ETV Bharat / city

રાજમહેલમાં થનગનાટ સાથે ગજાનંદની ભવ્ય એન્ટ્રી

author img

By

Published : Aug 31, 2022, 4:01 PM IST

વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે ધામધૂમથી  બાપાનું  સ્વાગત કરવામાં આવ્યું છે. લક્ષ્મી વિલાસ પેલેસમાં અનોખો શણગાર સાથે વાજતે ગાજતે પાલખીમાં ગણેશજીની મુર્તિ દરબારમાં સ્થાપિત કરવામાં આવે છે. palkhi yatra at Lakshmi Vilas Ganesh Utsav 2022 in Vadodara , Happy Ganesh Chaturthi, Ganesh Festival 2022 in Gujarat

રાજમહેલમાં થનગનાટ સાથે ગજાનંદની ભવ્ય એન્ટ્રી
રાજમહેલમાં થનગનાટ સાથે ગજાનંદની ભવ્ય એન્ટ્રી

વડોદરા ગણેશ ઉત્સવના પર્વ(Ganesh Chaturthi 2022) પર સમગ્ર દેશમાં ઉજવણી થઇ રહી છે, ત્યારે ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર જેવા શહેરોમાં ખુશીનો માહોલ છે. જેમાં વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં ગણેશ ઉત્સવ મનાવવાની પરંપરા લગભગ 83 વર્ષોથી ચાલી રહી છે. ગણેશ ચતુર્થીનો ઉત્સવ રાજવી પરિવાર (Vadodara Royal Family) દ્વારા હર્ષોલ્લાસ દ્વારા મનાવવામાં આવે છે. લક્ષ્મી વિલાસ પેલેસમાં અનોખો શણગાર (Decoration of Ganesh 2022) કરવામાં આવ્યો છે.

વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે ધામધૂમથી બાપાનું સ્વાગત કરવામાં આવ્યું હતું

રાજમહેલ ભવ્ય સ્વાગત કરાયું લક્ષ્મી વિલાસ પેલેસમાં ધામધુમથી બાપાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વર્ષોથી પાલખીમાં બેસાડીને ગણેશજીને લાવવામાં આવે છે, અહીંની ખાસ વાત એ છે કે, ગણેશજીની મૂર્તિ બનાવવા માટે માટી ભાવનગરથી મંગાવવામાં આવે છે. શિલ્પકારોને મૂર્તિ બનાવવા માટે લગભગ 1થી 2 મહિનો લાગે છે. દરેક વર્ષે પંડિત ધ્રુવ દત્તજી ગણેશજીની પૂજા સ્થાપના કરે છે. મુર્તિને શૃગાંર કરીને સ્થાપિત કરવામાં આવે છે. ત્યારે આજે લક્ષ્મી વિલાસ પેલેસમાં 2 વર્ષના કોરોના કાળ બાદ ફરી પાલખી યાત્રા નીકળી હતી અને વાજતે ગાજતે લક્ષ્મી વિલાસ પેલેસમાં ગણેશજીની મુર્તિ દરબારમાં સ્થાપિત કરવામાં આવી હતી.

ધામધૂમથી બાપાનું સ્વાગત
ધામધૂમથી બાપાનું સ્વાગત

આ પણ વાંચો નાળિયેર અને માટીના સંગમથી બની રહી છે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ, દિવ્યાંગો આપી રહ્યા છે ફાળો

લક્ષ્મી વિલાસ પેલેસનું નિર્માણ લક્ષ્મી વિલાસ પેલેસનું નિર્માણ મહારાજા (Vadodar Rajmahal Ganesha festival) સયાજીરાવ ગાયકવાડે કરાવ્યું હતું. મહારાજ સયાજીરાવ ગાયકવાડે વર્ષ 1890માં કરવામાં આવ્યું હતું. આ પ્રસિદ્ધ મહેલ વિશે કહેવામાં આવે છે કે બ્રિટેનની મહારાની એલિઝાબેથના મહેલથી એટલે કે બકિંધણ પેલેસથી ચાર ઘણો પેલેસ છે. આ પેલેસમાં એકથી એક વધીને એક સુંદર, પેઇન્ટિંગ, અનોખા ઝુમર અને આકર્ષણ કલાકૃતિઓ જોવા મળે છે.

લક્ષ્મી વિલાસ પેલેસ
લક્ષ્મી વિલાસ પેલેસ

આ પણ વાંચો ગણેશજીને આ વિવિધ પ્રકારના મોદકનો ભોગ ધરવાથી પરિવારમાં આવે છે સુખ, શાંતિ અને સમૃદ્ધિ

36 ઇંચ ઉંચી અને 90 કિલો વજન વર્ષોથી લક્ષ્મી વિલાસ પેલેસમાં મુકવામાં આવતી ગણેશજીની પ્રતિમાની ખાસ વાત એ છે કે, આની ઉંચાઇ 36 ઇંચ અને વજન 90 કિલો હોય છે. જેથી પાલખીની અંદર સરળતાથી ગણપતિની પ્રતિમા બેસાડી શકાય. આ પ્રતિમા લાલસિંહ ચૌહાણ દ્વારા વર્ષોથી બનાવવામાં આવે છે. ત્યાંથી ગણેશજીને પાલખીમાં બેસાડીને પાલકીમાં લઇ જવામાં આવે છે. ગણેશજીની મૂર્તિને ઘરેણાંથી શણગાર કરવામાં આવે છે. હીરા મોતી જડિત આભૂષણ પહેરાવી રાજ્ય ગુરુ આચાર્ય ધ્રુવ દત્ત દ્વારા શાહી પૂજા કરવામાં આવે છે જેમાં રાજવી પરિવાર જોડાય છે. વર્ષ 1939થી ચાલી રહેલી આ પ્રથા આજે પણ જીવંત રાખવામાં આવી છે. શૃગાંર બાદ ભગવાન ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. palkhi yatra at Lakshmi Vilas Ganesh Utsav 2022 in Vadodara , Happy Ganesh Chaturthi, Ganesha installation in Lakshmi Vilas Palace, Ganesh Festival 2022 in Gujarat, Vadodara Royal Family

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.