ETV Bharat / city

વડોદરાના જાહેર રસ્તાઓ પરથી દૂર થશે નોનવેજ અને ઈંડાની ખુલ્લી લારીઓ

author img

By

Published : Nov 11, 2021, 8:35 PM IST

વડોદરાના જાહેર રસ્તાઓ પરથી દૂર થશે નોનવેજ અને ઈંડાની ખુલ્લી લારીઓ
વડોદરાના જાહેર રસ્તાઓ પરથી દૂર થશે નોનવેજ અને ઈંડાની ખુલ્લી લારીઓ

રાજકોટમાં જાહેર માર્ગો પરથી માંસાહારી પદાર્થો ( Nonveg food ) વેચતી લારીઓ દૂર કરવાના નિર્ણય બાદ આ પ્રકારનો નિર્ણય વડોદરામાં પણ લાગુ પાડવામાં આવી રહ્યો છે. જો હવે તમે વડોદરામાં રહેતા હો તો તમારા માટે સૌથી મોટા અને જે લોકો નોનવેજ ખાય છે, તેમના માટે માઠા સમાચાર મળી રહ્યા છે. જ્યારે નોનવેજ નહીં ખાતા અને તેનો વિરોધ કરતા લોકો માટે ખુશીના અને સૌથી સારા તથા મહત્વના સમાચાર સામે આવ્યાં છે.

  • વડોદરાના જાહેર રસ્તાઓ પરથી દૂર થશે નોનવેજની લારીઓ
  • રાજકોટ બાદ વડોદરા કોર્પોરેશને કર્યો નિર્ણય
  • 10 દિવસમાં નોનવેજ,ઇંડાની લારીઓ જાહેર રસ્તામાંંથી હટાવવા આદેશ

વડોદરાઃ રાજકોટ બાદ હવે વડોદરા શહેરની હદમાં ક્યાંક પણ ઇંડા કે નોનવેજની ( Nonveg food ) લારી જાહેરમાં લગાવી શકાશે નહી. વડોદરા શહેરમાં જાહેર માર્ગ પર ક્યાંય પણ ઇંડા કે નોનવેજ દેખાતું હોય તેવી રીતે લારી લગાવી શકાશે નહી. આ માટે વડોદરા કોર્પોરેશન (Vadodara Corporation ) સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલે અધિકારીઓને સૂચના આપી દીધી છે. વડોદરામાં જાહેર રસ્તા પર લાગતી નોનવેજ અને આમલેટની લારી ખસેડવાનો નિર્ણય લેવાયો છે. પાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલે અધિકારીઓને સૂચના આપી દીધી છે અને તેના પર અમલ કરાવવા આદેશ છૂટ્યાં છે. જેના કારણે માત્ર 10 દિવસમાં શહેરના રોડ રસ્તા પર લાગતી મટન, મચ્છી અને આમલેટની લારીઓ હટાવાશે. રાજકોટ બાદ વડોદરા કોર્પોરેશને પણ આ પ્રકારનો નિર્ણય લીધો છે.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલે અધિકારીઓને સૂચના આપી દીધી છે

જાહેરમાં મટન નહી લટકાવી શકાય

નોનવેજની દુકાનમાં પણ જાહેરમાં મટન નહી લટકાવી શકાય. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના (Vadodara Corporation ) સ્થાયી સમિતિ અધ્યક્ષ દ્વારા પણ અધિકારીઓની એક બેઠક બોલાવી હોટલ મચ્છી અને આમલેટની લારી ચલાવતા અને 10 દિવસની મુદત આપી તેઓને જાહેર માર્ગો ઉપરથી હટી જવા સૂચના આપવામાં આવે છે. સાથે એવી પણ સૂચના આપવામાં આવી છે કે, વડોદરા શહેરમાં જે કાયમી ધોરણે વાહનો પાર્કિંગ થાય છે તેઓ પાસેથી પાર્કિંગ ચાર્જ વસૂલ કરવાનો રહેશે.

કેટલાક ખુશ તો કેટલાક નાખુશ

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં મોટાભાગની વસતી નોનવેજ અને ઇંડા પ્રત્યે સૂગ ધરાવે છે. જ્યારે કેટલાક લોકો એવા પણ છે કે, ગુપ્ત રીતે ઇંડા અને નોનવેજ ખાતા હોય છે પરંતુ દેખાવ નોનવેજ નહી ખાતાં હોવાનો કરે છે. જેના કારણે રાજકોટ બાદ હવે વડોદરામાં જાહેર માર્ગ પર નોનવેજ બંધી પણ થઇ ચુકી છે. જો કે રંગીલા ગણાતા રાજકોટ બાદ વડોદરાનો આ નિર્ણય બાદ અન્ય કોર્પોરેશન અને પાલિકાઓ પણ આ પ્રકારનો નિર્ણય લે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. જેથી એક પ્રકારે કહી શકાય કે હવે ગુજરાત દારૂ બાદ નોનવેજ બંધી તરફ પણ આગળ વધી રહ્યું છે. તો તે દિવસો દૂર નથી કે, દારૂની સાથે ઇંડા પણ બૂટલેગર પાસે મંગાવવા પડે અને ચોરીછૂપીથી ખાવા પડે. પરંતુ કેટલાક લોકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે તો કેટલાક લોકો દુ;ખ વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે કેટલાક મિશ્ર લાગણી પણ અનુભવી રહ્યાં છે.

આ પણ વાંચોઃ રાજકોટમાં જાહેર રસ્તાઓ પરથી ઈંડા- નોનવેજની લારીઓ દૂર કરાશે, મેયરનો આદેશ

આ પણ વાંચોઃ સિગ્નલ તોડવું કેટલું ભારે પડી શકે છે? તે સમજાવવા વડોદરા શહેર પોલીસે શેર કર્યો વીડિયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.