ETV Bharat / city

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વડોદરાની સયાજી હોસ્પિટલની મુલાકાત લીધી

author img

By

Published : Apr 28, 2021, 3:59 PM IST

વડોદરા શહેરમાં વધતા જતા કોરોનાના કેસ વચ્ચે તંત્ર ચિંતાતુર બન્યું છે. દિવસેને દિવસે કોરોના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે બુધવારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ વડોદરાની SSG હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની મુલાકાત લઈને તબીબી સારવાર અને સુવિધાની સમીક્ષા કરી હતી.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વડોદરાની સયાજી હોસ્પિટલની મુલાકાત લીધી
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વડોદરાની સયાજી હોસ્પિટલની મુલાકાત લીધી

  • પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ SSG હોસ્પિટલની લીધી મુલાકાત
  • દર્દીઓને અપાતી સારવાર અને ઉપલબ્ધ સુવિધાની સમીક્ષા કરી
  • દર્દીઓના પરિવારજનો સાથે વાત કરીને તેમની વેદના સાંભળી

વડોદરા: પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા બુધવારે વડોદરા આવ્યા હતા અને મધ્યગુજરાતની સૌથી મોટી SSG હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓની મુલાકાત લઈને તેમને આપવામાં આવતી સારવાર અંગે નિરીક્ષણ કરી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો.રંજન ઐયર, કોવિડ વોર્ડના ઓબ્ઝર્વર ડો. ઓ.બી. બેલીમ સાથે હાલની પરિસ્થિતિને લઈને વાતચીત કરી હતી. આ સાથે જ કોરોના દર્દીઓના પરિવારજનો સાથે પણ વાતચીત કરી હતી અને પરિવારજનોને પડતી હાલાકી અંગે તેઓની રજૂઆત પણ સાંભળી હતી.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વડોદરાની સયાજી હોસ્પિટલની મુલાકાત લીધી

આ પણ વાંચો: સરકાર નિષ્ફળતા સ્વિકારે, સર્વપક્ષીય બેઠક બોલાવીને ગુજરાતની જનતાને બચાવે: અમિત ચાવડા

વડોદરામાં રોજ 30 મેટ્રિક ટન ઓક્સિજનની અછત

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતુ કે, WHOએ શરૂઆતના તબક્કામાં ગાઈડલાઈન અને ચેતવણી આપી હતી. જોકે, તેને અનદેખી કરીને નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ કરવામાં આવ્યો. ત્યારથી કોરોના આવ્યો હતો. ભાજપના શાસકોએ 13 મહિનામાં કોઈ તૈયારી કે વ્યવસ્થા ઉભી ના કરી અને રાજકીય ઉત્સવો અને તાયફાઓ કર્યા છે. સરકારના મિસ-મેનેજમેન્ટના કારણે રોજેરોજ લોકો મરી રહ્યા છે. વડોદરામાં રોજ 170 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂરિયાત છે. જેની સામે સરેરાશ માત્ર 140 મેટ્રિક ટન ઓક્સિજનનો જ સપ્લાય થયો છે. એટલે 30 મેટ્રિક ટન ઓક્સિજનની શોર્ટેજ હોય તો 3 હજાર દર્દીઓને અસર કરે તેમ છે. કેટલાય લોકો ઓક્સિજનની અછતના કારણે મરી રહ્યા છે. તેનું કારણ સરકારની નિષ્કાળજી અને બેજવાબદાર નીતિ છે.

અમિત ચાવડાએ દર્દીના સંબંધીઓ સાથે વાતચીત કરી હતી
અમિત ચાવડાએ દર્દીના સંબંધીઓ સાથે વાતચીત કરી હતી

આ પણ વાંચો: અમિત ચાવડાએ આણંદ જનરલ હોસ્પિટલમાં કોવિડ દર્દીઓની મુલાકાત લીધી

સરકાર નિષ્ફળતા સ્વિકારે, અહંકાર છોડે. અમે મદદ કરવા તૈયાર: અમિત ચાવડા

ફક્ત ઓક્સિજન જ નહીં, પણ રેમડેસીવીર ઈન્જેક્શન માટે લોકોને ભટકવું પડે છે. ડિમાન્ડ સામે માત્ર 40 ટકા ઈન્જેકશનની જ સપ્લાય થાય છે. કાળાબજારમાં ઈન્જેક્શન 25 હજાર સુધીમાં ખરીદવા માટે લોકો મજબૂર બન્યા છે અને વેન્ટિલેટરની કમીને કારણે મરી રહ્યા છે. જે પ્રજા સરકારની તિજોરીમાં ટેક્સના પૈસા જમા કરાવે છે, તે પ્રજા ઈન્જેક્શન અને ઓક્સિજનના અભાવે મરી રહી છે. સરકાર સદંતર નિષ્ફળ રહી છે. અમે સરકારની સાથે છે. જે મદદ જોઈતી હોય તે અમે કરવા માટે તૈયાર છે. આગામી સમયમાં પરિસ્થિતિ વધુ ગંભીર થવાની છે. સરકાર અહંકાર છોડે બધાની મદદ લે, અમે સરકારની મદદ કરવા તૈયાર છે. તેમ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.