ETV Bharat / city

વડોદરાના પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડને પોલીસે માર માર્યો

author img

By

Published : Dec 31, 2020, 5:11 PM IST

વડોદરાના પૂર્વ સાંસદ સત્યજિતસિંહ ગાયકવાડને માસ્ક દંડ મામલે પોલીસનો વરવો અનુભવ થયો હતો. તેમના બહેનનું માસ્ક નીચે હોવાને કારણે પોલીસે દંડ ફટકાર્યો હતો. બહેન પાસે દંડના પૈસા રોકડ ન હોવાથી સત્યજિતસિંહ ગાયકવાડ ઘર નજીક ચાલતાં ગયાં હંતા. દંડ અંગેની પાવતી ન હોવાથી PSI ડી.એસ.પટેલ તથા કર્મીઓએ તેમને લાફા અને મુક્કા માર્યા હતાં. પૂર્વ સાંસદ જોડે થયેલી ઘટના શહેરના ઇતિહાસમાં કાળી ટીલી સમાન છે.

વડોદરાના પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડને પોલીસ દ્વારા થપ્પડ
વડોદરાના પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડને પોલીસ દ્વારા થપ્પડ

  • વડોદરા પોલીસના પીએસઆઈની દાદાગીરી
  • કોંગ્રેસના પૂર્વ સાંસદને જાહેરમાં લાફા માર્યા
  • ઘરમાં ઘૂસી કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી
  • માસ્ક દંડની પાવતી ન હોવાથી સવાલ પૂછવા બદલ પોલીસે પૂર્વ સાંસદને જાહેરમાં ઢોરમાર માર્યો

    વડોદરાઃ સત્યજિતસિંહ ગાયકવાડ પૂર્વ સાંસદ અને બરોડા ક્રિકેટ એસોસિએશન મીડિયા કમિટીના ચેરમેન છે. બુધવારે સાંજે સત્યજિતસિંહના બહેન BHS સ્કૂલ પાસેથી કાર લઈને પસાર થઇ રહ્યાં હતાં. દરમિયાન તેમનું માસ્ક નીચે હોવાને કારણે સ્થળ પર હાજર પોલીસે તેમને રૂ.1 હજારનો દંડ ફટકાર્યો હતો. માસ્ક દંડના રૂ.1 હજાર રોકડા તેમની પાસે ન હોવાને કારણે તેમણે તેમના ભાઈ સત્યજિત ગાયકવાડને સ્થળ પર પૈસા લઈ બોલાવ્યાં હતાં. પૈસા લઈ પહોંચેલા સત્યજિતસિંહ ગાયકવાડએ હાજર PSI ડી.એસ. પટેલ સાથે વાત કરવાનો પ્રયાસ કરતા તેમને કીધું કે પહેલા દંડ ભરો પછી જ વાત થશે. દંડ ભરવા ગયેલા પોલીસકર્મી પાસે પાવતી ન હતી. એટલે સત્યજિતસિંહ ગાયકવાડએ PSI ડી.એસ. પટેલને આ અંગે જાણ કરી અને પોલીસવાળાએ તેમને જાહેરમાં જ માર મારવાનું શરૂ કરી દીધું હતું.
    વડોદરા પોલીસના પીએસઆઈની સાંસદ સામેની દાદાગીરીનો મામલો



  • પૂર્વ સાંસદ પર હુમલો નિંદનીય ઘટના, ગુરુવારે શહેર કોંગ્રેસ પોલીસ કમિશનરને રજૂઆત કરશે

    સત્યજિતસિંહ ગાયકવાડે જણાવ્યું કે, PSI ડી.એસ.પટેલે મને કીધું કે પાવતી ફડાવો પછી વાત પોલીસવાળા પાસે પાવતી ન હોવાથી મેં PSI ડી.એસ. પટેલને કહ્યું કે હું અહીંયા જ છું. તમે પાવતી લઈને આવો. મારા બહેનને જવા દો. આટલું કહેતાં જ પોલીસવાળા મારી પર તૂટી પડ્યાં હતાં. મને ધક્કો મારી 2 લાફા ચોડી દીધાં અને ત્યાર બાદ મને છાતીમાં મુક્કા માર્યા મેં કીધું કે મારો વાંક શું છે. તો કીધું કે પોલીસ પર એસોલ્ટ કરવાના કેસમાં તેના પર કેસ ઠોકી દો. ત્યાર બાદ મને નવાપુરા પોલીસ સ્ટેશન લઈ જવા કહ્યું મેં કહ્યું કે હું મારી ગાડીમાં આવીશ. ગાડી લેવા ઘરે ગયો તો પોલીસવાળા મારા ઘરે આવી ગયા. તેનો વિચાર હતો કે મને પોલીસ સ્ટેશનમાં લઈ જઈને માર મારવાનો પ્લાન હતો. મારા ઘરમાં વગર વોરંટે આવીને મને ધમકી આપી કે, તારા પર કેસ કરીશ અને તને વોન્ટેડ જાહેર કરીશ. તારા જેવા લુખ્ખા સાંસદ મેં બહુ જોયા. આ મામલે વાત કરવા માટે પોલીસ કમિશનર ફોન નથી ઉપાડતાં અને નવાપુરાના PI એ મારા ઘરે આવીને વાત કરવા જણાવ્યું હતું. એક પૂર્વ સાંસદ પર આ રીતે પોલીસે હુમલો કરવો શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની હકીકત સામે લાવી રહી છે. માસ્ક દંડ મામલે અંગે અનેક વખત લોકો તથા નેતાઓના વિરોધના સુર જોવા મળ્યાં હતાં.પૂર્વ સાંસદ પર પોલીસનો હુમલો નિંદનીય ઘટના છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.