Anti Corruption Bureau: વિંછીયાના લાંચિયા બાબુને લાંચ લેતા ઝડપી પાડતી રાજકોટ ACB

author img

By

Published : Feb 12, 2022, 5:55 PM IST

Anti Corruption Bureau: વિંછીયાના લાંચિયા બાબુને લાંચ લેતા ઝડપી પાડતી રાજકોટ ACB

રાજકોટના વીંછીયા તાલુકાના અજમેરાપર ગામમાં સરકારી કામ અંગે કોન્ટ્રાક્ટર પાસેથી લાંચ માંગનાર પાણી પુરવઠા અને ગટરવ્યવસ્થા વિભાગના (Rajkot Water Supply Department)નાયબ કાર્યપાલકને ઇજનેર વર્ગ-2 સંદીપ હેમચંદ્ર જોષીને રાજકોટ ACB દ્વારા (Rajkot ACB Police )ઝડપી લેવામાં આવ્યો છે. આરોપીએ વીંછીયા તાલુકાના અજમેરપરા ગામમાં ટેન્ડર મંજુર કરાવવા અંગે લાંચ(Anti Corruption Bureau) માંગી હતી.

રાજકોટ: હજુ જ્યારે પોલીસ બેડામાં ટકાવારી પ્રકરણ શાંત નથી પડ્યું ત્યારે રાજકોટના વીંછીયા તાલુકાના અજમેરાપર ગામમાં સરકારી કામ અંગે કોન્ટ્રાક્ટર પાસેથી લાંચ માંગનાર પાણી પુરવઠા અને ગટરવ્યવસ્થા વિભાગના નાયબ કાર્યપાલકને ઇજનેર વર્ગ-2 સંદીપ હેમચંદ્ર જોષીને લાંચ રુશ્વત વિરોધી શાખાએ(Anti Corruption Bureau) રેસકોર્સ રિંગ રોડ પાસેથી 25 હજારની લાંચ લેતા રંગેહાથ (Rajkot ACB Police )ઝડપી પાડ્યો હતો.

આ પણ વાંચોઃ ACB એ દેવભૂમિ દ્વારકાના ડેપ્યુટી કલેક્ટરને 3 લાખની લાંચ લેતા ઝડપ્યા

શું છે પુરી બાબત

બાબાત એમ છે કે વિંછીયાના (Scorpion bribe officer)અજમેરપરામાં ટેન્ડરની રૂપિયા 6.48 લાખની રકમનું બીલ મંજૂર કરવા માટે 7 ટકા લેખે રૂપિયા 45 હજારની લાંચ માંગી હતી માગ્યા બાદ 25 હજારમાં નક્કી થયું હતું. જિલ્લાના વિંછીયા તાલુકાનાં અજમેરપરા ગામમાં મંજૂર થયેલા આરસીસી પમ્પ અને પાઈપલાઈન નાખવાના કોન્ટ્રાક્ટનું રૂપિયા 6.48 લાખના બીલને મંજૂર કરવા માટે 7 ટકા લેખે 45 હજારની લાંચ માગી હતી અને અંતે 25 હજારની લાંચ લેવાનું નક્કી થયા બાદ એસીબીના પીઆઈ આર.આર. સોલંકી અને તેમની ટીમે 25 હજારની લાંચ લેતા નાયબ કાર્યપાલક ઇજનેરને રંગેહાથ ઝડપી લીધો હતો.

7 ટકા લેખે 45 હજારની માગી હતી લાંચ

જે બીલ બાબતે કોન્ટ્રાક્ટરે રાજકોટ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ પેટા વિભાગ વિંછીયાનો ચાર્જ સંભાળતા સંદીપ હેમચંદ્ર જોશીનો સંપર્ક કર્યો હતો ત્યારે રાજકોટનાં જસદણ કચેરીના વિંછીયા પેટા વિભાગના પાણી પુરવઠા બોર્ડના નાયબ કાર્યપાલક ઇજનેર સંદીપ જોશીએ કોન્ટ્રાક્ટરને ઓફીસે બોલાવી સિક્યોરીટીની ડીપોઝીટ રિલીઝ કરવા 7 ટકા લેખે 45 હજારની લાંચ માગી હતી.
આ પણ વાંચોઃ Corruption in fire department: રાષ્ટ્રપતિ ચંદ્રક મેળવનાર ફાયર ઓફિસર 5 લાખની લાંચ લેતા ઝડપાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.