ETV Bharat / city

વડોદરામાં ગ્રાહકે વીજ બિલ બાબતે MGVCLના વીજ કર્મચારી પર કર્યો હુમલો

author img

By

Published : Dec 31, 2020, 4:43 PM IST

વડોદરાના કારેલીબાગ પાણીની ટાંકી વિસ્તારમાં આવેલી એમજીવીસીએલની કચેરી ખાતે ભારે માથાકૂટ થઈ હતી. બિલ ભરવાના મુદ્દે થયેલા વિવાદમાં ટોળાએ વીજ કર્મી પર ઘાતકી હુમલો કર્યો હતો. વીજ કંપની અને ગ્રાહકો વચ્ચે રસાકસીનો માહોલ સર્જાયો હતો. તુલસીવાડીમાં રહેતા નરેશ સોલંકીના ઘરનું વીજ જોડાણ કાપી દેતા તે વીજ કંપનીની કચેરીએ પહોંચ્યો હતો અને દાદાગીરી કરવા લાગ્યો. અને છેવટે તેણે વીજ કર્મીને મારવાનું શરૂ કરી દીધું. તેની સાથે 10થી 15 લોકોના ટોળાએ પણ વીજ કર્મી પર હાથ સાફ કર્યા હતા. હાલમાં વીજ કર્મી ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

વડોદરામાં એક ગ્રાહકે વીજ બિલ બાબતે MGVCLના વીજ કર્મચારી પર કર્યો ઘાતકી હુમલો
વડોદરામાં એક ગ્રાહકે વીજ બિલ બાબતે MGVCLના વીજ કર્મચારી પર કર્યો ઘાતકી હુમલો

  • વડોદરામાં માત્ર વિજ બિલ ભરવા મુદ્દે વીજ કર્મી પર લોહિયાળ હુમલો
  • ગ્રાહકે વીજળી બિલ અડધું કરવાનું કહેતા બંને વચ્ચે થઈ તકરાર
  • ગ્રાહક નરેશ સોલંકીએ વીજ કર્મી પર કર્યો લોખંડના પાઈપથી હુમલો
  • વીજ કર્મી એટલો ઘાયલ થયો કે તેને હોસ્પિટલમાં દાખલ કરાયો

વડોદરાઃ વડોદરા શહેર આમ તો સંસ્કારી નગરી કહેવામાં આવે છે, પરંતુ અવાર નવાર અહીં માથાકૂટ અને મારામારીના કિસ્સાઓ સામે આવતા રહે છે. હવે ફરી એક વાર આવો જ કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં વીજ બિલ ભરવાના મુદ્દે વીજ કર્મી પર ટોળું ત્રાટક્યું હતું અને છેવટે વીજ કર્મીને હોસ્પિટલ હવાલે થવું પડ્યું હતું.

વડોદરામાં એક ગ્રાહકે વીજ બિલ બાબતે MGVCLના વીજ કર્મચારી પર કર્યો ઘાતકી હુમલો
વડોદરામાં એક ગ્રાહકે વીજ બિલ બાબતે MGVCLના વીજ કર્મચારી પર કર્યો ઘાતકી હુમલો

રૂ. 22 હજારનું બિલ અડધું કરવાનું કહેતા બંને વચ્ચે થઈ માથાકૂટ

આ અંગેની વિગત એવી છે કે, વડોદરાનાં કારેલી બાગ પાણીની ટાંકી વિસ્તારમાં આવેલી એમજીવીસીએલની કચેરી ખાતે નરેશ સોલંકી નામનો વ્યક્તિ બિલ ભરવા પહોંચ્યો હતો. શહેરના તુલસીવાડી વિસ્તારમાં રહેતો નરેશ મણીભાઇ સોલંકીનું પાછલાં બે મહિનાનું રૂ. 22 હજારનું વિજ બીલ આવ્યું હતું, જે ન ભરતા તેનું વીજ જોડાણ કાપી નખાયું હતું. આથી તે વીજ કંપનીનાં કલેક્શન સેન્ટર ખાતે પહોંચ્યો હતાો. અહીં ગ્રાહકે હાલમાં એકસાથે રૂ. 22 હજારની રકમ ન હોવાથી અડધું બિલ ભરવાની વિનંતી કરી હતી, પરંતુ વીજ કર્મીએ તે માન્ય ન રાખતા તકરાર થઈ હતી. આ સામાન્ય તકરાર બાદમાં છુટ્ટા હાથની મારામારી અને બાદમાં હિંસક હુમલામાં પરિણમી હતી.

વડોદરામાં એક ગ્રાહકે વીજ બિલ બાબતે MGVCLના વીજ કર્મચારી પર કર્યો ઘાતકી હુમલો
વડોદરામાં એક ગ્રાહકે વીજ બિલ બાબતે MGVCLના વીજ કર્મચારી પર કર્યો ઘાતકી હુમલો

વીજ કર્મીને એટલો માર્યો કે માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી

ગ્રાહક તરફથી 10થી 15 લોકોનું ટોળું કચેરીમાં ધસી આવ્યું હતું અને અમર કહાર નામના સુરક્ષા કર્મી પર હુમલો કરી દીધો હતો. ટોળાએ લોખંડનાં બોક્સ, પાઈપો અને પથ્થરો વડે હુમલો કરતાં સુરક્ષાકર્મીને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. ગંભીર રીતે ઘવાયેલાં વીજ કંપનીના સુરક્ષા કર્મીને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. સામે પક્ષે ગ્રાહકે પણ વીજ કંપનીનાં કર્મચારીઓ ગાળો ભાંડી મારા મારવાનો આરોપ કર્યો હતો, જેમાં તેમના બે વ્યક્તિને ઈજા થતા તેમને પણ સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. વીજ બિલના મુદ્દે વડોદરાની એમજીવીસીએલ કચેરીમાં થયેલા લોહિયાળ ધીંગાણાનો આ સમગ્ર મામલો હાલ કારેલીબાગ પોલીસ મથકે પહોંચ્યો છે. જ્યાં પોલીસે બંને પક્ષને સાંભળી ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.