ETV Bharat / city

વડોદરા મનપાના મેયર સહિતના હોદ્દેદાર જાહેરઃ મેયર બન્યાં કેયૂર રોકડિયા અને ડેપ્યૂટી મેયર નંદાબેન જોશી

author img

By

Published : Mar 10, 2021, 1:56 PM IST

વડોદરા મનપાના મેયર સહિતના હોદ્દેદાર જાહેરઃ મેયર બન્યાં કેયૂર રોકડિયા અને ડેપ્યૂટી મેયર નંદાબેન જોશી
વડોદરા મનપાના મેયર સહિતના હોદ્દેદાર જાહેરઃ મેયર બન્યાં કેયૂર રોકડિયા અને ડેપ્યૂટી મેયર નંદાબેન જોશી

સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓ બાદની વહીવટી પ્રકિયા પૂર્ણ કરવામાં આવી રહી છે. રાજ્યની 6 મહાનગરપાલિકાઓમાં ચૂંટણી પરિણામોમાં વિજયી બનેલ ભારતીય જનતા પક્ષ દ્વારા મેયર સહિતના હોદ્દેદારોની વરણી આજે 10 માર્ચે જાહેર કરવામાં આવી છે. વડોદરામાં મેયર તરીકે કેયૂર રોકડિયાની વરણી કરવામાં આવી છે.

  • વડોદરા કોર્પોરેશનના મેયર સહિતના હોદ્દેદાર જાહેર
  • મેયર કેયૂર રોકડિયા, ડે. મેયર નંદાબેન જોશી
  • સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડૉ. હિતેષ પટેલ


વડોદરાઃ વડોદરા મહાનગરપાલિકાના નવા મેયર તરીકે કેયુર રોકડિયા, ડેપ્યૂટી મેયર તરીકે નંદાબેન જોશી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ડૉ. હિતેન્દ્ર પટેલની વરણી કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાના હોદ્દેદારોના આજે ભાજપ કાર્યાલય ખાતે નામો જાહેર કરવામાં આવ્યાં હતાં. સદનમાં પક્ષના નેતા અલ્પેશ લીંબચીયા અને દંડક તરીકે ચિરાગ બારોટની વરણી કરવામાં આવી હતી.

આ છે નવા હોદ્દેદારોનો પરિચય

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે જંગી બહુમતી હાંસલ કરી હતી. 76 સિટીમાંથી ભાજપે 69 ભાજપે આંચકી હતી. ત્યારે આજે મેયર ડેપ્યૂટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષના સભ્યોને સયાજીગંજ ખાતે આવેલા ભાજપ કાર્યાલય ખાતે નામોને જાહેરાત કરવામાં આવી હતી. તેમાં મેયર તરીકે યુવા કેયૂર રોકડિયા, ડેપ્યૂટી મેયર તરીકે નંદાબેન જોશી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ડોક્ટર હિતેન્દ્ર પટેલ, પક્ષના નેતા તરીકે અલ્પેશભાઈ લીંબચીયા, દંડક તરીકે ચિરાગ બારોટની પસંદગી કરવામાં આવી હતી. મેયરપદે કેયૂર રોકડિયાની વરણી કરવામાં આવી છે. તે અગાઉ પણ યુવા ભાજપના પ્રમુખ રહી ચૂક્યાં છે. શિક્ષણ સમિતિના ચેરમેન, FRC સભ્ય પણ રહી ચૂક્યાં છે અને એક યુવા તરીકે મેયર કેયૂર રોકડિયાની વરણી કરવામાં આવી હતી. ડોક્ટર હિતેન્દ્ર પટેલ જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તે અગાઉ પણ 2010થી 2015માં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે તેઓ અગાઉ રહી ચૂક્યાં છે. સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોના પણ નામો જાહેર કરવામાં આવ્યાં હતાં. જેમાં પરાક્રમસિંહ જાડેજા, મનોજ પટેલ, કલ્પેશ પટેલ, નીલેશ રાઠોડ, અજીત અજીત, પૂનમબેન શાહ, ડોક્ટર મિસ્ત્રી, સ્નેહલબેન પટેલ, ધર્મેશભાઈ પટની, રશ્મિબેન વાઘેલા અને શ્રીરંગ રાજેશ આયરેની સ્થાયી સમિતિના સભ્ય તરીકે વરણી કરવામાં આવી છે

વડોદરા મહાનગરપાલિકાના હોદ્દેદારોના ભાજપ કાર્યાલય ખાતે નામો જાહેર કરવામાં આવ્યાં હતાં

આ પણ વાંચોઃ વડોદરા કોર્પોરેશનના ઇતિહાસની એક ઝાંખી

શહેરના પ્રાથમિક પ્રશ્નો કેવી રીતે હલ કરશે નવા મેયર, ડે મેયર, સ્ટેન્ડિંગ કમિટી

વડોદરા મહાનગરપાલિકામાં અનેક પ્રશ્નો છે. વડોદરા એક બાજુ સ્માર્ટ સિટી બનવા તરફ જઇ રહ્યું છે ત્યારે વડોદરાના નાગરિકોના પ્રાથમિક પ્રશ્નોનો ઉકેલ આવતો નથી. જેમાં સૌથી વિકટ પ્રશ્ન હોય તો પાણીનો છે. નાગરિકોને બે ટાઇમ પાણી નથી મળતું અને જે પાણી મળે છે એ પાણી ગંદુ મળે છે. સફાઈ, ગંદકી, જ્યારે વરસાદ પડે ત્યારે શહેરમાં પાણી ભરાઈ જવાથી પૂરનો પણ પ્રોબ્લેમ છે. આવા પ્રાથમિક પ્રશ્નોનું નિરાકરણ નવા હોદ્દેદારો કેવી રીતે લાવે છે તે જોવાનું રહ્યું. ગત ટર્મ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે પ્રશ્નોના ઉકેલ નહીં લાવ્યાં તેનાથી નાગરિકો હેરાન થયાં છે. આ વખતે પણ નાગરિકોને હેરાન થવું પડશે કે કેમ તે આગામી સમય જ બતાવશે. શહેરમાં સૌથી વિકટ પ્રશ્ન હોય તો એ પાણીનો પ્રશ્ન છે. કેટલાક વર્ષોથી વડોદરા શહેરના નાગરિકોને બે ટાઇમ પાણી અને ચોખ્ખું પીવાનું પાણી મળતું નથી. હવે જોવાનું એ છે કે નવી વરણી કરવામાં આવી છે તે કેવી રીતે જે પ્રાથમિક જરૂરિયાત છે તેે પાણી કેવી રીતે આપે છે?

આ પણ વાંચોઃ વડોદરા કોર્પોરેશનનો તંગ હાલ: સરકારી ઓફિસોના ન ચૂકવાયેલ વેરાનો આંકડો 22 કરોડ કે 44 કરોડ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.