ડોક્ટરોની હડતાળનો આંશિક અંત, આજથી ઈમરજન્સી ICU કોવિડ સેવાઓ શરૂ

author img

By

Published : Aug 12, 2021, 1:11 PM IST

ડોક્ટરોની હડતાળનો આંશિક અંત, આજથી ઈમરજન્સી ICU કોવિડ સેવાઓ શરૂ

રાજ્યભરમાં બોન્ડેડ તબીબો, સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો વિવિધ માગણીઓને લઇને હડતાળ ( Doctors on strike ) પર હતા. ત્યારે આ હડતાળને લઈને વડોદરાથી સારા સમાચાર સામે આવ્યાં છે. કે, હડતાળનો આંશિક અંત આવ્યો છે. અને ડોક્ટરોએ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન તેમજ આરોગ્ય પ્રધાન નીતિન પટેની અપીલને સ્વીકારી છે.

  • રેસિડેન્ટcનો આજથી આંશિક અંત આવ્યો
  • આજથી ઇમરજન્સી, ICU અને કોવિડ સેવાઓ શરૂ કરશે
  • દર્દીઓને હાલાકી ના પડે તેવા ઉદ્દેશ્ય સાથે લેવાયો નિર્ણય

વડોદરા: જુનિયર ડોક્ટરોની હડતાળનો આજે આઠમો દિવસ છે, ત્યારે આ હડતાળને લઈને વડોદરાથી સારા સમાચાર સામે આવ્યાં છે. વડોદરામાં જુનિયર ડોક્ટરોની હડતાળનો આંશિક અંત આવ્યો છે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન તેમજ આરોગ્ય પ્રધાન નીતિન પટેની અપીલને જુનિયર ડોક્ટરોએ સ્વીકારી છે.

આ પણ વાંચો: ભાવનગરની સરટી હોસ્પિટલમાં ડોક્ટરોની હડતાલ 2 દિવસમાં સમેટાઈ

દર્દીઓને હાલાકી ન પડે તે હેતુથી લેવાયો નિર્ણય

વડોદરાની SSG હોસ્પિટલમાં આજથી ઈમરજન્સી, ICU કોવિડ સેવાઓ શરૂ કરવામાં આવી છે. દર્દીઓને હાલાકી ન પડે તેવા હેતુથી જુનિયર ડોક્ટરો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. માગણીઓના સ્વીકારનો લેખિત પત્ર મળ્યા બાદ સંપૂર્ણ રીતે હડતાળ પરત ખેંચાશે.

આ પણ વાંચો: Rajkot Civil Hospital 400 ડોક્ટર હડતાળ પર, દર્દીઓ રામભરોસે, છેલ્લાં ચાર દિવસમાં 30થી વધુના મોત!

નીતિન પટેલે હડતાળ કરી રહેલા જુનિયર ડોક્ટરોને કરી અપીલ

ઉલ્લેખનીય છે કે, નાયબ મુખ્યપ્રધાન નીતિની પટેલે ગઈકાલે 10 ઓગસ્ટના રોજ આરોગ્ય વિભાગની તાત્કાલિક ધોરણે બેઠક બોલાવી હતી. આ બેઠકમાં આરોગ્ય સચીવ, આરોગ્ય કમિશ્નર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. સરકાર દ્વારા પહેલા જ કહેવામાં આવ્યું છે કે, સરકાર વાતચીત માટે તૈયાર છે, પણ ડોક્ટરોએ વાતચીત માટે આવવું પડશે. આ બેઠક બાદ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે હડતાળ કરી રહેલા જુનિયર ડોક્ટરોને અપીલ કરી હતી કે, દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી હોવાથી હડતાળ સમેટી લેવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.