બરોડા ડેરી વિવાદનો અંત : પશુપાલકોને 27 કરોડ ચૂકવવા નિર્ણય લેવાયો, ફટાકડા ફોડી ઉત્સવ મનાવાયો

author img

By

Published : Sep 23, 2021, 3:45 PM IST

Baroda Dairy pastoralists celebrated with fireworks

વડોદરાની પ્રખ્યાત બરોડા ડેરી ( Baroda Dairy )નો વિવાદ છેલ્લા કેટલાય સમયથી ચરમસીમાએ હતો. જેને પગલે બુધવારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ( C R Paatil ) ની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ મામલો શાંત પડ્યો હતો અને પશુપાલકોને ભાવ ફેરના 27 કરોડ ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી. આથી, આજે ગુરૂવારે સાવલી વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય કેતન ઈનામદાર(MLA Ketan Inamdar)ના નિવાસ સ્થાને પશુપાલકો દ્વારા ફટાકડા ફોડી ઉત્સવ મનાવાયો હતો.

  • ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં પશુપાલકોને ભાવ ફેરના 27 કરોડ ચૂકવવા નિર્ણય
  • પશુપાલકોની લડતનો સુખદ અંત આવતા ખુશીની લહેર ફેલાઈ
  • ધારાસભ્ય કેતન ઇનામદારના નિવાસ સ્થાને ઉત્સવનો માહોલ

વડોદરા : બરોડા ડેરી ( Baroda Dairy )ના પશુપાલકોને ભાવ ફેર આપવાની માંગ સાથે છેલ્લા કેટલાક દિવસથી સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે (MLA Ketan Inamdar) ડેરી સામે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું હતું, આ દરમિયાન ગાંધીનગર ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ( C R Paatil )ના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં પશુપાલકોને ભાવ ફેરના 27 કરોડ ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ નિર્ણયથી પશુપાલકોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

પશુપાલકોને 27 કરોડ ચૂકવવા નિર્ણય લેવાતા ફટાકડા ફોડી ઉત્સવ મનાવાયો

પશુપાલકોએ ફટાકડાં ફોડી ઉત્સવ મનાવ્યો

બરોડા ડેરીના પશુપાલકોને ભાવ ફેર આપવાની માંગ સાથે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે ડેરી સામે ગુરુવારે હલ્લાબોલનું એલાન આપ્યું હતું. જોકે ગાંધીનગરમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ અને સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર સહિતના ધારાસભ્યો વચ્ચે મળેલી બેઠકમાં વિવાદનો ઉકેલ આવ્યો હતો. આ બેઠકમાં થયેલી ચર્ચા બાદ માર્ચ 2022 સુધીમાં બરોડા ડેરી પશુપાલકોને 27 કરોડ ચૂકવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેના પગલે છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા બરોડા ડેરીના વિવાદનો અંત આવ્યો છે.

Baroda Dairy pastoralists celebrated with fireworks
પશુપાલકોને 27 કરોડ ચૂકવવા નિર્ણય લેવાતા ફટાકડા ફોડી ઉત્સવ મનાવાયો

પશુપાલકોના સમર્થનમાં આવ્યા હતા વડોદરાના તમામ ધારાસભ્યો

વડોદરા જિલ્લાની પ્રતિષ્ઠિત બરોડા ડેરીના વહીવટદારો દ્વારા સાવલી-ડેસર તાલુકાના પશુપાલકો પોતાના પશુઓની ચાકરી કરી મંડળીમાં યોગ્ય વળતરની આશાએ ગામમાં દૂધ ભરતાં હોય છે, પરંતુ ડેરી મંડળીના પ્રમુખો અને મંત્રીઓ દ્વારા પશુપાલકોને યોગ્ય વળતર નહીં ચૂકવાતું હોવાની ફરિયાદ સ્થાનિક ધારાસભ્યને કરવામાં આવી હતી, જે બાબતે પ્રથમ સાવલી ધારાસભ્ય કેતન ઈનામદાર અને બાદમાં કરજણ, વાઘોડિયા, ડભોઇ, સહિતના ધારાસભ્યોએ પણ પશુપાલકોની લડતમાં સમર્થન આપ્યું હતું. જેના પડઘા ગાંધીનગર સુધી પડ્યા હતા. આ બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને આ મામલે દરમિયાનગીરી કરવાની ફરજ પડી હતી. અંતે ગાંધીનગરમાં પ્રદેશ ભાજપ પ્રમુખ, બરોડા ડેરીના ચેરમેન, ઉપપ્રમુખ અને વડોદરા જિલ્લાના ધારાસભ્યો વચ્ચે મળેલી બેઠકમાં વિવાદનો ઉકેલ લાવવામાં આવ્યો હતો.

Baroda Dairy pastoralists celebrated with fireworks
પશુપાલકોને 27 કરોડ ચૂકવવા નિર્ણય લેવાતા ફટાકડા ફોડી ઉત્સવ મનાવાયો

પશુપાલકોને 27 કરોડ ચૂકવવા નિર્ણય

ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં માર્ચ 2020 સુધીના બરોડા ડેરી પશુપાલકોને 27 કરોડ ચૂકવવા નિર્ણય લેવાયો છે. જેને પગલે બરોડા ડેરીના વિવાદમાં સમાધાન આવ્યું છે. જેમાં દિવાળી પહેલા દૂધ ઉત્પાદકોને રૂપિયા 18 કરોડ અને આગામી માર્ચ પહેલા રૂપિયા 9 કરોડ ભાવ ફેર પેટે ચૂકવવાનો નિર્ણય લેવાયો હતો. આથી સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારના નિવાસસ્થાને પશુપાલકો, ડેરી મંડળીના સભાસદો, પ્રમુખો, મંત્રીઓ સહિતના હોદ્દેદારો ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્યનો આભાર વ્યક્ત કરવા આવી પહોંચ્યા હતા. આ ઉપરાંત, પશુપાલકોએ ફટાકડાં ફોડી ખુશી વ્યક્ત કરી ન્યાય અપાવવા બદલ ધારાસભ્ય કેતન ઈનામદારને ફૂલહાર પહેરાવી વંદેમાતરમ, ભારત માતા કી જયના સૂત્રોચ્ચાર સાથે આભારની લાગણી વ્યક્ત કરી હતી, જ્યારે કેતન ઈનામદારે ભાજપા પાર્ટી મોવડી મંડળ પ્રદેશ અધ્યક્ષ અને સમર્થનમાં ઉતરેલા ધારાસભ્ય સહિતનો આભાર વ્યક્ત કર્યો હતો.

છેલ્લા ઘણાં સમયથી ચાલતો હતો વિવાદ

બરોડામાં પશુપાલકોની માંડવે રાજુલા કેટલા દિવસ વિવાદ ચાલતો હતો પરંતુ આ બાબતે ડેરીના પદાધિકારીઓ કોઈ જવાબ ન આપતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવતા હતા. આ સમગ્ર મામલામાં સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર પણ વચ્ચે સહભાગી થયા હતા. તેમ છતાં કોઈ પરિણામ ન આવતાં અંતે સી.આર.પાટીલ તમામ ઘટનામાં વચ્ચે આવતા બુધવારે કમલમ ખાતે યોજાયેલી બેઠકમાં સુખદ અંત આવ્યો છે. જેમાં મળતી માહિતી પ્રમાણે દૂધ ઉત્પાદકોને દશેરા સુધીમાં 18 કરોડ રૂપિયા ચૂકવવામાં આવશે. જે બાદ આગામી માર્ચ મહિના સુધીમાં વધુ 9 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.