ETV Bharat / city

વડોદરામાં તૈયાર થઈ રહેલા આંતરરાષ્ટ્રીય હવાઇ મથકને Sir Sayajirao Gaekwad International Airport નામ આપવા કરાઇ માગ

author img

By

Published : Jun 7, 2021, 3:37 PM IST

વડોદરામાં તૈયાર થઈ રહેલા હવાઇ મથકને સર સયાજીરાવ ગાયકવાડ આંતરરાષ્ટ્રીય હવાઇ મથક ( Sir Sayajirao Gaekwad International Airport ) નામ આપવા માટે વડોદરા શહેરના 4 સંગઠનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે.

Sir Sayajirao Gaekwad International Airport
Sir Sayajirao Gaekwad International Airport

  • વડોદરા આંતરરાષ્ટ્રીય હવાઇ મથક( Vadodara International Airport )ને સર સયાજીરાવ ગાયકવાડ નામ આપવાની માગ
  • વડોદરા શહેરના સૌથી મોટા 4 સંગઠનો દ્વારા જિલ્લા કલેક્ટરને કરી રજૂઆત
  • માગ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની આપી ચીમકી

વડોદરા : શહેરમાં તૈયાર થઈ રહેલા આંતરરાષ્ટ્રીય હવાઇ મથક ( Vadodara International Airport )ને સર સયાજીરાવ ગાયકવાડ આંતરરાષ્ટ્રીય હવાઇ મથક ( Sir Sayajirao Gaekwad International Airport ) નામ આપવાની માગ સાથે શહેરના ચાર વિવિધ સંગઠનો દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

Sir Sayajirao Gaekwad International Airport
વડોદરામાં તૈયાર થઈ રહેલા આંતરરાષ્ટ્રીય હવાઇ મથકને Sir Sayajirao Gaekwad International Airport નામ આપવા કરાઇ માગ

તાજેતરમાં વડોદરા હવાઇ મથકને આંતરરાષ્ટ્રીય હવાઇ મથકમાં તબદીલ કરવા સરકાર દ્વારા મંજૂરી અપાઈ

સ્માર્ટ સિટી વડોદરામાં હવે આંતરરાષ્ટ્રીય હવાઇ મથક બનવા જઈ રહ્યું છે. થોડા સમય પૂર્વે રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, જ્યારે કેન્દ્ર સરકારની અનુમતિ સાથે મંજૂરી આપવામાં આવી છે. આ આંતરરાષ્ટ્રીય હવાઇ મથકને સર સયાજીરાવ ગાયકવાડ આંતરરાષ્ટ્રીય હવાઇ મથક ( Sir Sayajirao Gaekwad International Airport ) નામ આપવામાં આવે તેવી માગ વડોદરા શહેરના વિવિધ ચાર સંગઠનો જેમાં અખિલ મહારાષ્ટ્ર યુવા સંગઠન, શિવસેના, વડોદરા શહેર મહારાષ્ટ્રીયન યુવા સંગઠન તથા NCP દ્વારા સંયુક્ત રીતે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટર ડી. આર. પટેલને આવેદનપત્ર આપીને કરવામાં આવી છે.

મહારાષ્ટ્ર યુવા સંગઠન
શહેરના ચાર વિવિધ સંગઠનો દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી

વડોદરાના રાજવી સર સયાજીરાવ ગાયકવાડે શહેરને અનેક આપી હોવાથી તેમના પ્રત્યે ફરજ નિભાવવાનો અવસર : સંગઠન અગ્રણીઓ

વડોદરાના 4 સંગઠનના હોદ્દેદારોના જણાવ્યા અનુસાર સર સયાજીરાવ ગાયકવાડ ( Sir Sayajirao Gaekwad ) દ્વારા વડોદરા શહેરને ઘણી ભેટ આપવામાં આવી છે. જેમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ( Maharaja Sayajirao University ), મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એવી સયાજી હોસ્પિટલ, સયાજી બાગ, ન્યાય મંદિર તથા અનેક ઐતિહાસિક ધરોહર વડોદરાને આપી છે, ત્યારે તેમના પ્રત્યે આપણી ફરજ નિભાવવાનો અવસર મળ્યો છે. વડોદરા શહેરના આંતરરાષ્ટ્રીય હવાઇ મથકને સર સયાજીરાવ ગાયકવાડ આંતરરાષ્ટ્રીય હવાઇ મથક ( Sir Sayajirao Gaekwad International Airport ) નામ આપીને તેમના સન્માનમાં વધારો કરવામાં આવે તેવી વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. જો વડોદરા શહેરીજનોની માંગણી નહીં સંતોષાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.