ETV Bharat / city

Bharti Ashram Controversy: હરિહરાનંદ સ્વામીની મળી ભાળ, ક્યાંથી મળ્યા અને કઈ હાલતમાં, જૂઓ

author img

By

Published : May 4, 2022, 12:04 PM IST

Bharti Ashram Controversy: હરિહરાનંદ સ્વામીની મળી ભાળ, ક્યાંથી મળ્યા અને કઈ હાલતમાં, જૂઓ
Bharti Ashram Controversy: હરિહરાનંદ સ્વામીની મળી ભાળ, ક્યાંથી મળ્યા અને કઈ હાલતમાં, જૂઓ

જૂનાગઢ ભારતી આશ્રમના (Bharti Ashram Controversy) ગાદીપતિ હરિહરાનંદ સ્વામી વડોદરાથી ગુમ (Hariharanand Swami Missing) થયા હતા. જોકે, મહારાષ્ટ્રના નાસિક પાસેથી હરિહરાનંદ સ્વામીને શોધી કાઢવામાં આવ્યા છે. અત્યારે સેવકો તેમને વડોદરા લાવી રહ્યા છે.

વડોદરાઃ જૂનાગઢ ભારતી આશ્રમના (Bharti Ashram Controversy) ગાદીપતિ હરિહરાનંદ સ્વામી 30 એપ્રિલે વડોદરાથી અચાનક જ કોઈને કહ્યા વગર ક્યાંક જતા (Hariharanand Swami Missing) રહ્યા હતા. જોકે, તેઓ ગુમ થઈ જવાથી આશ્રમના સંતો અને સેવકોમાં ભારે ચિંતા જોવા મળી હતી, પરંતુ મહારાષ્ટ્રના નાસિક પાસેથી હરિહરાનંદ સ્વામી મળી (Hariharanand Swami captured from Nasik Maharashtra) આવ્યા છે. જોકે, સ્વામીને તેમના સેવકોએ શોધી કાઢ્યા છે. ત્યારે હવે વડોદરા આવ્યા પછી પોલીસ સમગ્ર મામલે તપાસ શરૂ કરશે. બીજી તરફ અનેક ચોંકાવનારી વિગતો સામે આવે તેવું લાગી રહ્યું છે.

હરિહરાનંદ સ્વામીની ચિઠ્ઠી થઈ હતી વાઈરલ
હરિહરાનંદ સ્વામીની ચિઠ્ઠી થઈ હતી વાઈરલ

સરખેજ આશ્રમના વિવાદથી વ્યથિત થઈ હરિહરનંદજી સ્વામી થયા હતા ગુમ - જાણીતા સંત ભારતી બાપુના ઉત્તરાધિકારી હરિહરાનંદ સ્વામીજી (Hariharananda Swami, the successor of Sant Bharti Bapu) અમદાવાદ સરખેજ આશ્રમની મુલાકાત બાદ વડોદરામાંથી ગુમ (Hariharanand Swami Missing) થયા હતા. ત્યારબાદ તેમના અનુયાયીઓએ વાડી પોલીસ સ્ટેશન (Vadi Police Station) ગુમ થયા હોવાની ફરિયાદ પણ નોંધાવી હતી.

વાડી પોલીસ સ્ટેશનમાં હરિહરાનંદ સ્વામી ગુમ થયાની નોંધાઈ હતી ફરિયાદ
વાડી પોલીસ સ્ટેશનમાં હરિહરાનંદ સ્વામી ગુમ થયાની નોંધાઈ હતી ફરિયાદ

આ પણ વાંચો- Hariharananda Bharti Bapu missing: હરિહરાનંદ બાપુના ગુમ થવા પર શું કહ્યું બાપુના શિષ્ય કાળુ ભગતે?

હરિહરાનંદની ચિઠ્ઠી અને વીડિયો થયા હતા વાઈરલ - તેવામાં હરિહરાનંદજી સ્વામીએ લખેલી ચિઠ્ઠી અને વીડિયો વાયરલ થયો હતો. તેમાં સરખેજના કરોડો રૂપિયાના ભારતી આશ્રમનો વિવાદ હોવાનું મનાઈ રહ્યું છે. વર્ષ 2020માં ભારતી બાપુ બ્રહ્મલીન થયા બાદ આશ્રમનું વીલ સ્વામી હરિહરાનંદજીના નામે કરાયું હતું. જોકે, કેટલાક તરકટબાજોએ બોગસ વિલ બનાવીને તેમને હેરાન કરવાનું શરૂ કર્યું હતું તેવો તેમણે આક્ષેપ કર્યો હતો. જ્યારે કેટલાક સ્વામીઓ દ્વારા હરિહરાનંદજીને માનસિક ત્રાસ આપી તેમના વિરુદ્ધ કાવાદાવા કરવામાં આવતા હતા.

આ પણ વાંચો- Bharti Ashram Controversy: હરિહરાનંદ ભારતી બાપુ ગુમ થતાં સરખેજ આશ્રમ પર કરાયા ગંભીર આક્ષેપો

સેવકોએ સ્વામીને શોધી કાઢ્યા - નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડિયા નજીકના ગોરા ગામમાં શ્રીભારતી આશ્રમ આવેલો છે. તેના ગાદીપતિ સ્વામી હરિહરાનંદ ભારતી (Hariharananda Swami, the successor of Sant Bharti Bapu) 30 એપ્રિલે બપોરે 1 વાગ્યે આશ્રમથી નીકળી અમદાવાદ ખાતે હોસ્પિટલમાં ચેકઅપ કરાવવા ગયા હતા અને ત્યાંથી સાંજે વડોદરા આવ્યા બાદ તેઓ ગુમ (Hariharanand Swami Missing) હતા. જ્યારે તેમના અનુયાયીઓએ વાડી પોલીસ સ્ટેશન (Vadi Police Station) ખાતે તેમના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

નાસિકમાં એક ટેક્સીમાંથી મળ્યા સ્વામી - પોલીસે જુદી જુદી ટીમો બનાવી તેમની શોધખોળ હાથ ધરી હતી. કપુરાઈ ચોકડી પાસેથી ચાલતા જતા હોવાના CCTV ફૂટેજ પણ મળ્યા હતા. સ્વામીજીની કોઈ ભાળ ન મળતા પોલીસે જે વ્યક્તિ તેમની માહિતી આપશે તેમને રિવોર્ડ આપવાની જાહેરાત કરી હતી. પરંતુ હરિહરાનંદ સ્વામીજી આજે મહારાષ્ટ્રના નાસિક પાસેથી મળી (Hariharanand Swami captured from Nasik Maharashtra) આવ્યા છે. હરિહરાનંદ સ્વામી એક ટેક્સીમાં જઈ રહ્યા હતા. ત્યારે ભારતી આશ્રમના સેવકોએ સ્વામીજીને શોધી કાઢ્યા હતા તો સેવકો તેમને લઈ સેવકો બપોર સુધીમાં વડોદરા આવી પહોંચે તેવી શક્યતા છે. વડોદરા આવ્યા પછી પોલીસ દ્વારા તેમની પૂછપરછમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવશે તેમ જાણવા મળ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.