ETV Bharat / city

વડોદરાની સરકારી હોસ્પિટલના ICUમાં કોરોના પોઝિટિવ વૃદ્ધાની સારવાર દરમિયાન મહિલા સર્વન્ટે ચોર્યા દાગીના

author img

By

Published : Jun 7, 2021, 10:30 AM IST

વડોદરાની સરકારી હોસ્પિટલના ICUમાં કોરોના પોઝિટિવ વૃદ્ધાની સારવાર દરમિયાન મહિલા સર્વન્ટે ચોર્યા દાગીના
વડોદરાની સરકારી હોસ્પિટલના ICUમાં કોરોના પોઝિટિવ વૃદ્ધાની સારવાર દરમિયાન મહિલા સર્વન્ટે ચોર્યા દાગીના

કોરોના કાળમાં ચોરોના મનસુબા બુલંદ હતા. એક તરફ કોરોના પોઝિટિવ વ્યક્તિ ICUમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો હોય તેવા સમયે પણ ચોર વિશેષ કળા વાપરીને ચોરી કરતા હોવાની ઘટનાઓ સામે આવી હતી. વડોદરાની GMERS હોસ્પિટલમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ગણતરીના સમયમાં પોલીસે આરોપીઓને પકડી પાડ્યા હતા.

  • તબિબો અને સરકારને અથાગ પ્રયત્નોને કારણે આપણે કોરોનાની બીજી વેવ પર નોંધનીય નિયંત્રણ મેળવી શકાયું
  • સમગ્ર મામલે ગોરવા પોલીસમાં ફરિયાદ થતા પોલીસ એક્શનમાં આવી
  • ગણતરીના સમયમાં મહિલા સર્વન્ટની ઘરપકડ કરી મુદ્દામાલ રીકવર કરાયો

વડોદરાઃ કોરોનાની બીજી ઘાતક વેવમાંથી આપણે સૌ પસાર થયા હતા. હાલ તબીબો અને સરકારના અથાગ પ્રયત્નોના કારણે આપણે કોરોનાની બીજી વેવ પર નોંધનીય નિયંત્રણ પામી શક્યા છીએ. પરંતું કોરોના કાળમાં એવી કેટલીય ઘટનાઓ સામે આવી હતી, જેમાં માનવતા શર્મસાર થાય તેવા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા. GMERS હોસ્પિટલના ICUમાં કોરોનાની સારવાર લઇ રહેલી વૃદ્ધા સાથે પણ એવું જ કંઇક બન્યું હતું.

આ પણ વાંચોઃ આણંદમાં સોનીની દુકાનમાંથી 4.65 લાખના દાગીના ચોરી ગઠીયો ફરાર

કોરોનાની સારવાર લઇ રહેલી વૃદ્ધાના દાગીના ICUમાંથી ચોરાયા

સરકારી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલી વૃદ્ધાના દાગીના ICUમાંથી ચોરાયા હતા. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ અનુસાર, ભવનેશ વિનોદભાઇ જયસ્વાલ તેમના પરિવાર સાથે લક્ષ્મીપુરા વિસ્તારમાં રહે છે. તેમના માતાની 04/06/2021ના રોજ તબિયત બગડતા તેઓને સરકારી GMERS હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

વડોદરાની સરકારી હોસ્પિટલના ICUમાં કોરોના પોઝિટિવ વૃદ્ધાની સારવાર દરમિયાન મહિલા સર્વન્ટે દાગીના ચોર્યા
વડોદરાની સરકારી હોસ્પિટલના ICUમાં કોરોના પોઝિટિવ વૃદ્ધાની સારવાર દરમિયાન મહિલા સર્વન્ટે દાગીના ચોર્યા

દર્દીને કોરોના વોર્ડના ICU 55માં દાખલ કરવામાં આવ્યા

તેમના રિપોર્ટ કઢાવ્યા બાદ તેમની સ્થિતી પ્રમાણે તેમને કોરોના વોર્ડના ICU 55માં દાખલ કરવામાં આવ્યા હતા. બીજા દિવસે પરિવારજનોએ હોસ્પિટલના સંકલન કેન્દ્રના કર્મીને તેમના માતાએ પહેરેલા દાગીના લઇને આપવા કહ્યું હતું. કર્મીએ તપાસ કરતા વૃદ્ધાએ કોઇ દાગીના પહેર્યા નહિ હોવાનું જણાવ્યું હતું. જો કે, ત્યાર બાદ વૃદ્ધાની તબિયત સારી થઇ જતા તેઓ ઘરે પરત ફર્યા હતા.

દાગીના ગુમ થવા મામલે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

વૃદ્ધાએ હોસ્પિટલમાં દાખલ થતા સમયે પહેરેલા દાગીના ગુમ થવા મામલે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગોત્રી હોસ્પિટલમાં દાખલ દર્દીના દાગીનાની ચોરીની અન્ય એક ફરિયાદ મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, સંતોષ આનંદરાવ સુર્યવંશીના ફોઇ લીલાબેન કેદારને ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સારવાર દરમિયાન તેમના કાનની સોનાની બુટ્ટી ચોરી થઇ હતી.

આ પણ વાંચોઃ જામનગરમાં જ્વેલર્સની દુકાનમાં 5 લાખના દાગીના ચોરી કરી તસ્કરો ફરાર

મહિલાઓનો કુલ રૂપિયા 40 હજારનો મુદ્દામાલ ચોરી થયો

ઉપરોક્ત ચોરીના બન્ને કિસ્સામાં સારવાર લઇ રહેલી મહિલાઓનો કુલ રૂપિયા 40 હજારનો મુદ્દામાલ ચોરી થયો હતો. સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા પોલીસ એક્શનમાં આવી હતી. મામલાની ઝીણવટ ભરી તપાસ કરતા હોસ્પિટલની મહિલા સર્વન્ટ અમૃતાબેન હરિજનનું નામ ખુલ્યું હતું. હાલ સમગ્ર મામલે પોલીસે દાગીના રીકવર કરીને વધુ કાર્યવાહી શરૂ કરી દીધી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.