ETV Bharat / city

અધીકારીઓને ધારાસભ્યે આપી ધમકી કહ્યું કે, ચૌદમું રતન બતાવીશ...

author img

By

Published : Jul 30, 2022, 6:18 PM IST

MGVCL દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્યે આપી અધિકારીઓને ધમકી કહ્યું કે, ચૌદમું રતન બતાવીશ...
MGVCL દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્યે આપી અધિકારીઓને ધમકી કહ્યું કે, ચૌદમું રતન બતાવીશ...

વડોદરાના વાઘોડિયા વિસ્તારના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પોતાના નિવેદનથી ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે. તેમણે પોતાના નિવેદમાં કહ્યું હતું કે MGVCLના અધિકારોને હું ચૌદમું રતન ના બતાવું તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં(MLA Threatened the Officials). બરોડા ડેરીમાં પશુપાલકોને(Cattle Breeders Baroda Dairy) ન્યાય નહિ મળે તો હલ્લાબોલ કરીશું.

વડોદરા: વાઘોડિયાના(Vaghodaya area of Vadodara) ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વિવાદિત નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરીથી બેફામ નિવેદનબાજી કરી છે. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે અધિકારીઓને ફરી ચૌદમું રતન બતાવવાની ચીમકી ઉચ્ચારી છે. તેમણે જણાવ્યું છે કે, MGVCLના ભ્રષ્ટ અધિકારીઓને(Corrupt officers of MGVCL) નહીં છોડુ પશુપાલકોને ન્યાય ના મળે તો બરોડા ડેરીમાં હલ્લાબોલ કરીશું.

પશુપાલકોને ન્યાય નહીં મળે તો હલ્લાબોલ કરીશ - શહેરના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે બરોડા ડેરીના વિવાદ મામલે એક નિવેદન આપતા જણાવ્યું હતું કે, પશુપાલકોને ન્યાય નહીં મળે તો ડેરીમાં જઈને હલ્લાબોલ કરીશ. ફેટના ભાવમાં વધારો નહીં થાય તો મધુ શ્રીવાસ્તવે આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. MGVCL દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં(Program organized by MGVCL) વડોદરાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે નિવેદન આપ્યું હતું.

જો અધિકારીઓ કામ ના કરે તો કહેજો, તેમને ચૌદમું રતન ના બતાડું તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં. અગાઉ પણ મધુ શ્રીવાસ્તવ આ પ્રકારનું નિવેદન કરી ચૂક્યા છે.

આ પણ વાંચો: બરોડા ડેરીની સાધારણ સભામાં હોબાળો

મધુ શ્રીવાસ્તવની જીભ લપસી હતી - ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આ મુદ્દે અધિકારીઓને 14મું રતન બતાવવાની ફરી એકવાર ચીમકી આપી હતી. ટકાવારી લેતા અધિકારીઓને મધુ શ્રીવાસ્તવએ ચીમકી ઉચ્ચારી છે. અગાઉ પાદરામાં આયોજિત અન્નોત્સવ દિવસના કાર્યક્રમમાં વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અહીં સંબોધન દરમિયાન મધુ શ્રીવાસ્તવની જીભ લપસી ગઈ હતી.

ચૌદમું રતન ના બતાવું તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં - મધુ શ્રીવાસ્તવે વિધાનસભા ચૂંટણીમાં ભાજપ તરફી મતદાન કરવા માટે જણાવ્યું હતું, એટલું જ નહીં તેઓએ ધમકીના(MLA Threatened the Officials) સ્વરમાં કહ્યું હતું કે, જો અધિકારીઓ કામ ન કરે તો કહેજો, તેમને ચૌદમું રતન ના બતાવું તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં. અગાઉ પણ મધુ શ્રીવાસ્તવ આ પ્રકારનું નિવેદન કરી ચૂક્યા છે.

જાડી ચામડીના અધિકારીઓ છે - MGVCLના કાર્યક્રમમાં નિવેદન આપતા મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, જે જાડી ચામડીના અધિકારીઓ છે. તેને જિંદગીભર છોડવામાં નહીં આવે આવા અધિકારીઓને ચૌદમું રતન બતાવવાની ધમકી આપી હતી, પરંતુ અડધી રાતે વરસાદમાં લાઈટ જાય ત્યારે વરસતા વરસાદમાં પણ જે અધિકારઓ જીવના જોખમે કામ કરે છે તે અધિકારીઓ ધન્યવાદને પાત્ર છે. ટકાવારી લેતા અધિકારીઓને શાનમાં સમજી જવા ચીમકી ઉચ્ચારી હતી.

આ પણ વાંચો: Baroda dairy milk price hike: બરોડા ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિલિટરે રૂપિયા 2નો વધારો આવતીકાલથી અમલી બનશે

ફેટના ભાવમાં વધારો નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી - આ ઉપરાંત બરોડા ડેરી મામલે અમારી લડત ચાલુ જ છે. ડેરીએ પશુપાલકો પાસેથી ખરીદતા દૂધના ફેટના ભાવમાં(Milk fat prices) વધારો કરવો જ જોશે. જો પશુપાલકોને ન્યાય નહીં મળે તો ડેરીમાં જઈને હલ્લાબોલ કરીશું અને ફેટના ભાવમાં વધારો(Increase in fat prices) નહીં થાય તો મધુ શ્રીવાસ્તવ ઉગ્ર આંદોલન કરશે તે અંગેની પણ તેમણે ચીમકી ઉચ્ચારી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.