ETV Bharat / city

તહેવાર પર ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગનું ચેકિંગ, વેપારીઓમાં આક્રોશ

author img

By

Published : Oct 15, 2022, 11:35 AM IST

વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગએ તહેવારને (checking at Farsan shop in Vadodara) ધ્યાનમાં લઈને ફરસાણ મીઠાઈની દુકાન પર ચેકિંગ હાથ ધર્યું છે. ત્યારે તહેવાર પર દુકાનોમાં ચેકિંગ કરીને દેખાડો કરતા વેપારીઓ આક્રોશમાં જોવા મળી રહ્યા છે. (Vadodara Health department)

તહેવાર પર ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગનું ચેકિંગ, વેપારીઓનો આક્ષેપ
તહેવાર પર ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગનું ચેકિંગ, વેપારીઓનો આક્ષેપ

વડોદરા રાજ્યમાં દિવાળીના તહેવારોને લઈને લોકોમાં અત્યારથી ભારે ઉત્સાહ (checking at Farsan shop in Vadodara) જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરા શહેરમાં આરોગ્ય વિભાગની ટીમે ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું છે. મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગએ જુદી જુદી ટીમો બનાવી ચેકિંગ હાથ ધર્યું છે. ત્યારે આ પ્રકારે તહેવારો પર ચેકિંગ હાથ ધરતા વેપારીઓનો આક્રોશ પણ સામે આવી રહ્યો છે. દુકાનોમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા નમૂના લેવાયા હતા. (Vadodara Health department)

તહેવાર પર જ મીઠાઈ ફરસાણની દુકાનોમાં ચેકિગનો દેખાડો, વેપારીઓનો આક્ષેપ

વેપારી આલમમાં આક્રોશ વડોદરા શહેરમાં કોઈ દુકાનમાં બિનઆરોગ્યપ્રદ વસ્તુઓનું વેચાણ થતું હોય તેવા તમામ સ્થળે 365 દિવસ ચેકિંગ કરવાની જવાબદારી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગની છે. પરંતુ આરોગ્ય વિભાગ માત્ર તહેવારો સમયે જ જાગે છે. આજ રીતે દિવાળી પૂર્વે આજ પ્રકારની કાર્યવાહીનો દેખાડો કરાઈ રહ્યો હોવાનો વેપારીઓનો આક્ષેપ છે. વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોની આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 6થી7 દુકાનો પર ચેકિંગ હાથ ધરાયું હતું અને નમૂના પણ લેવામાં આવ્યા હતા. (Checking at sweet shop in Vadodara)

નમૂના લેવાયાનો દાવો ભૂતકાળમાં પણ આ પ્રકારે નમૂના લેવામાં આવ્યા હતા, પરંતુ જે પ્રકારે સમયસર રિપોર્ટ આવવો જોઈએ અને તે મુજબ કાર્યવાહી થવી જોઈએ તે નથી થતી. આજે સત્તાવાર રીતે કેટલા લોકોને ત્યાં ચેકિંગ હાથ ધરાયું કેટલાક નમૂના લેવામાં આવ્યા અને કેટલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી તેનો આંકડો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવશે. (VMC Health Department Checking)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.