ETV Bharat / city

હોસ્પિટલમાં મોબાઈલ ચોરી કરનાર સીસીટીવીમાં થયો કેદ

author img

By

Published : Aug 24, 2022, 4:50 PM IST

વડોદરાની સયાજી હોસ્પિટલમાં મોબાઈલ ફોનની ચોરી થતાં ચકચાર મચી છે. આ સમગ્ર ચોરીની ઘટના CCTV કેમેરા કેદ થઈ છે. હાલ આ બાબતે પોલીસને જાણ કરવાની માહિતી પણ સામે આવી છે. Theft at Vadodara Sayaji Hospital, phone theft tracker, Mobile thief caught on CCTV

મોબાઇલ ચોરનો આતંક CCTVમાં થયો કેદ
મોબાઇલ ચોરનો આતંક CCTVમાં થયો કેદ

વડોદરા રાજ્યમાં ચોરીના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે. હજુ થોડા સમય પહેલા સુરતના ડિંડોલી વિસ્તારમાં અડધી રાત્રે દહીં દૂધની ચોરી સામે આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ચોરીનો કેસ સામે આવતા ચકચાર મચી છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં (Theft at Vadodara Sayaji Hospital) મોબાઈલ ફોન તેમજ પર્સની ચોરી થઈ છે. જોકે આ ચોરીની સમગ્ર ઘટના CCTV કેમેરા કેદ થઈ છે. તેમજ ચોરીના (Mobile thief caught on CCTV) બનાવને લઈને પોલીસને પણ જાણ કરવામાં આવી તેવી માહિતી સામે આવી રહી છે.

મોબાઇલ ચોરનો આતંક CCTVમાં થયો કેદ

આ પણ વાંચો મંદિરની દાનપેટી પણ નથી સલામત, ધોળે દહાડે ચોરીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો

શું હતી ઘટના સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ અને તેના સગાઓના મોબાઇલ ફોન તેમજ પર્સની ચોરી થઇ રહી છે. હોસ્પિટલમાં સિક્યુરિટી જવાનો તેમજ CCTV કેમેરા માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. આ અંગે રાવપુરા પોલીસને જાણ કરવામાં આવી છે. મધ્ય ગુજરાતની (Theft cases in Gujarat) સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ અને તેમના સગાઓના સામાન ચોરીની ફરિયાદો વધી ગઇ છે. હોસ્પિટલમાં સિક્યુરિટી જવાનો હોવા છતાંય ચોર બિન્દાસ્તપણે આવે છે. જે બેડ પર દર્દી કે તેના સગા ના હોય ત્યાંથી મોબાઇલ અને પર્સ ચોરી જાય છે.

આ પણ વાંચો આ તે કેવી જલ્દી, ઘરે પહોંચવા માટે કરી RTC બસની ચોરી

સિક્યુરિટી નિષ્ફળ નીવડી ચોર ચોરી કરતા હોસ્પિટલના CCTV કેમેરામાં પણ દેખાય છે, પરંતુ હોસ્પિટલની સિક્યુરિટી નિષ્ફળ નીવડી છે. છેવટે આ અંગે રાવપુરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા ચોરને પકડવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, લોકોને આજના સમયમાં રૂપીયા કમાવવાની જલ્દી અને મહેનત વગર કમાવવાનો ભારે શોક હોય છે. ત્યારે આ પ્રકારના ત્તત્વો લોકોને અંધારામાં રાખીને બેફામ ચોરી કરતા હોય છે. જોકે, આ મામલે પોલીસ પણ તપાસ કરીને આરોપીને સામે કડક કાર્યવાહી કરે છે. ત્યારે હવે જોવું રહ્યું કે વડોદરાની સયાજી હોસ્પિટલના ચોર માટે કેવી ખાતીરદારી કરશે. phone theft insurance, phone theft complaint, phone theft tracker, Theft cases in Gujarat

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.