપતિને વર્ષ ૨2018માં તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. શાળાના આચાર્ય અશોક પ્રજાપતિએ પોતાના શિક્ષણ કર્મયોગ સાથે સાથે શાળાની પણ કાયાપલટ કરી નાખી શિક્ષક કભી સાધારણ નહીં હોતાના ચાણક્ય સૂત્રને ખરેખર સાર્થક કરી પ્રેરક ( Teachers Day Celebration ) ઉદાહરણ પૂરું પાડ્યું છે. શિક્ષક દિવસની ઉજવણી આવા કર્મનિષ્ઠ શિક્ષકોથી સાર્થક થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.