Corona In Vadodara: શહેરીજનોને એક મહિના સુધી સામાજિક-ધાર્મિક કાર્યક્રમોથી દૂર રહેવા IMAની અપીલ

author img

By

Published : Jan 5, 2022, 7:54 PM IST

Corona In Vadodara: શહેરીજનોને એક મહિના સુધી સામાજિક-ધાર્મિક કાર્યક્રમોથી દૂર રહેવા IMAની અપીલ
Corona In Vadodara: શહેરીજનોને એક મહિના સુધી સામાજિક-ધાર્મિક કાર્યક્રમોથી દૂર રહેવા IMAની અપીલ ()

વડોદરામાં કોરોનાના કેસો (Corona Cases In Vadodara)માં વધારો થઈ રહ્યો છે તેને જોતા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા (Indian Medical Association Vadodara) દ્વારા શહેરીજનોને ધાર્મિક-સામાજિક કાર્યક્રમોથી એક મહિનો દૂર રહેવાની અપીલ કરી છે. સાથે જ સરકારને પણ રાજકીય મેળાવડાઓ (Political gatherings In Gujarat) ન યોજવા અપીલ કરવામાં આવી છે.

વડોદરા: ગુજરાતમાં કોરોનાના કેસો (Corona Cases In Gujarat) સતત વધી રહ્યા છે. રાજ્યના અમદાવાદ (Corona Cases In Ahmedabad), સુરત, વડોદરા (Corona Cases In Vadodara) સહિતના શહેરોમાં કોરોનાએ ગતિ વધારી છે, ત્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા (Indian Medical Association Vadodara)એ કોરોનાના વધી રહેલા વ્યાપને ખતરારૂપ ગણાવ્યો છે. શહેરીજનોને એક મહિનો તકેદારી રાખવા માટે અપીલ કરી છે. સાથે જ રાજકીય મેળાવડા નહીં યોજવા સરકારને પણ અપીલ કરી છે.

એક મહિના માટે મેળાવડા અને કાર્યક્રમોથી દૂર રહેવાની અપીલ

ઇન્ડિયન મેડિકલ એસોસિએશને શહેરમાં રોજબરોજ વધતા કોરોના વ્યાપ (Corona In Vadodara)ને ખતરારૂપ ગણાવ્યો છે. વધતા કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી શહેરીજનોને એક મહીના સુધી સાવચેતીના ભાગરૂપે (precautions for corona pandemic) લગ્ન, સામાજિક, ધાર્મિક, રાજકીય મેળાવડા અથવા કાર્યક્રમોથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Vaccination in Vadodara Schools 2022 : રસીકરણના પહેલા દિવસે 20,000 બાળકોને રસીનું લક્ષ્યાંક

રાજકીય મેળાવડા નહીં યોજવા સરકારને અપીલ

સરકારને પણ રાજકીય મેળાવડા નહીં યોજવા અપીલ કરી.

IMA વડોદરા દ્વારા શહેરીજનોને અપીલ કરવાની સાથે સાથે સરકારને પણ રાજકીય મેળાવડા (Political gatherings In Gujarat) નહીં યોજવા અપીલ કરવામાં આવી છે. સરકાર પણ ગાઈડલાઈન (Corona Guidelines In Gujarat)નું ચુસ્તપણે પાલન કરાવે તેવું IMA વડોદરાના પ્રમુખ ડો. હિતેશ શાહે જણાવ્યું હતું.

આ પણ વાંચો: Adolescent Vaccination In Gujarat: વડોદરાના અલ્હાદપુર ગામે કરી કમાલ, ગણતરીના કલાકોમાં જ પૂર્ણ કર્યું 100 ટકા તરુણોનું વેક્સિનેશન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.