ETV Bharat / city

વડોદરા ખાતે શિવ પ્રતિમાની ચરણ વંદમાં રાજ્યના મુખ્યપ્રધાન સહિત અન્ય મહાનુભાવો જોડાયા

author img

By

Published : Mar 11, 2021, 10:51 PM IST

વડોદરા
વડોદરા

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વડોદરાના સુર સાગર મધ્યે બિરાજમાન વિરાટકાય શિવ પ્રતિમાની ચરણ વંદના કરવાની સાથે સુવર્ણ આવરણનું પૂજન કર્યું હતુ. મહા આરતીમાં ભાગ લીધો હતો.

  • સુર સાગર મધ્યે બિરાજમાન વિરાટકાય શિવ પ્રતિમાની ચરણ વંદના
  • મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વડોદરા શિવ પ્રતિમાની ચરણ વંદના કરી
  • મુખ્યપ્રધાન સહિત અન્યા મહાનુભવો રહ્યો ઉપસ્થિત

વડોદરાઃ આજે મહાશિવરાત્રી રાજ્યના મુખ્યપ્રધાન શહેરની મધ્યમાં આવેલા સુરસાગર જળાશયની વચ્ચે બિરાજમાન સર્વેશ્વર શિવના ચરણોને વંદન કરવાની સ્વાસ્થ્ય પ્રતિમાને સોરી મળવા માટેના સુવર્ણનો વિધિ-વિધાન સાથે પૂજન કર્યું હતું. તેમની સાથે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ભારતીય જનતા પક્ષના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજા, રાજયપ્રધાન સૌરભ પટેલ, શહેરના મેયર શિવ આવરણ પૂજનમાં જોડાયા હતા.

વડોદરા
વડોદરા

મુખ્યપ્રધાન તથા નાયબ મુખ્યપ્રધાને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા

આજે મહાશિવરાત્રી સત્યમ શિવમ સુન્દરમ સમિતિ દ્વારા દર વર્ષે મહાશિવરાત્રિની રાતે સર્વેશ્વર મહાદેવની મહાઆરતીનું આયોજન કરાય છે. છેલ્લા આઠ વર્ષથી રણ મુક્તેશ્વર મહાદેવથી શિવજી કી સવારી નીકળે છે. જે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરે છે. વડોદરા શહેરની મધ્યમાં આવેલા સુરસાગર જળાશયની વચ્ચે વિરાજમાન સર્વેશ્વર શિવ ના ચરણોની વંદના કરવાની સાથે શિવ પ્રતિમાને સોને મઢવા માટેના સુવર્ણ આવરણનું વિધિવિધાન સાથે પૂજન કર્યું હતું. ભારત અને ગુજરાતની સુખ,સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય માટે ભગવાન શિવના આશિષ માંગ્યા હતાં મુખ્યપ્રધાન તથા નાયબ મુખ્યપ્રધાને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને સંતોની વંદના કરવાની સાથે તેમના ક્ષેમકુશળ પૂછ્યા હતા.

કાર્યક્રમમાં જોડાએલા મહાનુભાવો

ભારતીય જનતા પક્ષના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ, ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા, નર્મદા વિકાસ રાજ્ય પ્રધાન યોગેશ પટેલ અને શહેરના મેયર કેયૂર રોકડિયા તેમની સાથે શિવ આવરણ પૂજનમાં જોડાયાં હતાં આ પ્રસંગે સાંસદ રંજન બેન ભટ્ટ, ધારાસભ્ય, શહેર ભાજપ અધ્યક્ષ ડૉ.વિજય શાહ, મ્યુનસિપલ કમિશનર પી.સ્વરૂપ, પોલીસ કમિશનર ડૉ.શમશેર સિંહ, જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે જોડાયા હતા.

વડોદરા ખાતે શિવ પ્રતિમાની ચરણ વંદમાં રાજ્યના મુખ્યપ્રધાન સહિત અન્ય મહાનુભાવો જોડાયા
વડોદરા ખાતે શિવ પ્રતિમાની ચરણ વંદમાં રાજ્યના મુખ્યપ્રધાન સહિત અન્ય મહાનુભાવો જોડાયા

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત મહાનુભાવો મહાઆરતીમાં જોડાયા

મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, પક્ષ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ, નર્મદા વિકાસ રાજ્ય પ્રધાન યોગેશ પટેલ, ગૃહ રાજ્ય પ્રધન પ્રદિપસિંહ જાડેજા અને મહાનુભાવો સહિત વડોદરા નાગરિકો પણ મહાઆરતીમાં જોડાયા હતા. ભોળાનાથે અહર્નિશ ગુજરાત પર કૃપા વરસાવી છે: વિજય રૂપાણી મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, જીવથી શિવ, સ્વ થી સમષ્ટિ અને આત્માંથી પરમાત્માએ આપણી ફિલોસોફી રહી છે. ભગવાન ભોળાનાથ સાંસારિક દુઃખોનો અંત લાવે છે. મહાશિવરાત્રિએ શરીર, મન, બુદ્ધિ અને આત્માના સાક્ષાત્કારના આધાર પર પરમ તત્વની પ્રાપ્તિ થાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નયા ભારતનું સ્વપ્ન સાચે જ સાકાર થઇ રહ્યું છે

ભારતના બાર જ્યોતિર્લિંગ પૈકી સોમનાથ જ્યોતિર્લિંગ ગુજરાતમાં છે. ભારતમાં દરેક ઉત્સવની નવા જોમ, નવા ઉમંગ સાથે ઉજવણી દ્વારા નવી શક્તિ પ્રાપ્ત થાય છે.
કોરોનાના કપરા કાળમાંથી મુક્તિ પામીને કોરોના હારશે, ભારત જીતશે ને સાકાર કરવા સૌને પ્રતિબદ્ધ થવા તેમણે અનુરોધ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષો જૂના રામ મંદિર નિર્માણનું સપનું સાકાર થયું છે એટલું જ નહીં કેદારનાથના ભોળાનાથનું ભવ્ય મંદિર નિર્માણ સાથે બનારસ કાશી વિશ્વનાથની પણ કાયાપલટ થઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નયા ભારતનું સ્વપ્ન સાચે જ સાકાર થઇ રહ્યું છે તેમ તેમને ઉમેર્યું હતુ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.