પાદરા કોલેજના પ્રિન્સિપાલ લાંચ કેસમાં ઝડપાયા, એરીયર્સનું સ્ટીકર આપવા રૂપિયા લેતાં ACB એ દબોચ્યાં

author img

By

Published : Sep 20, 2022, 6:05 PM IST

પાદરા કોલેજના પ્રિન્સિપાલ લાંચ કેસમાં ઝડપાયા, એરીયર્સનું સ્ટીકર આપવા રૂપિયા લેતાં ACB એ દબોચ્યાં

છેલ્લા કેટલાક સમયથી વડોદરા એસીબી એલર્ટ મોડ પર જોવા મળી રહી છે. પાદરા કોલેજના પ્રિન્સિપાલ લાંચ કેસમાં ઝડપાયા છે. વડોદરા એસીબી દ્વારા છટકું ગોઠવી શાળા અને કોલેજના આચાર્યોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પાદરામાં એક આચાર્ય કક્ષાના અધિકારી લાંચ લેતા ઝડપાયાં છે. Padra College principal Caught in Bribe Case Vadodara ACB nabbed

વડોદરા વડોદરાના પાદરામાં ફરિયાદીના સાતમા પગાર પંચનું બીજું એરીયર્સનું સ્ટીકર આપવા બાબતે આ કામના આરોપીએ ફરિયાદી પાસે લાંચ માંગી હોવાનું સામે આવ્યું છે. જેમાં લાંચિયા આચાર્ય ભીખાલાલ વાલજીભાઇ મોરડીયા દ્વારા ફરિયાદી પાસે રૂ.2500ની માંગણી કરવામાં આવી હતી.

લાંચિયા આચાર્ય ભીખાલાલ વાલજીભાઇ મોરડીયા દ્વારા ફરિયાદી પાસે રૂ.2500ની માંગણી કરવામાં આવી હતી
લાંચિયા આચાર્ય ભીખાલાલ વાલજીભાઇ મોરડીયા દ્વારા ફરિયાદી પાસે રૂ.2500ની માંગણી કરવામાં આવી હતી

લાંચ સામે એસીબીને ફરિયાદ ભીખાલાલ વાલજીભાઇ મોરડીયા હાલ શ્રી જે.વી.આર્ટ્સ એન્ડ એમ.સી. પટેલ કોમર્સ કોલેજ મુવાલમાં આચાર્ય છે. જેમના દ્વારા લાંચ માંગવામાં આવી પણ ફરિયાદી લાંચ આપવા માંગતો ન હતો. જેથી ફરિયાદી દ્વારા એસીબીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ફરિયાદી દ્વારા એસીબીનો સંપર્ક કરી સમગ્ર ઘટના અંગે જાણ કરી આરોપી વિરુદ્વ ફરિયાદ ( Complaint to ACB against bribery ) નોંધાવવામાં આવી હતી. એસીબીને ઘટનાની જાણ થતા ફરિયાદી પાસે સમગ્ર માહિતી મેળવી લીધી હતી. ત્યારબાદ લાંચિયા આચાર્યને રંગેહાથ ઝડપી પાડવા માટે એસીબી દ્વારા એક છટકું ગોઠવવામાં આવ્યું હતું.

વડોદરા એસીબી દ્વારા છટકું ગોઠવાયું ફરિયાદી દ્વારા લાંચિયા આચાર્યને લાંચ સ્વીકારવા માટે બોલાવવામાં આવ્યો હતો. ફરિયાદી દ્વારા શ્રી જે.વી.આર્ટ્સ એન્ડ એમ.સી. પટેલ કોમર્સ કોલેજના આચાર્યની ઓફિસમાં લાંચ સ્વીકારવાની વિગતો નક્કી ( Trapped by Vadodara ACB )કરવામાં આવી હતી. જેથી એસીબી દ્વારા કોલેજમાં વોચ ગોઠવી દેવામાં આવી હતી. ત્યારબાદ ફરિયાદી આચાર્યના ઓફિસમાં લાંચની રકમ આપવા માટે પહોંચી ગયા હતાં. જે બાદ ફરિયાદી અને આચાર્ય વચ્ચે લાંચને લગતી વાત કરવામાં આવી હતી. ત્યારબાદ ફરિયાદી દ્વારા આચાર્યને લાંચની રકમના રૂ.2500 આપવામાં આવ્યા હતાં. જે આચાર્યએ સ્વીકારતા જ એસીબી દ્વારા લાંચિયા આચાર્યને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યાં હતાં.

એસીબી દ્વારા આચાર્યની ધરપકડ લાંચિયા આચાર્ય ભીખાલાલ મોરડીયા દ્વારા સાતમા પગાર પંચનું બીજુ એરીયર્સ માટેનુ સ્ટીકર આપવા બાબતે રૂ.2500ની લાંચ માંગવામાં આવી હતી. જેને એસીબીએ છટકું ગોઠવી રંગેહાથ ઝડપી પાડ્યો છે. રંગેહાથ ઝડપ્યા બાદ એસીબી દ્વારા આચાર્યની ધરપકડ ( Principal arrested by ACB ) કરવામાં આવી હતી. ત્યારબાદ એસીબી દ્વારા તેણે સ્વીકારેલી લાંચની રકમ રૂ.2500 રીકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.